Abtak Media Google News

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિરાકરણ અને તાપમાનમાં ૨ ડીગ્રીના ઘટાડાના ધ્યેય સાથે ૨૭ રાજયોને ગ્રાન્ટ ફાળવવાના નિર્ણયને કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી

સતત વિકસતા જતા આપણા દેશ ભારતમાં વિકાસની આડઅસરરૂપે વિવિધ પ્રદુષણની સમસ્યા વિકરાળ બની રહી છે. પ્રદુષણની આ સમસ્યાનું નિરાકરણ વૃક્ષારોપણ અને વનીકરણ દ્વારા આવતુ હોય મોદી સરકારે દેશને ‘હરિયાળુ’ બનાવવા ૪૭ હજાર કરોડ રૂા. ફાળવણી કરવાનો નિર્ણય છે. આ નિર્ણય મુજબ દેશના ઓરિસ્સા, છતીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર સહિતના ૨૭ રાજયોને આ રકમ ફાળવીને આ રાજયોમાં વનીકરણ સઘન બનાવીને હરિયાળુબનાવવા આયોજન ઘડી કાઢવામાં આવશે.

વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના ઉકેલ માટે ગ્રીનગેસ ઉત્સર્જન અને વાયુ પ્રદુષણને અટકાવવા માટે ગ્લોબલ વોર્મિંગ વિષય પર ફ્રાંસમાં તાજેતરમાં કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્લોબલ વોર્મિંગને કાબુમાં રાખવાના પ્રયાસો માટે વૈકિલ્પક ઉર્જાનો વપરાશ અને જંગલો હરિયાળી ઉભી કરી દરેક દેશને પોતાના પર્યાવરણમાંથી બે ડીગ્રી તાપમાન ઘટાડવાના પગલાની હિમાયત કરી હતી નરેન્દ્ર મોદીના આ સુચનને વિશ્ર્વએ સ્વીકાર્યું છે. ત્યારે ભારતમાં પણ હરિયાળીના વિસ્તાર વધારવા કેન્દ્ર સરકારે ૨૭ રાજયોને ૪૭૦૦૦ કરોડ રૂપીયાની ફાળવણી કરી છે.

દેશમાં જંગલો અને હરીયાળીનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકારે અંદાજ પત્રમાં જ પૂર્ણ નાણાકીય વર્ષમાંની કરેલી હિમાયતના અમલના ભાગ રૂપે ગઈકાલે કેન્દ્ર સરકારે હરીયાળી વધારવા માટે ૪૭૦૦૦ કરોડની મહાકાઈ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણયને અમલને લીલીઝંડી આપી હતી. ગઈકાલે કેન્દ્ર સરકાર કરેલી આ જાહેરાતમાં ૨૭ રાજયો માટે ૪૭ હજાર કરોડની રકમ ફાળવશે જેમાં ઓરીસ્સા, છતીસગઢ, મધ્યપ્રદેશ, જારખંડ અને મહારાષ્ટ્રને આ ગ્રાન્ટમાંથી અડધાથી વધુ હિસ્સો માંગ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જંગલની જમીનના હેતુ ફેર અને ઔદ્યોગીક અને ખનીજ ઉત્પાદન માટે જંગલની જમીનો ઉપયોગ કરનાર ઉદ્યોગો અને સંસ્થાઓ પાસેથી મેળવેલા ૫૫ કરોડ રૂપીયાનું ભંડોળ સામાજીક વનીકરણ માટે વાપરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકાર આ ભંડોળમાંથી વન વિસ્તારની વૃધ્ધિ વન વિસ્તારમાં અગ્નિશમન, રોગચાળાનું નિયંત્રણ અને ભૂમિ અને વાતાવરણમાં ભેજના સંવર્ધન અને વન્ય જીવનના સંરક્ષણ સહિતની ૨૪ જેટલી પ્રવૃત્તિઓમાં આ પૈસા વાપરી શકશે.

૨૦૦૧માં સુપ્રિમ કોર્ટે જંગલનાં હેતુ ફેર માટેની ઉપેજમાં વેલી રકમ સામાજીક વનીકરણમાં જ વાપરવાનો આગ્રહ રાખ્યો હતો. નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીર સિવાયના ૨૭ રાજયોને આ રકમ ફાળવવામાં આવશે. પેરિસ કલાઈમેન્ટ ચેન્જ મુસદ્દામાં ભારતે ૨.૫ થી ૩ બિલિયન ટન કાર્બનના ઉત્સર્જીન પર ૨૦૩૦ સુધીમાં નિયંત્રણ લાવવાનો વિશ્ર્વને વાયદો આપ્યો છે. સરકારે ગઈકાલે દેશના ૨૭ રાજયોમાટે ૪૭ હજાર કરોડ રૂપીયાની ફાળવણી કરી આ રાજયોમાં સામાજીક વનીકરણ અને હરિયાળી વધારવા કમર કસી છે. સુપ્રિમકોર્ટના દિશાનિર્દેશ બાદ ૫૪૬૮૫ કરોડ રૂપીયા જંગલની જમીનના હેતુફેરનાં સરચાર્જ તરીકે ઉભા કરવાનું આયોજન કરાયું છે.

કેન્દ્રીય પર્યાવરણ સમિતિના સચીવ સી.કે. મિશ્રાએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ રાજયોને ફાળવેલી ૪૭૪૩૬ કરોડ રૂપીયાની ગ્રાન્ટમાંથી ૨૭ રાજયોમાં નવા વૃક્ષોનું વાવેતર, જંગલના કુદરતી વિસ્તારનું વાવેતર, જંગલમાં અગ્નિશમન, વન્ય જીવન સરક્ષણ અને જંગલના બ્રાહ્ય વિસ્તારમાં નૈર્સિંગ વાતાવરણ જાળવી રાખવા માટે ૨૪ પ્રવૃત્તિઓ માટે આ રકમ વાપરવામાં આવશે જોકે ઓરિસ્સા, છતીસગઢ, મધ્યપ્રદેશની ઝારખંડની સાથે સાથે મહારાષ્ટ્રએ આ ગ્રાન્ટમાંથી અડધો અડધ હિસ્સો માંગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.