Abtak Media Google News

કોરોના મહામારીની બીજી લહેરએ ખુબ હાહાકાર મચાવ્યો છે, અત્યારની પરિસ્થિતિ જોતા લાગે તે હવે બીજી લહેર અંત તરફ છે. આ બીમારી આવી ત્યારથી સરકારે ઘણી બધી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમ કે માસ્ક પહેરો, બે ગજનું અંતર રાખો, સ્વચ્છતા રાખો વગેરે. આ બધી ગાઈડલાઈના પાલનથી આપણે કોરોનાથી બચી શક્યે છીએ.


સરકારના આ મિશનને વેગ આપવા માટે બાળકો પણ આમાં જોડાયા છે. જે વાતો મોટા લોકો નથી સમજતા અથવા પાલન નથી કરતા તે માટે હવે બાળકો તેમને ગુસ્સામાં મીઠો ઠપકો આપી પાલન કરવાનું કહે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા લોકોને સરકાર દ્વારા આપેલી ગાઈડલાઈનું પાલન કરાવા અનેક કાર્યો કરે છે. હાલમાં જ તેને સોશ્યિલ મીડિયા પર એક બાળકીનો વિડિઓ મુક્યો છે, જેમાં તે બાળકી માસ્ક પહેરો, બે ગજનું અંતર રાખો જેવી બાબતો વિશે લોકોને મીઠો ઠપકો આપે છે.

 


આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લખ્યું છે કે, ‘મારી વાત તમે શાયદ ના માનો, પણ આ બાળકીનો મીઠો ગુસ્સો તમે ઠુકરાવી નહીં શકો.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.