Abtak Media Google News

શ્રમ વગરનું બેઠાડુ જીવન, જંકફુડ, સતત માનસિક તણાવ વગેરે સમસ્યાઓના કારણે ગુજરાતીઓમાં મેદસ્વીતા મહાકાય સમસ્યા બની ગઈ છે ત્યારે ઓબેસીટીના ઓપરેશન, આયુર્વેદીક સારવાર, યોગ પ્રાણાયામ અને જીમ દ્વારા ઓબેસીટીથી છૂટકારો મેળવી શકાય છે

આજની મોર્ડન લાઈફ સ્ટાઈલના કારણે ઘણી બધી સમસ્યા ઉદભવતી હોય છે. આથી જ એક સમસ્યા એટલે મેદસ્વીતાપણુ અનેક વીધ લોકો મેદસ્વીતાથી પીડાય છે. અને આ સમસ્યા આજના દિવસોમાં અભિશ્રામ‚પ સાબિત થઈ રહી છે. મેદસ્વીતા એટલે સ્થુળતા માનવામાં આવે છે. જે એક ગંભીર પ્રકારની બિમારી ગણી શકાય છે. સામાન્ય વજન કરતા લોકોનું વજન ૧૫ થી ૨૦ % વધી જાય તે વ્યકિત મેદસ્વીતાપણાની કક્ષામાં આવી જાય છે. ભારતીય લોકોની વાત કરીએતો લગભગ ૩ કરોડ જેટલા લોકો મેદસ્વીતાથી પીડાય રહ્યા છે. ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો પૂ‚ષો ૩ થી ૪ ટકા અને મહિલા ૧૩ થી ૧૪ ટકાના પ્રમાણમાં મેદસ્વીતા જોવા મળે છે. તેવી જ રીતે બાળકોમાં સ્થુળતાનું પ્રમાણ ૧૫ થી ૧૬ ટકા જોવા મળે છે.

Advertisement

આ સમસ્યાથી બચવા માટે લોકો ભુખ્ય રહેતા હોય છે કોઈ પણ વ્યકિતના માર્ગદર્શન વગર ગમે તે રીતે વજન ઉતારવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે મેદસ્વીતાના રોગથી કેવી રીતે બચવું તે અંગે તબીબો, યોગ નિષ્ણાંતો અને જીમ ટ્રેનરોના મત મુજબ વિવિધ પ્રકારની પરેજી, મેડીકલ સારવાર, યોગાસનો કરવાથી તથા શરીરના ફીટનેસ માટે સતત જાગૃત રહેવાથી ઓબેસીટીની સમસ્યાથી છૂટકારો મેળવીને સ્વસ્થ અને નિરોગી શરીર રાખી શકાય છે.

એલોપેથી સારવાર પધ્ધતિમાં ઓબેસીટીના ઓપરેશન કરીને વધારાની ચરબી દૂર કરી દેવામા આવે છે. તેમાં પણ રોબોટીકસ સર્જરી દ્વારા વધારાની ચરબી કાઢવાની સાથે જઠ્ઠરને સીવી લઈને નાનુ કરી દેવામાં આવે છે. જેનાથી ઓબેસીટીની સમસ્યા પર કાબુ મેળવવામા આવે છે. આયુર્વેદ સારવારમાં વધારાની ચરબી દૂર કરવાની વિવિધ દવાઓ ઉપલબ્ધ છે. યોગ અને પ્રાણાયામના વિવિધ આસનો દ્વારા પણ ચરબી દૂર કરી કાય છે. તેવી જ રીતે જીમમાં જઈને વિવિધ વર્ક આઉટો કરીને મેદસ્વીતાથી છૂટકારો પ્રાપ્ત કરી કાય છે.

