Abtak Media Google News

ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઈઝ વોટ વકરી: નિષ્ણાતોનો મત

મોબાઈલ ધારકો આનંદો… બિલમાં હજુ ૩૦% સુધીના ઘટાડા થશે. જી હા, કોલ ટેરીફ હજુ સસ્તા થશે. આ બધા માટે ગળાકાપ હરીફાઈ એટલે કે પ્રાઈઝ વોર જવાબદાર છે. ટેલીકોમ સેકટરના નિષ્ણાતો માને છે કે મોબાઈલ ધારકો આનંદો, તમારા બિલમાં ૨૫% થી ૩૦% સુધીનો ઘટાડો નોંધાશે. બધી મોબાઈલ કંપનીઓ અને ટેલીકોમ કંપનીઓ વચ્ચે ગળાકાપ એટલે કટ્ટર હરીફાઈ જામી છે. જેના પગલે પ્રાઈઝ વોર એટલે કિંમત યુધ્ધ સર્જાશે જેના પગલે લગભગ ભારતની તમામ મોબાઈલ કંપનીઓ અને ટેલીફોન કંપનીઓ તેના ટેરિફ દરમાં ૨૫% થી ૩૦% જેવો ઘટાડો કરવા મજબૂર બનશે.

આ ઘટાડો ગ્રેજુલી એટલે કે ઉત્તરોત્તર થશે. એક જ ઝાટકે કોઈ કંપનીઓ આટલી મોટી માત્રામાં ઘટાડો કરવાની નથી. આ સિવાય તેઓ ટર્મ્સ એન્ડ ક્ધડીશન પણ લાદશે. જેના પગલે ગ્રાહકોને આકર્ષક ઓફર આપશે. જે હોય તે અંતે તો ગ્રાહક રાજાનો જ વિજય થવાનો છે. એકંદરે, ગ્રાહકના તો બંને હાથમાં લાડું છે !!!

ગ્રાહકોને આકર્ષવા માટે રીલાયન્સ જીઓ કંપનીએ આકર્ષક ઓફરો મુકયા પછી હવે ૪-જી ફીચર્સ ધરાવતો મોબાઈલ પણ સાવ ચણા-મમરા કે કબૂતરની ચણના દરે આપવાની ઘોષણા કર્યા પછી આ વોર વધુ વકરી છે. તેમાં પણ આઈડિયા અને વોડાના મર્જર બાદ તો ટેલીકોમ સેકટરમાં હરીફાઈ વધુ તીવ્ર બની છે.

હજુ પણ આ હરીફાઈ ટેલીકોમ કંપનીઓની દિશા બદલી શકે છે તેમના લક્ષ્યાંકો અત્યારે નફો નહીં પણ ગ્રાહકોને જાળવી રાખવાનો ગોલ છે. આ સિવાય કોઈપણ નવી કંપની અત્યારે ટેલીકોમ સેકટરમાં પ્રવેશ કરવા તૈયાર નથી ખાસ કરીને ઈમારતના ટેલીકોમ માર્કેટમાં તો કોઈપણ વિદેશી કંપની માટે સળગતું લાકડુ ઝાલવા બરાબર નિર્ણય થઈ શકે છે.

જો કે, હેન્ડસેટ મેન્યુફેકચરિંગ સેકટરમાં અત્યારે સેમસંગ બાદ વિદેશી કંપનીઓનો દબદબો છે. ઓપ્પો, વિવો સહિતની કંપનીઓ ભારતમાં સારો એવો બજાર હિસ્સો કવર કરી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.