Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભવન અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 4410 તરૂણો પાસેથી માહિતી મેળવી

તરુણાવસ્થા એટલે એવી અવસ્થા જેમાં યોગ્ય દિશા અને સલાહ ન મળી રહે તો ઘણી સમસ્યાઓ સર્જાય છે. આ એવો સમય છે જેમાં શારીરિક, માનસિક ઘણા પરિવર્તન આવે છે અને આ પરિવર્તન સાથે તાલમેલ ન મળે તો વિવિધ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. યોગ્ય સલાહ ત્યારે આપી શકાય જ્યારે સમસ્યા યોગ્ય રીતે જાણી શકાય. આ સંદર્ભે મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભવન અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 4410 તરૂણો પાસેથી માહિતી એકત્ર કરી જેમાં નીચે મુજબની સમસ્યાઓ મળી.

2,035 Teenagers Phones Stock Photos - Free &Amp; Royalty-Free Stock Photos From Dreamstime

13 થી 15 વર્ષના છોકરાઓની સમસ્યાઓ

  •      કુલ સંખ્યા: 1100
  1. – 19.30% બાળકોને  વાચેલું યાદ નથી રહેતું.
  2. – 17.35% બાળકોમાં પરીક્ષાનો ભય કે ચિંતા છે.
  3.  – 14.14% બાળકો ને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય શીખવામાં કે સમજવામાં તકલીફ પડે છે .
  4. – 10.75% બાળકોને ભણવાની ચિંતા છે.
  5. – 9.46% બાળકોમાં પોર્ન સાઈડ જોવાની અને જાતિય ઉતેજના સંદર્ભની સમસ્યાઓ જોવા મળી..
  6. – 7.25% બાળકોને સતત નકારાત્મક વિચારો આવે છે.
  7. – 4.54% બાળકોને નાની નાની વાતમાં ગુસ્સો આવે
  8.  – 4.53% બાળકોને ભવિષ્યની ચિંતા થાય છે .
  9. – 2.59 % બાળકોને ઊંચાઈનો અને અંધારાનો ડર લાગે છે.
  10. – 8.14 બાળકોને મોબાઈલ અડિકશન છે.
  11. –  1.95% બાળકોને માતાપિતા સાથે ફાવતું નથી.

આ બધી સમસ્યાઓ સાથે બીજી પણ અમુક સમસ્યાઓ જોવા મળી જેમ કે આત્મવિશ્વાસ નો અભાવ, એકાગ્રતાનો અભાવ , પોતે કંઇક બીજું કરવું છે અને પરિવાર માતા પિતાની ઈચ્છા જુદી છે, માતા પિતા અને શિક્ષકોનો ડર લાગે છે, આત્મહત્યાવૃત્તિ , પોતાના દેખાવ અંગેની ચિંતા , સ્વદોષ ભાવ , કોઈ સમજતું નથી , વગેરે સમસ્યાઓ જોવા મળી.

Phone Addiction: Warning Signs And Treatment - Addiction Center

13-15 વર્ષની  તરૂણીઓમાં જોવા મળતી સમસ્યા

  1. 20% – શારીરિક, માનસિક અને વ્યક્તિગત સમસ્યાઓ છે.
  2. 8% – પરીક્ષા નો ડર.
  3. 28% – વાંચેલું યાદ નથી રહેતું મન સતત ભતક્યા કરે છે
  4. 12% – મોબાઈલ વગર ગમતું નથી.
  5. 8% – ગુસ્સો વધારે આવે છે.
  6. 8% – આત્મવિશ્વાસ નો અભાવ
  7. 6% – જાતીય મૂંઝવણ પણ  કોઈ ને કહી શકાતી નથી.

10% – જે અન્ય મૂંઝવણ જેવી કે  આર્થિક સમસ્યા, મમ્મી પપ્પા ખીજાય, સવારે ઉઠવું નથી ગમતું, કોરોના ની તશમય યરરયભિ,ં એકાગ્રતા નો અભાવ, પારિવારિક ઝઘડા, હોમવર્ક વધારે પડે છે,મિત્રો હેરાન કરે, હોસ્ટેલ માં નથી ગમતું, ભણવાનું નથી સમજાતું.

New Study: Your Phone Obsession Is Leading To 'Cognitive Failures' | Image.ie

16થી 18વર્ષની તરૂણીઓમાં   જોવા મળતી સમસ્યાઓ

  •    કુલ સંખ્યા=1010
  1. – 10% – યાદ રહેતું નથી
  2. – 14% – નકારત્મક વિચાર
  3. – 32% – મોબાઇલ એડીશન
  4. – 09% – ગુસ્સો આવવો
  5. – 10% – ભવિષ્ય વિશે ચિંતા
  6. – 15% – પ્રેમ અને અંગત સબંધમાં નિષ્ફળતા

– 10% ને કોઈ જાતિય રીતે પરેશાન કરશે તો એવો ડર, ઘર પરિવાર થી બહાર જાય ત્યાં બધે જ. અન્ય સમસ્યાઓ જેમાં ગભરામણ થવી, ફેમીલી પ્રોબ્લેમ, રાત્રે ડર લાગવો, શિક્ષક પર ગુસ્સો, અન્ય વ્યકિત સાથે વાત કરવાની બાઇક, સ્કૂલ જવુ ના ગમવું જેવી સમસ્યાઓ હતી

Why I'M (Still) Not Buying My Tween A Smartphone - Her View From Home

16 થી 18 વર્ષના તરૂણોમાં જોવા મળતી સમસ્યાઓ

  •       કુલ સંખ્યા= 1000
  1. – વાંચેલું યાદ રાખવામા મુશ્કેલીં 18%
  2. – પરીક્ષાનો ભય= 15%
  3. – મોબાઈલ એડિકસન= 27%
  4. – આત્મવિશ્વાસની કમી= 14%
  5. – એકાગ્રતાનો અભાવ= 15%

– નકારાત્મક વિચાર = 11%…આ સિવાય બીજી કેટલીક નાની મોટી સમસ્યાઓ ઓ જણાઈ હતી જેમકે ભવિષ્ય અને કેરિયર વિશેની ચિંતા, સામાજિક સમસ્યાઓ, સબંધોમાં નિષ્ફળતા, કૌટુંબિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો વગેરે સમસ્યાઓ હતી.

મનોવૈજ્ઞાનિક  સલાહ

બાળકોને સમજાવો કે તેમની પોતાની ઇચ્છા, તેમની વિચારસરણી અને તેમના નિર્ણયો કેટલા મહત્વપૂર્ણ છે. તમારી સાથે દરેક વસ્તુ, દરેક સમસ્યા શેર કરો. જો કોઈ તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ લાવવા માંગે છે, તો તેમણે તેમની ઈચ્છા વિરુદ્ધ દબાણમાં આવવું જોઈએ નહીં. બીજાના પ્રભાવમાં રહેનાર વ્યક્તિને કમજોર માનવામાં આવે છે. આ તેમના ભવિષ્ય અને સંબંધોને કરી શકે છે, તેમને આ સમજાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.