Abtak Media Google News

શહેરની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી દર્દીઓને અતિ ઉપયોગી એવી બ્લડ ડોનેશન વેન એચડીએફસી દ્વારા અપર્ણ કરવામાં આવી છે. એચડીએફસી દ્વારા ખરીદ કરાયેલી રૂ.૨૨ લાખની બ્લડ ડોનેશન વેનમાં અતિ આધૂનિક સુવિધા સાથે સિવિલ હોસ્પિટલમાં સગવડમાં વધારો થયો છે.Img 20190426 Wa0025

Advertisement

જાહેર સ્થળે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે ત્યારે ત્યાં મંડપનો સમીયાણો બનાવવામાં આવતો તેના સ્થળે વેનની મદદથી એક સાથે ત્રણ રકતદાતા બ્લડ ડોનેટ કરી શકે તેવી અને વેનમાં ૪૦ યુનિટ બ્લડ એકઠું થઇ શકે તેવી વ્યવસ્થા ધરાવે છે.Img 20190426 Wa0021જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.મનિષ મહેતા, મેડીકલ કોલેજ ડીન ગૌરવી ધ્રુવ અને એચડીએફસી બેન્કના અધિકારી રાજપાલસિંહ,રાજીવ શેઠ, હિતેશ જોષી અને નિલેષ ઉનડકટ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.