Abtak Media Google News

વંદના ગઢવીનાં ટ્રેન્ડીંગ સોંગ ‘કાલીયો’એ સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી

Vandana 3

અબતક સ્પેશીયલ 

મોરના ઈંડા ચીતરવા ન પડે… કચ્છના સુપ્રસિધ્ધ લોકગાયક ‘નાનો ડેરો’ એટલે કે દેવરાજ ગઢવીની એક અલગ જ છટા છે. અને પિતાના જ નકશે કદમ પર આગળ વધતી તેની પુત્રી એટલે વંદના દેવરાજ ગઢવી. કચ્છની ધરતી જ કઈક અલગ માટીની બનેલી છે. અને એટલે જ અહી વિવધ કલાઓ વિસ્તૃત રીતે ખલી છે. બસ એમજ વંદના ગઢવીએ પણ પોતાની આગવી લોકગાયકી અને ગાયક તરીકે દેશ પરદેશમાં નામના મેળવી છે.

લેસ્ટરમાં નવરાત્રીમાં ખેલૈયાઓને ઝુમાંવ્યા

Vandana 1

આ વર્ષે ઈગ્લેન્ડના લેસ્ટરમાં નવરાત્રી મહોત્સવમાં જાણીતા કલાકાર વંદના ગઢવીએ ગુજરાતી લોક સાહિત્યનાં વારસાને વિદેશી ભૂમિ પર ગૌરવ અપાવ્યું છે. સુમધુર સુરિલા કંઠે લેસ્ટરમાં નવરાત્રી મહોત્સવમાં નવેનવ દિવસ ખેલૈયાઓને મન મૂકીને ડોલાવ્યા હતા.

દર વર્ષે વંદના ગઢવી ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ નવરાત્રી મહોત્સવમાં પરફોર્મ કરી ખેલૈયાઓને થીરકવા મજબૂર કરતા હોય છે. તેઓનાં સૂરના સથવારે સૌ ખેલૈયાઓ ગરબે ધૂમતા હોય છે. ત્યારે આ વર્ષે વંદના ગઢવી ઈગ્લેન્ડના લેસ્ટરમાં માઁ જગદંબાના નવલા નોરતામાં પરફોર્મ કર્યું હતુ. અને સૌ ખેલૈયાઓ મનમૂકીને ઝુમી ઉઠયા હતા.

Vandana 2

એવું કહી શકાય કે અનેક આધુનિકતા વચ્ચે ગુજરાતીઓનાં સૌથી પ્રિય તહેવાર માઁ જગદંબાના નવલા નોરતાને કયારેય ભૂલી જ ન શકે. મૂળ સૌરાષ્ટ્રના હાલ બ્રિટન સ્થાયી મેર સમુદાય દ્વારા યુ.કે.ના લેસ્ટર શહેરમાં નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. લેસ્ટર શહેરમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં જાણીતા કચ્છી ગાયિકા વંદના દેવરાજ ગઢવીએ તળપદા કચ્છી ગરબા સાથે ગુજરાતી સુફી, હિન્દી ગીતોની રમઝટ બોલાવી ખેલૈયાઓનાં દિલ જીતી લીધા હતા.

વંદના ગઢવીની ચારણી પરિવેશ સાથેની ધમાકેદાર રજૂઆતે ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની ચારણી પરિવેશ સાથેની અનોખી પ્રસ્તુતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમના સુમધુર કંઠે ગવાયેલ રાસ-ગરબાના સથવારે ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા.

Maniyaro

કિંગ્સબરી ગાર્ડન લંડનમાં ‘રંગીલુ ગુજરાત’

એક મહિના અગાઉ જ વંદના ગઢવી કિંગ્સબરી ગાર્ડન લંડન ખાતે ‘રંગીલુ ગુજરાત’ પ્રસંગમાં ચારણી હલકારાથી અનોખી છાપ ઉભી કરી હતી. તે સાથે જ બ્રિટનના ગુજરાતી સમુદાયનાં મેર સેન્ટર કોમ્યુનીટી એશોશિએશન દ્વારા આયોજીત ગરબીમાં આમંત્રીત વંદના ગઢવી પોતાની શ્રેષ્ઠ કલા પીરસવા પહોચ્યા હતા. અને તેના સૂરના સંગાથે ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.

વંદના ગઢવીની વિશેષતા એ છે કે, તે અત્યારના ટ્રેડીંગ ગીતો તો ગાય જ છે. પરંતુ પિતા દેવરાજ ગઢવી ‘નાનો ડેરો’ની પાંચ દાયકાની મૂળ ગાયકીનું પ્રતિબિંબ પણ તેની ગયીકીમાં ચળકી આવે છે. જયારે કચ્છી અંદાજમાં વંદના ગઢવી પોતાના અવાજનો જાદુ ચલાવે છે ત્યારે શ્રોતાઓ સંગીતને જનતા હોય કે ના હોય પણ સુરના તાલે ઝૂમી ઉઠે છે.

મૂળ સૌરાષ્ટ્રના મેર સમુદાયે બ્રિટનમાં પણ મૂળ પરંપરા સંસ્કૃતિને જાળવી રાખીને આગળ વધી રહ્યો છે. તેઓએ સૌરાષ્ટ્રની મૂળ પરંપરાને પેઢી દર પેઢી આગળ વધારવા માટે ગરબીમાં સંપૂર્ણ પણે ભકિત અને સંસ્કાર સંગીતને સ્થાન આપ્યું છે. અને તેના માટે જ આ વર્ષે મેર સમુદાય દ્વારા લેસ્ટરમાં નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કર્યું હતુ. આ ગરબીમાં અત્યાર સુધીમાં અનોખી ભાત પાડનાર જાણીતા યુવા ગાયિકા વંદના ગઢવીએ મોટી સંખ્યામાં ગુજરાતીઓને ગરબે રમાડયા હતા.

