Abtak Media Google News

આજથી મહાપાલિકા દ્વારા સતત ૭ દિવસ સુધી શહેરભરમાં સર્વે રાઉન્ડ હાથ ધરાશે

રાજકોટ મહાપાલિકા દ્વારા મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત કોઈપણ કારણોસર રસિકરણથી વંચિત રહી ગયેલી સગર્ભા માતાઓ અને જન્મથી ૨ વર્ષ સુધીના બાળકોનો સર્વે રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વે ૭ દિવસથી સુધી ચાલશે. જેમાં રસીકરણથી વંચિત સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકોને આવરી લેવામાં આવશે.

Advertisement

7537D2F3

આ પ્રોગ્રામ જન્મ થી બે વર્ષના વ્હાલસોયા બાળકોને આશીર્વાદરૂપ વેક્સીન પ્રીવેન્ટેબલ ડીસીઝ (રસીકરણ દ્વારા અટકાયતી) આજથી મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત શુભારંભ થનાર છે. આ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સહીત સમગ્ર રાજ્યમાં તા.૦૨ ડીસેમ્બર,૨૦૧૯ થી ૭ દિવસ દરમ્યાન મિશન ઇન્દ્રધનુષ નો પ્રથમ રાઉન્ડ યોજાનાર છે. જે મુખ્યત્વે એવાં વિસ્તારો કે જ્યાં નિયમિત રસીકરણ સેશન કરવામાં આવતું ન હોય અથવા ઓછું કવરેજ ધરવતા હોય, હાઈ રિસ્ક એરિયા, એ.એન.એમ.ની જગ્યા ખાલી હોય તેવા વિસ્તારો, ક્ધસ્ટ્રકશન સાઈટ તેમજ માઈગ્રેટ પોપ્યુલેશન ધરાવતા વિસ્તાર હોય, તેવી જગ્યા પર યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા સગર્ભા તેમજ જન્મથી ૨ વર્ષના બાળકો, જે કોઈપણ રસીકરણથી વંચિત રહી ગયેલ હોય, તેઓને આવરી લેવામાં આવશે.

Screenshot 5

જે માટે અગાઉથી માથાદીઠ સર્વે કરવામાં આવેલ છે, તેમજ રસીકરણથી વંચિત સગર્ભા માતાઓ તેમજ બાળકોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સાપ્તાહિક કાર્યક્રમમાં કુલ ૯૧ રસીકરણ સેશનનું પ્લાનિંગ કરવામાં આવેલ છે, જેમાં અંદાજીત ૧૨ સગર્ભાઓ તેમજ ૧૩૩૩ બાળકોને આવરી લેવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષ હેઠળ તમામ વિસ્તારોમાં સંપૂર્ણ રસીકરણનું સ્તર માર્ચ-૨૦૨૦ સુધીમાં ૯૫% સુધી લઇ જવાનું છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ૨૧ અર્બન હેલ્થ સેન્ટરમાં સગર્ભા માતાઓ તથા બાળકો માટે રસીકરણની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર મહીને આંગણવાડી, આઉટરીચ તથા ટ્રસ્ટ/ખાનગી હોસ્પિટલોમાં પણ કુલ ૧૧૦૯ સેશન પર પણ આ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જેમાં નિયત સમયે માતા તથા બાળકોને વિનામૂલ્યે તમામ રસી પૂરી પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.