Abtak Media Google News

દેશ્માં વેક્સીન આવ્યા પછી કોરોના મહામારીનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જાય છે. આ Covid-19ની બીજી લહેર બાળકો માટે ખુબ જોખમી સાબિત થઈ છે. આ જોખમ પાછળનું મોટું કારણએ છે કે, બાળકોને Covid-19ની હજી સુધી કોઈ રસી આપવાની મંજુર મળી નથી. આવી સ્થિતિમાં, તે જાણવું ખુબ મહત્વપૂર્ણ છે કે નવી લહેર બાળકોને કેવી રીતે અસર કરે છે અને તેના લક્ષણો શું છે?

નવી મુંબઈની રિલાયન્સ અને ફોર્ટિસ હોસ્પિટલના સલાહકાર અને બાળ ચિકિત્સક ડો.સુભાષ રાવે જણાવ્યું હતું કે, વડીલો સમક્ષ બાળકોને ચેપ લાગતો હોય ત્યાં બીજી તરંગમાં ઉલટું વલણ જોવા મળે છે. આમાં બાળકો દ્વારા મોટી ઉંમરના લોકોને ચેપ લાગે છે.

111770971 Gettyimages 1208999305 594X594 1
ડો.સુભાષ રાવે આગળ વાત કરતાં જણાવ્યું કે, Covidની બીજી લહેર બાળકો માટે પહેલા કરતા વધુ જોખમી બની છે. જ્યાં બાળકોમાં પ્રથમ લક્ષણો જોવા મળે અને પછી મોટી ઉંમરના લોકોમાં. બાળકોને ચેપ લાગવાથી તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી થવી, ભૂખ ઓછી લાગવી, થાક, શ્વાસ લેવામાં તકલીફ અને શરીર પર ફોડલીઓ જેવા લક્ષણો જોવા મળે છે.

નિષ્ણાંતે કહ્યું કે જો કોઈ બાળકને Covid-19 ના ચેપની અસર જણાય તો તરત RT PCR નું પરીક્ષણ કરાવું. જેમ બંને એમ જલ્દી ડોક્ટરની સલાહ મુજબ ઈલાજ ચાલુ કરી દેવો.

Uni355863 બાળકને 2 દિવસ પૂરતો તાવ આવે ને પછી સાજો થઈ જાય તો પણ તમારે સાવચેતી રાખવાની જરૂર છે. તેને બંને તો 14 દિવસ પૂરતો બીજા રૂમમાં અથવા તમારાથી અલગ રાખવો. કોરોનાની બીજી લહેર જોખમ ભરી છે, પણ જો આપણે આપણા પરિવાર સાથે સાવચેતી પૂર્વક કાળજી રાખીશુ તો આને હરાવી શકીશુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.