 

જીવન શૈલી અને ડાયેટના લીધે મેદસ્વીતા જોવા મળે છે ડો. યોગેશ મહેતા

Modern Obesity 'Obesity' Problem In Modern Times
Modern obesity ‘obesity’ problem in modern times

અબતક સાથેની વાતચીત દરમ્યાન ડો. યોગેશ મહેતાએ જણાવ્યું હતુ કે મેદસ્વીતા એ ઘણી જૂની સમસ્યા છે તે વ્યકિતની જીવન શૈલી અને ડાયેટના લીધે જોવા મળે છે.

ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી શારીરીક શ્રમ ઘટતો ગયો છે. જેથી કેલેરીવાળુ ભોજન આરોગવાથી તે વધારાની કેલેરી માનવ શરીરમાં જમા થતી જોવા મળે છે. પહેલાના સમયમાં લોકો શારીરીક શ્રમ કરી પોતાની વધારાની ચરબીને ઓગાળી નાખતા હતા. પરંતુ તે હાલના સમયમાં શકય બનતુ નથી. બાળકોમાં જંક ફૂડનું પ્રમાણ વધતુ હોવાથી મેદસ્વીતા જોવા મળે છે. વધુમાં ડો. મહેતાએ ઉમેર્યુ હતુ કે પેટની ચરબી દૂર કરવા માટે લોકો વ્યાયમ અને જોગીંગનો સહારો લેતા હોય છે. પરંતુ લોકો તે નિયમિત કરતા ન હોવાથી તેઓની સમસ્યા વારંવાર ઉદભવતી હોય છે. જો વ્યાયામ નિયમિત પણે અને તકેદારીથી કરવામાં આવે તો મેદસ્વીતા સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

મેંદસ્વીતાને દૂર કરવામાં આયુર્વેદ અસરકારક ડો.શિતલ રૂપારેલીયા

Modern Obesity 'Obesity' Problem In Modern Times
Modern obesity ‘obesity’ problem in modern times

અબતક સાથેની વાતચીતમાં આયુર્વેદ નિષ્ણાંત ડો. શિતલ રૂપારેલીયા જણાવ્યું હતુ કે લોકોની લાઈફ સ્ટાઈલ નિયમિત અંતરે બદલાતી હોય છે. ત્યારે આજે લોકોમા જંકફૂડ તેમજ ફાસ્ટફૂડનું પ્રમાણ વધતુ જોવા મળે છે. પહેલાના સમયમાં લોકો ઘર જમતા અને મહિનામાં એક જ વખત બહાર જમતા ત્યારે આજના સમયમાં બહાર જમવું એ ટ્રેન્ડ બની ગયો છે. મેદસ્વીતાનું પ્રમાણ પૂરૂષો ખૂબજ વધુ જોવા મળે છે. જયારે મેદસ્વિતાને લઈ સ્ત્રીઓ વિશે વાત કરવામાં આવે તો તેઓમાં હોર્મોન્સનું પ્રમાણ વધતુ હોય છે. તો બીજી તરફ ઘટતુ જોવા મળે છે. જેના લીધે હોર્મોન્સની અનિયમિત રહેતુ હોય છે. તેથી સ્ત્રીઓમાં મેદસ્વીતાનું પ્રમાણ વધુને વધુ જોવા મળે છે. વાત જયારે બાળકોની કરવામાં આવે તો બાળકના માતા પિતાની લાઈફ સ્ટાઈલ ઉપર વધુ અસરકારક હોય છે. ત્યારે લોકોએ મેદસ્વીતા ઘટાડવા માટે એલોપેથી દવા નહી પરંતુ આયુર્વેદીક દવા લેવી હીતવાહ છે જેની લોકોનાં આરોગ્ય પર કોઈ જ પ્રકારની વિપરીત અસર કરતી નથી.

