Abtak Media Google News

મહાનગરપાલિકાની ફાયર એન્ડ સેફટી શાખાનું આયોજન: સ્ટાફને ફાયર સેફટીની ટ્રેનિંગ પણ અપાઈ

અબતક,રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા છેલ્લા બે દિવસમાં મનપાના સ્ટાફને ફાયર સેફ્ટી ટ્રેનિંગ અને વિવિધ હોસ્પિટલો જેવી કે પારીતોષ હોસ્પિટલ, જયંત કે.જી. રોડ, તથા પંડ્યા હોસ્પિટલ, ચૌધરી હાઈસ્કૂલ પાસે, તથા સિનર્જી હોસ્પિટલ, 150 ફૂટ રિંગ રોડ, તથા જી.ટી. શેઠ હોસ્પિટલ, જામ ટાવર પાસે અને પદ્મકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. સાથોસાથ હોસ્પિટલોનાં સ્ટાફને પણ ફાયર સેફ્ટી ટ્રેનિંગ આપવામાં આવેલ હતી.

તાજેતરના ભૂતકાળમાં જોવા મળેલા અનુભવ મુજબ પાવર ક્ધઝમ્પશન વધુ થવાને કારણે શોર્ટ સર્કિટ થતા આગના બનાવો બન્યા હતાં. ઇલેક્ટ્રિક પ્લગમાં થ્રી પિન લગાવી વધુ વિજળીનો ઉપયોગ કરવાથી પ્લગની ક્ષમતા કરતા વધુ પાવર ખેંચાવાથી પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેતી હોઈ આવી બાબતો ટાળવા ઉપરાંત નિયમિતરીતે ઇલેક્ટ્રિક વાયરિંગ નેટવર્કનું સમયાંતરે ચેકિંગ કરાવતા રહેવા પણ હોસ્પિટલોને સમજણ આપવામાં આવી હતી.

ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન ચારેય હોસ્પિટલોમાં કુલ મળીને આશરે 100 જેટલા કર્મચારીઓને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરો અમિત દવે, શ્રી યોગેશ જાની, શૈલેશ નડીયાપરા અને અશોકસિંહ ઝાલા અને ફાયર મેન સહિતના સ્ટાફ દ્વારા આગ બુઝાવવા માટેનાં બાટલા (ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર) નો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.