મોબાઈલ અને વીડિયો ગેમ્સને કારણે બાળકોમાં આક્રમકતાનું પ્રમાણ વધ્યું: સર્વે

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની શિહોરા નિધિએ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 890 લોકો પરના સર્વે હાથ ધર્યો જેમાં ચોંકાવનારી વાતો સામે આવી

આધુનિક યુગમાં દરેક માનવી મોબાઇલનો ઉપયોગ કરે છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક મોબાઈલનો ઉપયોગ કરે છે. દરેક માણસ પોતાનો વધુમાં વધુ સમય મોબાઇલમાં કાઢે છે. મોબાઇલ અને ગેમ્સની અસર માણસ ઉપર ખૂબ જ ખરાબ થાય છે. વિડીયો ગેમ્સની નકારાત્મક અસરોનો અનુભવ કરતા લોકોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે વ્યક્તિઓ ગેમ્સ રમે છે તેમની નકારાત્મક અસરની જાણકારી પોતાને થતી નથી. મોબાઈલ અને વિડીયો ગેમ્સને કારણે બાળકોમાં કેવી સમસ્યાઓ જોવા મળે છે તે વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની શિહોરા નિધિએ ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં 890 લોકો પરના સર્વેના આધારે જોવા મળ્યું કે મોબાઈલ અને વિડીયો ગેમ્સને કારણે બાળકોમાં આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

Play a lot of games on a video gaming console | Wild Grounds

સર્વેના તારણો

1.PUBG અને FREE FIRE જેવી ગેમ્સ રમવાના કારણે શું બાળકોમાં આક્રમક વર્તન જોવા મળે છે? જેમાં 94.2% લોકોએ હા જણાવી

2.તમારા ઘરમાં બાળક જો આવી ગેમ્સ રમે છે તો તેમના વર્તનમાં હિંસકતા કેટલા પ્રમાણમાં જોવા મળે છે? જેમાં 53.8% એ ઘણા અંશે, 34.6%એ અમુક અંશે અને 11.5% એ નહિવત પ્રમાણમાં જણાવ્યું

3.ઘરમાં બંદુક કે ધારદાર વસ્તુઓ વગેરે જેવા શસ્ત્રો જોવાથી બાળકોના વર્તનમાં ફેરફાર જોવા મળે છે? જેમાં 73.1% એ હા જણાવી

4.શું તમે માનો છો કે બાળકોની સમસ્યાઓને સતત અવગણવામાં આવે તો તેનામાં હિંસકતા આવી શકે છે? જેમાં 92.3% એ હા જણાવી

5.શું મારધાડવાળા કાર્યક્રમ જોવાથી બાળકમાં આક્રમકતા આવી શકે છે? જેમાં 92.3% લોકોએ હા જણાવી

6.આક્રમકતા પાછળ ક્યાંક માતાપિતાનો ઉછેર જવાબદાર હોય શકે છે ? જેમાં 76.9% લોકોએ હા જણાવી

7.હિંસક ગેમ્સને કારણે બાળકો ભારતીય સંસ્કારો ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે? જેમાં 57.7% એ વધુ અંશે, 36.5% એ થોડા અંશે અને 5.8% એ નહીવત જણાવ્યું

8.ઙઞઇૠ જેવી ગેમ્સ રમવાના કારણે બાળકોના માનસ પર નકારાત્તમક અસર થતી હોય તેવું તમને લાગે છે? જેમાં 88.5% એ હા જણાવી

9.ગેમ્સ રમતા બાળક પાસેથી તમે મોબાઈલ કે લેપટોપ લઈ લો છો તો તેમના વર્તનમાં આક્રમકતા જોવા મળે છે? જેમાં 94.2% લોકોએ હા જણાવી

10.એડવાન્સ ટેકનોલોજીના કારણે બાળકો ઘરની બહારની રમતોને બદલે મોબાઈલમાં વધુ સમય પસાર કરે છે? જેમાં 92.3% લોકોએ હા જણાવી, 1.9% એ ના જણાવી અને 5.8% એ અમુક અંશે જણાવ્યું

11.શું તમારા મતે સ્માર્ટફોન કે કોમ્પ્યુટરનો સતત ઉપયોગ કરવાથી બાળકોમાં ચીડીયાપણું વધી શકે છે? જેમાં 80.8% એ હા, 7.7% એ ના અને 11.5% એ અમુકઅંશે જણાવ્યું

12.આઉટડોર ગેમ્સ રમવાથી માનસિક અને શારીરિક વિકાસ સારો થાય છે તેવું તમે માનો છો? જેમાં 88.5% એ હા જણાવી

13.આધુનિક યુગના બાળકોમાં આઉટડોરગેમ્સ કરતા મોબાઈલ ગેમ્સનું પ્રમાણ વધુ જોવા મળે છે? જેમાં 94.2% એ હા જણાવી

14.ઘણા રીસર્ચમા એવું જણાવવામાં આવ્યું છે કે વિડીયો ગેમ્સથી બાળકોમાં સકારાત્મકતા લાવી શકાય છે, તમારા મતે આ કેટલા અંશે યોગ્ય છે? જેમાં 44.2% એ વધુ અંશે, 34.6% એ થોડા અંશે અને 21.2% એ નહીવત જણાવ્યું

15.તમારા મતે વિડીયો ગેમ્સ રમવાથી બાળકોનો બુદ્ધિઆંક (ઈંચ) વધે છે? જેમાં 65.4% એ ના જણાવ્યું

ગેમિંગની હાનિકારક અસરો

How Video Gaming Addiction and its Side Effects on Mental Health

ઊંઘની ઉણપ, ડિપ્રેશન, આક્રમકતા અને ચિંતા જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. એટલું જ નહીં, અતિશય ગેમિંગને કારણે બાળકોમાં હિંસક વૃત્તિઓ વધી રહી છે કારણ કે આ દિવસોમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ મોટાભાગની લોકપ્રિય રમતો હિંસક છે.આક્રમકતા સ્થૂળતા અને હૃદયની સમસ્યાઓ, સામાજિક ચિંતા, પ્રેરણાનો અભાવ, આંખ નબળી થવી, ચીડિયાપણું વધુ જાય, કમરનો દુખાવો, થાક લાગવો, અનિંદ્રાની સમસ્યા જેવી અનેક મોબાઈલ અને ગેમ્સની કેટલીક સામાન્ય નકારાત્મક અસરો છે. મોબાઈલ અને વિડીયો ગેમ્સની ખરાબ અસરો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ઉપર પડે છે. તમે જેટલો વધુ સમય ગેમ્સ રમવામાં આપો છો એટલો જ તમને તમારા જીવનના અન્ય મુખ્ય પાસાઓની અવગણના કરશો. તમારું સામાજીક જીવન, માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય વગેરેને તે નુકસાન પહોંચાડે છે.