ઓબેસીટીને નાબુદ કરવામાં જીમ ૧૦૦ ટકા ઉપયોગી: કૂનાલ દુતિયા

Modern Obesity 'Obesity' Problem In Modern Times
Modern obesity ‘obesity’ problem in modern times

ફિટનેશ ફાઈવ જીમના મેનેજર કુનાલ દુતિયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે ઓબેસીટીને દૂર કરવામાં જીમ ૧૦૦ ટકા ઉપયોગી છે. કારણ કે જો લોકો કોઈ પણ ખોરાક આરોગે ત્યારે તેની કેલેરીને બાળવા જીમ ખૂબજ ઉપયોગી બની રહે છે. જીમમાં અલગ અલગ કસરતો અથવા વ્યાયામ કરવાથી કાડીયો કનેસ્થેનીક વગેરે જેવા વર્ક આઉટ અલગ અલગ કરવાથી ઓબેસીટી પર કાબુ પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે જો શરીરને ધ્યાનમાં રાખી વર્ક આઉટ કરવામાં આવે તો તેનો લાભ પુરી રીતે મળી શકે છે. સ્વીમીંગ, રનીંગ, જોગીંગ જેવી કસરતો ખૂબજ સારી રહે છે.જયારે ૧૮ વર્ષ ઉપરનાં લોકો માટે વેઈટલીફટીંગ જેવી કસરત ઉપયોગી સાબીત થાય છે. અનેક વખજ જીમમાં જતા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેઓને મેદસ્વીતા નાબુદ કરવામાં કોઈ જ ફાયદો થયો નથી. પરંતુ મેદસ્વીતા દૂર કરવા માટે નિયમિત સમય પર કરવી જોઈએ જો તે કરવામાં લોકો અસફળ રહે કે પછી મેદસ્વીતાને ગંભીરતાથી ન લે તો તેનો ફાયદો સહેજ પણ થવા પામતો નથી.

મેદસ્વીતાને દૂર કરવા યોગ શ્રેષ્ઠ ઉપાય: આરતી માંડલીયા

Modern Obesity 'Obesity' Problem In Modern Times
Modern obesity ‘obesity’ problem in modern times

પ્રયામ યોગના સંસ્થાપકક આરતી માંડલીયા અબતક સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યુંં હતુ કે વજન ઉતારવા માટે અને મેદસ્વીતા દૂર કરવા માટે કસરત અને યોગ તે શ્રેષ્ઠ ઉપાય છે. લોકોમાં યોગને લઈ જાગૃતીનો અભાવ જોવા મળે છે. નાની ઉંમરના બાળકોથી લઈ વયોવૃધ્ધ લોકો પોતાના ડાયેટને લઈ સહેજ પણ સજાગ હોતા નથી. જો યોગના ફાયદા વિશે વાત કરવામાં આવે તો યોગના શારીરીકની સાથે માનસીક ફાયદા પણ વધુ છે. યોગ કરવાથી લોકોને સહેજ પણ થાકની અનુભૂતિ થતી નથી અને શરીરમાં સ્ફૂર્તિ જોવા મળે છે. વધુમાં આરતીએ ઉમેર્યું હતુ કે લોકોના ખોરાક મસાલેદાર તેમજ તેલવાળા વધુ હોય છે. ચરબીનું પ્રમાણ દિન પ્રતિક વધુ જોવા મળે છે. ચરબી ઘટાડવા નિયમિત ‚પે જો લોકો અમુક કસરતો અને અમુક આસાનો કરે તો વજન ઉતારવામાં ઘણી મદદ થતી હોય છે. આ પ્રકારનાં વ્યકિતઓ માટે સૂર્યનમસ્કાર ખૂબજ ઉપયોગી અને મદદ‚પ છે. મેદસ્વીતા હોવાના કારણે માનવ શરીરમાં અનેકવિધ રોગો પ્રવેશતા હોય છે. અને માનસીક અશાંતિ જોવા મળે છે. ત્યારે મેદસ્વીતાથી પીડાતા લોકોએ નિયમિત ‚પે વિવિધ કસરતો અને આસાનો ઉપયોગ કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.