Abtak Media Google News

વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં દૂધનું વેચાણ કરતાં યુનિટો તથા દૂધની ડેરીઓમાંથી બ્રાન્ડેડ જયાં લુઝ વેચાતા દૂધના નમુના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ચાર ટીમોએ ૬૩ નમુના લઇ પૃથ્થકરણ માટે લેબ મોકલવામાં આવ્યા હતા.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રે રાજયનાં તમામ ડેઝીગ્રેટેડ ઓફીસરો ને તા.૧૧-પ ના રોજ દૂધનું વેચાણ કરતા યુનિટો તેમજ દૂધની ડેરીમાંથી તમામ બ્રાન્ડનાં તેમજ છુટક વેચાતા દૂધનાં નમુના સ્પેશ્યિલ ડ્રાઇવ રૂપે લેવા જણાવ્યું હતું.

જેના અનુસંધાને તા.૧ર તેમજ તા.૧૩ ના રોજ ડેઝીગ્રેટેડ ઓફીસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાર ટીમો બનાવી સવારે ૮ કલાકથી ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફૂડ સેફટી ઓસિફરો દ્વારા તા.૧ર તેમજ તા.૧૩ ના શહેરના માંજલપુર, મકરપુરા, તરસાલી, રાજ, મહેલ રોડ, દાંડીયાબજાર, વારસીયા, ગોત્રી અકોટા, ફતેગંજ, સમા, વાઘોડીયા રોડ વિગેરે વિસ્તારમાં આવેલી ડેરી તેમજ દૂધના કુલ ર૯ યુનિટોમાંથી દૂધના જુદી જુદી બ્રાન્ડ જેવી કે અમુલ, મધુરમ, વિજય ડેરી, સમૃઘ્ધી, વિમલ જેવી વિવિધ બ્રાન્ડ તેમજ જુદી જુદી ડેરીમાંથી છુટક વેચાણ કરતા ગાયનું દૂધ તેમજ દૂધના કુલ ૩૪ નમુના લેવામાં આવ્યા છે. જે નમુનાઓએ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. વધુમાં હાલમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિએ શહેરનાં વેચાણ થતા પેક તથા લુઝ દૂધનાં ફુડ બીઝનેશ ઓપરેટરને હાલની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી દ્વારા ગાઇડ-લાઇન મુજબ જ જરુરી સુચનો આપવામાં આવેલ છે. જેનો કડક રીતે અમલ કરવા અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા પણ તાકીદ કરવા જણાવ્યું છે.

નાના મઘ્યમ વર્ગ માટે રાહત વ્યવસ્થા કરો: કોંગ્રેસ

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે મુખ્યમંત્રી સમક્ષ નાના માણસોને મુશ્કેલી પડી રહી હોય રાહતરૂપ પગલા ભરવા માંગણી કરી છે. તેમણે મુખ્યમંત્રીસમક્ષ રજુઆત કરી જણાવાયું છે કે સરકારે લારી ગલ્લા પથારાવાળા માટે રાહત જાહેર કરી છે. આર્થિક સહાય જાહેર કરી છે તે આવકાર્ય છે. નાના અને મઘ્યમવર્ગને રાહત મળે તે માટે પગલા લેવાની જરુર છે સરકાર સામે ખભે ખભા મીલાવી વિપક્ષ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.

શહેરમાં વધુ ૧૩ પોઝીટીવ કેસ

વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩ કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. આ સાથે કુલ દર્દીઓની સંફ્યા ૬૩૮ થઈ છે.

છેલ્લા ૨૪ કાકમાં ૧૩૫ નમુના લેવામાં આવ્યા હતા. જેમાં ૧૨૨ નેગેટીવ આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં ૨૧ કેસ બહાર આવ્યા છે. જેમાં ભાનુ જયોતી સોસાયટી આજવા રોડ, સ્વામિ મંદિર રોડ વાડી મથુરાનગર ઓ.પી. રોડ, વાબલી ફળીયું વાડી વગેરેનો આ કેસો છે.

