Abtak Media Google News

યોગ એટલે શરીરને અસંભવ લાગનારી મુદ્રાઓમાં વાળવાથી કંઈક વિશેષ છે. તેનાથી મગજ અને શરીરનું સંગમ થાય છે. જેથી માનસિક અને શારિરીક કસરતથી અકલ્પિત સ્વાસ્થ્ય લાભ થાય છે. હાઈ બ્લડપ્રેશરનું સામાન્ય થવું, તણાવમાં રાહત, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ જેવા રોગોમાં સકારાત્મક પરિણામોને કારણે યોગ આજે યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળી છે. રોજ યોગ કરવાથી શરીર સુંદર, સુડોળ અને નિરોગી રહે છે. યોગ કરવાથી મનને અપાર શાંતિની અનુભૂતિ થાય છે.

તમે વિચારી પણ નહીં શકો કે યોગ કરવાથી તમને કેવા દુર્લભ સ્વાસ્થ્ય ફાયદા થઈ શકે છે. શરીર અને મનને તરોતાજા રાખવા માટે, શરીરની નષ્ટ થયેલી ઊર્જા અને શક્તિની પૂર્તિ કરવા માટે અને આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ પણ યોગાસન અતિમહત્વપૂર્ણ છે. તો ચાલો આજે તમને જાણી લો યોગ કઈ રીતે દૂર કરે છે રોગ.

સ્વસ્થ હૃદય :

એવા વિવિધ આસન જેનાથી તમે થોડા સમય માટે શ્વાસ રોકી શકો છો, તે તમારા હૃદય અને ધમનીઓને સ્વસ્થ રાખે છે. યોગ એ લોહીના પરિભ્રમણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનાથી લોહી ઘટ્ટ નથી થતું અને હૃદય હમેશા સ્વસ્થ રહે છે.

દુઃખાવામાં આપે છે કાયમી રાહત :

યોગ કરવાથી શરીરમાં લચીલાપણું અને શક્તિ વધે છે જેથી શરીરમાં થતાં દુખાવા, કમરનો દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. નિષ્ણાંતો મુજબ જે લોકો બેસીને કાર્ય કરે છે અથવા તો લાંબા સમય સુધી ડ્રાઈવિંગ કરે છે તેમને નિયમિત રીતે યોગ કરવો જોઈએ કારણ તે યોગથી કરોડરજ્જુમાં દબાણ અને જકળાઈ જવાથી રાહત મળે છે. આ સાથે જ તમારા શરીરના બંધારણને સુધારે છે જેથી ખરાબ મુદ્રાને કારણે દુખાવાથી બચી શકાય છે.

મનની શાંતિ :

યોગના એવા આસનો જેમાં સંપૂર્ણ રીતે શ્વાસ લેવો અને સંતુલનવાળા આસનો પર કેન્દ્રિત થવાને કારણે મગજ શાંત રહે છે અને શરીરમાં પણ સંતુલન અને નિયંત્રણ જળવાય છે. જેથી યોગમાં આપણે મગજના બન્ને ભાગનો પ્રયોગ કરીએ છીએ જેથી આંતરિક પરિભ્રમણ સારું થાય છે જે કદાચ આપણે રોજિંદા કાર્યોથી હાંસલ કરી શકતા નથી. યોગ કરવાથી આપણે આપણા મગજના વિચાર અને સૃજનાત્મકતાવાળા ભાગમાં સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ. જેથી રોજ યોગ કરવાથી મનને અપાર શાંતિનો અનુભવ થાય છે.

સંપૂર્ણ સ્વાસ્થની પ્રાપ્તિ :

સારું સ્વાસ્થ્ય માત્ર બીમારીઓથી દૂર રહેવું એ જ નથી પરંતુ પોતાના મન અને લાગણીઓની વચ્ચે સંતુલન સ્થાપિત કરવું છે. નિયમિત યોગ કરવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે, યોગ કરવાથી ન માત્ર બીમારીઓ દૂર થાય છે પરંતુ આ તમને ગતિશીલ, ખુશ અને ઉત્સાહી પણ બનાવે છે. જેથી યોગ નિયમિત કરવો જ જોઈએ.

