Abtak Media Google News

વિશ્વાસ ફિલ્મસને મળેલ પાંચ ગીતોને કંઠ આપશે,

સમગ્ર ગુજરાતમાં છવાય ગયેલ “વિશ્વાસ ફિલ્મ્સ” ના સફળ નિર્માતા એવા ભગુભાઈ વાળાએ દર્શકોમાં ખુબ જ આકર્ષણ ઉભું કર્યાની સાથે સાથે કલા જગતની પ્રતિભાઓમાં પણ અનેરા ઉત્સાહ સાથે વિશ્વાસનું નિર્માણ કરવામાં અગ્રેસર રહ્યા છે ત્યારે તેમની ટીમને તન-મનથી સહયોગી ગીતકારો-લેખકો તરફથી દર્શકોની તાસીરને અનુરૂપ સુંદરગીતો અને સામાજિક સ્ટોરીઓ ભેટ સ્વરૂપે મળી રહેલ છે અને તેમને યોગ્ય ન્યાય આપવામાં સદૈવ તત્પર રહેતી “વિશ્વાસ ફિલ્મ્સ”એ ખુબ જ લોકપ્રિયતા હાંસલ કરેલ છે.

તાજેતરમાં શિક્ષક માંથી સફળ ગીતકાર બની ચૂકેલા સુરેશભાઈ વાળા તરફથી પાંચ સુંદર ગીતો “વિશ્વાસ ફિલ્મ્સ” ને ભેટ સ્વરૂપે મળેલ છે. તેની જાણ કોલેજની પ્રોફેસર અને કચ્છ ની કોયલ તરીકે ઉભરી આવેલ લોક ગાયિકા એવી જ્યોતિકા આહીરને થતા તેઓએ પણ પોતાનો કલાપ્રેમ વ્યક્ત કરતા નિર્માતા ભગુભાઈ વાળા તથા પ્રોજેક્ટ મેનેજર અને ડાયરેક્ટર એવી અભિનેત્રી ધારા પટેલને ટેલિફોનિક અભિનંદન પાઠવી ભેટ સ્વરૂપે મળેલ આ પાંચ સુંદર ગીતોને પોતાનો કંઠ નિ:શુલ્ક રૂપે આપવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાતને “વિશ્વાસ ફિલ્મ્સ” ની પ્રોજેક્ટ મેનેજર અને ડાયરેક્ટર એવી અભિનેત્રી ધારા પટેલ વધાવી ગાયિકા જ્યોતિકા આહીરને અભિનંદન પાઠવી હાર્દિક શુભકામના પાઠવી અભિનય ક્ષેત્રે પણ પોતાની આગવી કલા પ્રગટ કરવા જણાવી આગામી આલબમ  સોંગ “અધૂરો પ્રેમ” માં અભિનય આપવાની તક પુરી પાડી સત્વરે રેકોર્ડિંગ-શૂટિંગની કામગીરી કરવા ટીમને આદેશ કરેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.