‘કાલીયો’ સોંગ સુપર-ડુપર હીટ

Kaliyo

3 સપ્ટેમ્બરે ‘કાલીયો’ સોંગ રીલીઝ થયું હતુ. જેમાં મુખ્ય ગાયક કલાકાર તરીકે વંદના ગઢવી તથા શ્યામ સીધાવતે પોતાનાં અવાજનો જાદુ ચલાવ્યો હતો. ગુજરાતી ફોક તથા રેપ સાથેના કાલીયો સોંગ બધાને ખૂબજ પસંદ પડી રહ્યું છે. હાલનું ટ્રેન્ડીંગ સોંગ બની ગયું છે. કાલીયો સોંગ સોશિયલ મીડીયા પર ખૂબજ ધૂમ મચાવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી, ઈન્ફયુલન્સર સહિત સૌ કોઈ ‘કાલીયો’ સોંગની રીલ બનાવી રહ્યા છે. ‘કાલીયો’ સોંગમાં વંદનાબેન ગઢવીની ગાયીકીની ચોમેર પ્રસંશા થઈ રહી છે.

‘કાલીયો’ સોંગ માટે અહી ક્લિક કરો

વંદના ગઢવી તાજેતરમાં તેમના ‘કાલીયા’ ગીતથી સમગ્ર વિશ્ર્વમાં ફેમસ થયા છે. ‘કાલીયા’ સોંગ પર સેલિબ્રીટસ, ઈન્ફલુઅન્સર સહિત ઘણા બધા લોકોએ રિલ બનાવી હતી નવરાત્રીમાં કાલીયા સોંગ સુપર હીટ બની ગયું હતુ. પિતા દેવરાજ ગઢવી ‘નાનો ડેરો’ની જેમ જ વંદના ગઢવીએ લોક સાહિત્યકાર તરીકે નામના મેળવી છે.

મારા પિતા મારો આત્મવિશ્ર્વાસ છે… વંદના ગઢવી

Vandana 4

અબતક સાથેની વાતચિતમાં જાણીતા યુવા ગાયિકા વંદનાબેન ગઢવીએ જણાવ્યું હતુકે મારા પિતા દેવરાજ ગઢવીએ સુપ્રસિધ્ધ લોકગાયક છે. અમારા ઘરમાં પહેલેથી જ સંગીતનો માહોલ હતો તેથી હું પણ એ જ વારસાને આગળ ધપાવી રહી છું. તે વર્ષ 2015 પ્રોફેશનલ ગાયકીની શરૂઆત કરી હતી. કચ્છમાં ચારણ લોકનાયકમાં હું વિજેતા બની હતી. ત્યારબાદ મેં અલગ -અલગ જગ્યાએ મારા પિતા સાથે ડાયરો, ભજન, લોકગીતો, કચ્છી કાફી સહિતની પ્રસ્તુતિ કરી છે. “મારા પિતા સાથેની જુગલબંધી મારા માટે હર હંમેશ યાદગાર બની રહે છે”, તેમની પાસેથી મને હર હંમેશ નવું નવું જાણવા-શિખવા મળે છે. હું એવું કહી શકું કે મારા પહેલા ગુરૂ મારા પિતા જ છે. જેમના આર્શિવાદથી આજે હું ગાયકી ક્ષેત્રમાં આગળ વધી રહી છું.

Vandana 5

આ નવરાત્રીમાં યુ.કે.ના લેસ્ટરમાં મેર સમુદાય આયોજીત ગરબીમાં નવ દિવસ પરફોર્મસ આપ્યું હતુ. જેમાં મેં કચ્છી-સીંધી, ગુજરાતી, હિન્દી સુફી સાથે મેરોનો મણીયારો રાસની પ્રસ્તુતી કરી હતી. મેરોનો મણીયારો મહિલા કલાકારોમાં જુજ લોકો જ પ્રસ્તુતી કરતા હોય છે. ત્યારે આ વખતે મેં મણીયારોની પ્રસ્તુતી કરી હતી અને તે પણ મેરના પરંપરાગત પરિવેશમાં જેનો અનેરો આનંદ હતો. તેનું વર્ણન શબ્દમાં કરવું મુશ્કેલ છે. નવ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા.

સાસ-બહુ ફલેમીંગો વેબ સીરીઝ મારા પિતા સાથેની જુગલબંધી મારા માટે યાદગાર ક્ષણ

Flamingo

મેં સાસ-બહુ ફલેમીંગો વેબ સીરીઝમાં મારા પપ્પા સાથે ગાયનની જુગલબંધી કરેલ છે તે પણ હીટ ગયેલ તથા તાજેતરમાં 3 સપ્ટેમ્બરે કાલીયો ગીત રીલીઝ થયું હતુ જે ખૂબજ હીટ થયું છે. અને આગામી સમયમાં પણ અલગ-અલગ લોકગીતો, કચ્છી-સીંધી, હિન્દી ગીતોની રજૂઆત કરીશ. મેં ‘કાલીયા’ ગીતનું શુટીંગ 3 કલાકમાં જ પુરૂ કર્યું હતુ. અમદાવાદમાં શુટીંગ વખતે મારા પિતા દેવરાજ ગઢવી મારી સાથે હતા. મારા પિતા સાથે હોય ત્યારે મારો આત્મવિશ્ર્વાસ વધી જાય છે. અને હું ખૂબજ સારી રીતે પ્રસ્તુતિ કરી શકું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.