Abtak Media Google News

શ્વેત ક્રાંતિ સર્જનાર અમુલ હવે ઓર્ગેનિક ચીજ વસ્તુઓ તરફ વળી છે માત્ર અમુલ જ નહીં પરંતુ નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને નાફેડ પણ સંયુક્ત રીતે મલ્ટી સ્ટેટ સહકારી મંડળીઓ ઊભી કરશે જેનાથી જે સેન્દ્રીય ચીજ વસ્તુઓ છે એટલે કે ઓર્ગેનિક વસ્તુઓ તરફ લોકોની જાગૃતતા વધારશે અને તેની માંગમાં વધારો કેમ થાય તે દિશામાં પણ તેઓ કાર્ય કરશે. ની માહિતી મુજબ સહકારી ક્ષેત્રની પાંચમો મોટી સંસ્થાઓ સંયુક્ત રીતે છત્રી ઉભી કરી સમગ્ર રાષ્ટ્રમાં મલ્ટી સ્ટેટ સહકારી મંડળીઓ ઉભી કરવાનું કાર્ય હાથ ધરશે. જેના માટે આણંદ ખાતે રજીસ્ટર ઓફિસ ઉભી કરવામાં આવશે. મલ્ટી સ્ટેટ સહકારી મંડળીઓ જે ઓર્ગેનિક ચીજ વસ્તુઓ માટે ઊભી કરવામાં આવશે તેનું શેર કેપિટલ આશરે 500 કરોડ જેટલું રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અમુલ, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને નાફેડ સંયુક્ત રીતે મલ્ટી સ્ટેટ સહકારી મંડળીઓ ઊભી કરશે!!!

કેબિનેટમાં પણ રાષ્ટ્ર સ્તરે સહકારી મંડળીઓ ઊભી કરવા માટેની પરવાનગી આપી દેવામાં આવી છે જ્યાં સર્ટિફિકેશન ,ટેસ્ટીંગ, ખરીદ વેચાણ, સંગ્રહ શક્તિ, પ્રોસેસિંગ, બ્રાન્ડ અને લેબલિંગ જેવી કામગીરી હાથ ધરાશે. જેથી સ્થાનિક સ્તર ઉપર લોકોને મહત્તમ ફાયદો મળતો રહે. સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ફૂડ ની બજાર રીટેલ સેલ્સમાં 10 લાખ કરોડ રૂપિયાની છે જેમાંથી વૈશ્વિક સ્તર ઉપર ભારતનું યોગદાન માત્ર 2.7% જ છે. આવનારા દિવસોમાં આ માર્કેટ વધુ વિકસિત થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે.

દેશના જે ખેડૂતો ઓર્ગેનિક ચીજ વસ્તુઓ નું ઉત્પાદન કરી રહ્યા છે તેમને પણ ખૂબ મોટો ફાયદો મળશે અને વૈશ્વિક ફલક ઉપર પણ ઓર્ગેનિક ચીજ વસ્તુઓની બજાર વધશે. વાક્ય માહિતી અનુસાર 190 દેશોમાં 34 લાખ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા ખેડૂતો છે અને તેઓ 797 લાખ હેક્ટર જગ્યામાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે જેમાં સર્વાધિક 357 લાખ હેક્ટરમાં ઓસ્ટ્રેલિયાના ખેડૂતો ખેતી કરે છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારત ચોથા ક્રમે છે જે 27 લાખ એક્ટર જગ્યામાં ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવી રહ્યું છે. ઓર્ગેનિક ચીજ વસ્તુઓની બજાર ભારતમાં 27 હજાર કરોડ રૂપિયાની છે અને આ ક્ષેત્રમાં 7000 કરોડ રૂપિયાનો નિકાસ પણ કરવામાં આવે છે. આ આંકડો જો ઓસ્ટ્રેલિયા ,અર્જેન્ટીના કરવામાં આવે તો આ ખૂબ નાનો આંકડો છે ત્યારે સરકાર ભારતમાં ઓર્ગેનિક ચીજ વસ્તુઓનો ઉત્પાદન વધારવા માટે પ્રેરિત થયું છે અને ખૂબ મોટી સહકારી સંસ્થાઓ પણ હવે ઓર્ગેનિક ચીજ વસ્તુઓના ઉપયોગ વધારવા અને માંગ વધારવા માટે મલ્ટી સ્ટેટ સહકારી મંડળીઓ પણ ઉભી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.