લોહીનું પરિભ્રમણ :

વિવિધ યોગ મુદ્રાઓ અને શ્વાસ ક્રિયાઓના સમન્વયને કારણે યોગથી શરીરમાં ખૂબ જ સારી રીતે લોહીનું પરિભ્રમણ થાય છે. જો શરીરમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થાય તો શરીરને સરખી રીતે ઓક્સીજન અને પોષક તત્વો મળી રહે છે. જેના કારણે ત્વચા અને આંતરિક અંગો સ્વસ્થ રહે છે.

સ્થૂળતા માટે યોગ : 

સૌથી પહેલાં અમે તમને જણાવીએ કે યોગથી સપાટ પેટ કેવી રીતે મેળવી શકો તે પહેલાં તમારે આ વાત જાણવી જરૂરી છે કે માત્ર કોઈ એક કસરતથી આ સંભવ નથી. જેથી જો તમને કોઈ એક યોગ કે કસરત દ્વારા પેટ સપાટ કરવાનું કહે છે તો તમારે કોઈ યોગ્ય યોગ ચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. કારણ કે યોગ એવો હથિયાર છે જે શરીર પરની હઠીલી ચરબીને દૂર કરે છે. તો યોગ કરશો તો તમે સ્થૂળતા અને શરીરના કેટલાક ભાગો પર વધતી ચરબીથી બચી શકો છો.

સારા શ્વાસ માટે : 

યોગની વિવિધ ઊંડા અને મંદ શ્વાસની પ્રક્રિયાઓને કારણે ફેફસા અને પેટની ક્ષમતા વધે છે. યોગ નિયમિત કરવાથી દૈનિક કાર્યક્ષમતા અને સહનશક્તિમાં વધારો થાય છે. ઊંડા શ્વાસ લેવાથી વિવિધ પ્રકારના ભૌતિક અને માનસિક તાણમાંથી મુક્તિ મળે છે.

સંતુલન વધે છે :

ખરાબ શારીરિક મુદ્રાથી વૃદ્ધાવસ્થાની સાથે સંતુલન બગડવાની સંભાવના રહે છે. એવું આપણી વ્યસ્ત જીવનશૈલીમાં ઓછું કે જરા પણ કામ ન કરવાને કારણે થાય છે. જેના કારણે પડી જવું કે વાગી જવું, હાડકા ટૂટી જવા, પીઠ સંબંધી સમસ્યાઓ અને અન્ય વિકારો થાય છે. યોગથી ગુમાવેલા સંતુલન અને નિયંત્રણને ફરી પામી શકાય છે. યોગ કરવાથી તમારી સંતુલન ઈન્દ્રિય પ્રબળ બને છે. જેથી શક્તિ અને લચીલાપણું પ્રાપ્ત થાય છે. જેથી મગજ તેજ ચાલે છે અને તમે તમારી પ્રતિક્રિયાઓને સારી રીતે નિયંત્રિત કરી શકવામાં સક્ષમ બનો છો.

તણાવને દૂર કરે છે : 

નિયમિત યોગ કરવાથી તણાવની સમસ્યા ક્યારેય થતી નથી. ભાગદોડવાળી દિનચર્યા બાદ યોગ કરવાથી આખા દિવસનો થાક, તાણ બધુ ભાગી જાય છે. એવું નથી કે માત્ર યોગથી પણ કોઈપણ પ્રકારની કસરતથી પણ આવું સંભવ છે. પરંતુ યોગ એ બેસ્ટ ઉપાય છે. યોગ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી અને સટીક શ્વાસ પ્રક્રિયાને અપનાવવામાં આવે તો તણાવથી મુક્તિ મળે છે.

ગર્ભાવસ્થામાં યોગ :

જો તમે ગર્ભવતી છો અને સ્વસ્થ રહેવા માગો છો તો નિયમિત રીતે યોગ અવશ્ય કરો. આ દરમિયાન યોગ કરવાથી તમારું શરીર મજબૂત બનશે. રોજ યોગ કરવાથી થાક દૂર થશે, તણાવ ઘટશે, સ્નાયુઓમાં ખેંચાણ અને લચીલાપણું આવશે અને લોહીનું પરિભ્રમણ, પાચન, શ્વસન અને સ્નાયુ તંત્ર પર નિયંત્રણ જેવા આંતરિક લાભ પણ થશે. જો ગર્ભવતી સ્ત્રીઓ યોગ કરે તો તેમને ઉંઘ ન આવવી, કમરનો દુખાવો, પગમાં ખેંચાણ અને અપચા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. પરંતુ કોઈ કોઈ ચિકિત્સકની સલાહ મુજબ યોગ કરવું હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.