Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાત સરકારે ગઈકાલે જ ધોરણ 12 અને ધોરણ 10 ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું હતું. ત્યારબાદ સીબીએસઇની ધો.12ની પરીક્ષા રદ થતા હવે વડાપ્રધાન મોદીએ ગુજરાતનું ધોરણ 12નું ટાઈમ ટેબલ વિખી નાખ્યું છે. જો કે સીબીએસઇ નિર્ણય જાહેર કરે તે પહેલાં જ ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા જાહેર કરી દીધી હતી. ત્યારે હવે ગુજરાત બોર્ડ દ્વારા પણ નિર્ણય પાછો ખેંચાયો છે. ગુજરાત બોર્ડ ધોરણ 10ની પરીક્ષા પણ રદ થઈ છે.

સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત થયા બાદ ત્યારે ગુજરાત સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા લેવી કે નહીં એ બાબતે આજે મળેલી  કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે નહીં. જો કે હવે રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારના પગલે ચાલીને ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાએ ખરેખર વિધાર્થીઓને લીલાલહેર કરવી દીધા છે.

ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે ઈઇજઊના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતાં રાજ્ય સરકાર પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા લેશે નહીં એવું ચર્ચાતું જ હતું.

રિપીટર્સ વિદ્યાર્થીએ પાસ કરવાની માગણી કરી છે. આવા વિદ્યાર્થીઓને સરકાર પાસ કરવા માગે છે, પણ કયા ધોરણ કઇ રીતે લાગુ કરવા એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે સરકાર તો ધો.10ના 3.80 લાખ રિપીટર્સ વિદ્યાર્થીને પાસ કરવા માગે છે, પણ પાસ કરવા કઇ રીતે? એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે. ધો. 12ના વિદ્યાર્થીઓનું ઇન્ટર્નલ પરીક્ષાના આધારે મૂલ્યાંકન થશે, ધો.12 સાયન્સના વિદ્યાર્થી માટે મેડિકલ પ્રવેશની નીટ, ઇજનેરી પ્રવેશ માટેની જેઇઇ લેવાશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.