Abtak Media Google News

શહેરીજનોને વેક્સિનેશનનો લાભ લેવા કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા અપીલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરના રોજ કોર્પોરેશન દ્વારા શહેરમાં મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લાભ લેવા કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતું કે,  કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે.

શહેરના વધુ ને વધુ નગરજનો વેક્સિન લ્યે તે માટે શરૂઆતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જુદી જુદી સામાજીક સંસ્થાને જોડી અનેક વેક્સિનના કેમ્પો કરવામાં આવેલ. જેના કારણે પ્રથમ ડોઝ ખૂબજ બહોળી સંખ્યામાં શહેરીજનોએ વેક્સિન લીધેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના શુભ અવસરે મેગા વેક્સિન આપવાનું આયોજન કરેલ છે અને રાજ્ય સરકાર દ્વારા 20,000 વેક્સિનના ડોઝ આપવામાં આવશે.

કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને 84 દિવસ થઇ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઇ લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં 18 થી 44 વર્ષના 45 મોટી વર્ષના ઉપરના તમામ લોકોના 2 ડોઝ પુરા થાય તે ખુબજ જરૂરી છે. હાલમાં, વેક્સિનના કુલ 15,13,237 ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે; જેમાં 10,34,397 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 4,78,840 નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.