Abtak Media Google News

ધોકા પાઇપ વડે હુમલો કરનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ નોંધાતો ગુનો

મોરબીમાં વિરપર ગામે રહેતા યુવાનને ‘તુ કેમ મારા ભત્રીજાની પત્નીને મેસેજ કરસ’ તેમ કહી ત્રણ શખ્સોએ ધોકા પાઇપ વડે હૂમલો કરતા તેને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

બનાવની મળતી વિગતો મુજબ મોરબીમાં વિરપર ગામે રહેતા હિતેશભાઈ ઉર્ફે હેમંતભાઈ ધિરભાઈ ભુભરિયા નામના યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગઈકાલે મોરબીમાં ઉમિયા સર્કલ નજીક તેના ભાઈ સાથે ઉભો હતો ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ ,કમલેશ હમીરભાઇ રાઠોડ અને તેની સાથે એક અજાણ્યા શખ્સો ધોકા પાઇપ સાથે ઘસી આવ્યા હતા અને ’તુ કેમ મારા ભત્રીજાની પત્નીને મેસેજ કરસ’ તેમ કહી તેને માર મારતાં તેને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ દ્વારા ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.