ગરીબ, લારી ગલ્લા, પથારાવાળાઓને કેશ ડોલ્સ ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત

વડોદરા મહાપાલિકાના મ્યુનિ. કાઉન્સીલર ગુલાબફરીદ યુસુફભાઇ લાખાજીવાલા (ફરીદભાઇ કટપીસવાળા)એ શહેરના ગરીબ, મઘ્યમવર્ગના લોકો તથા લારી ગલ્લા પથારાવાળાઓને કેશ ડોલ્સ ચૂકવવા માંગણી કરી છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી આ માંગણી કરતા જણાવ્યું છે કે હાલ બે માસ થયા સમયથી લોકડાઉનથી નાના ધંધાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. સરકારે ગરીબ મઘ્યમ વર્ગીના લોકો તથા લારી, ગલ્લાવાળા, શ્રમિકોને જે રીતે પૂર કે અન્ય કુદરતી આફત વેળા કેશ ડોલ્સ ચૂકવવામાં આવે છે તે રીતે નાના માણસોને કેશડોલ્સ ચૂકવવાની જરૂરત છે.

ઓએનજીસીએ ર૧પ ઇન્ફ્રારેડ થર્મોમીટર મહાપાલિકાને આપ્યા

વડોદરા મહાનગરપાલિકાને ઓ.એન.જી. સીના એકઝીકયુટીવ ડાયરેકટર એચ. માધવન દ્વારા સીએસઆર હેઠળ ર૧પ નંગ નોન કોન્ટેકટેડ ઇન્ફાટેક થર્મોમીટર મ્યુનિસિપલ કમિશ્નરને અર્પણ કર્યા છે.

રાત્રીના સમયે આવતી ટ્રેનોમાં શહેરમાં આવતાં મુસાફરોેને પોતાના સ્થળ ઉપર વિનામૂલ્યે પહોચાડવા વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટસીટી પ્રોજેકટ હેઠળની શહેરી બસ સેવાએ ફાળવેલ પ બસ દ્વારા તા. ૧ર-પ થી સેવા શરૂ કરવામાં આવેલ છે જેનો અંદાજે ૧૦૦ નાગરીકોએ લાભ લીધો હતો.

શહેરના વિસ્તારોમાંથી માસ્ક નહી પહેરનાર અને સોશ્યિલ ડિસ્ટન્સીંગ નહી જાળવનાર અને જાહેરમાં થુંકનાર વ્યકિતઓ સામે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી કરીને રૂ. ૯૬,૮૦૦ ના દંડ ની વસુલાત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદથી જરૂરીયાત મંદોને કુલ રૂ. ૨૫,૯૬૬ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુઁ હતું.

શ્યામલ ગ્રુપે ૧ હજાર ફેસગાર્ડ આપ્યા

મ્યુનિ. કમિશ્નરે શ્યામલ ગ્રુપ ઓફ રીયલ એસ્ટેટના અમિત ટિલવા દ્વારા ૧૦૦૦ નંગ ફેસગાર્ડ શિલ્ડ આપવામાં આવ્યા. કમિશ્નરને સીઆઈઆઈ વાય આઈ કંપની દ્વારા મહાનગરપાલીકા ખાતે ૧ ટચ ફી સેનેટાઈઝેશન મશીન આપવામાં આવ્યું હતુ.

શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી માસ્ક નહી પહેરનાર અને સોશ્યિલ ડિસ્ટનીંગ ની જાળવનાર અને જાહેરમાં થૂંકનાર વ્યકિતઓ સામે પાલીકાની વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી કરીને રૂા. ૯૦૮૦૦ના દંડની વસુલાત કરવામાં આવી છે. મહાનગરપાલીકા દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદથી જરૂરીયાત મંદોને કુલ ૧૫૫૬૨ ફૂડ પેકેટનું વિતરર કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.