Abtak Media Google News

કિલોએ દોઢથી બે રુપિયાનો વધારો આપી ખેડૂતોની મશ્કરી કરી

કેન્દ્ર સરકારે મગફળી, કપાસ, સોયાબીન, બાજરી અને જુવાર સહિતના ખરીફ પાકના ટેકાના ભાવમાં નગણ્ય વધારો કરીને ખેડૂતોની મશ્કરી કરી છે તેમ જણાવી ગુજરાત પ્રદેશ કોગ્રેંસના અગ્રણી અને સામાજીક અગ્રણી ડો.દિનેશ ચોવટિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રની સરકારે ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને લોલીપોપ આપી છે. પરંતુ ખેડૂતો હવે સરકારને બરાબર ઓળખી ગયા છે અને તેની કોઇ જાળમાં ફસાશે નહીં.

ડો.દિનેશ ચોવટિયાએ કહ્યું છે કે ખેડૂતો લાંબા સમયથી ન્યાયી સમર્થન મૂલ્યની માંગણી કરી રહ્યાં હતાં. પરંતુ હમેશા વોટબેંકને જ નજરમાં રાખતી મોદી સરકારે કોઇ ધ્યાન આપ્યુ ન હતું અને હવે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી નજીક દેખાણી એટલે ટેકાના ભાવ વધારી ખેડૂતોને ભરમાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે સરકારે જે મામુલી ભાવ વધારો આપ્યો છે તેનાથી મોટો વર્ગ નારાજ થયો છે. સરકારે કિલોએ માત્ર દોઢથી બે રુપિયાનો વધારો જાહેર કરી ખેડૂતોની મશ્કરી કરી છે. કેન્દ્ર સરકારે આ ટેકાના ભાવ વધવાથી તિજોરી ઉપર ૧૫,૦૦૦ કરોડ રુપિયાનો બોજો વધશે તેવું કહ્યું છે પણ ખેડૂતોને બરાબર યાદ છે કે યુ.પી.એ.ની સરકાર સમયે વડાપ્રધાન ડો.મનમોહનસિંહે ખેડૂતોના ૭૫ હજાર કરોડનું દેવું માફ કરી દીધું હતું. વાસ્તવમાં ડો. મનમોહનસિંહની સરકાર ખેડૂતોની વેદના સમજતી હતી જ્યારે વર્તમાન ભાજપની સરકાર સંવેદનહીન છે.

ડો. ચોવટિયાએ એમ પણ કહ્યું છે કે સરકારે ખેત પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ નવી ફોર્મ્યુલા બનાવવાનો ઇરાદો જાહેર કર્યો છે પણ આવા પગલાંથી લોકોના ઘરનું બજેટ વિખાઇ જશે અને મોંઘવારી ભડકશે.

ડો.ચોવટિયાએ એમ પણ કહ્યું છે કે સરકારે ખેત પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ માટે નવી ફોર્મ્યુલા બનાવવાનો ઇરાદો જાહેર કર્યો છે પણ આવા પગલાંથી લોકોના ઘરનું બજેટ વિખાઇ જશે અને મોંઘવારી ભડકશે.

ડો. ચોવટિયાએ એમ પણ કહ્યું છે સરકારે ખેડૂતો માટે નિર્ણય લેતા પહેલાં ૨૦૧૯ની ચુંટણી ધ્યાનમાં રાખી છે. સરકાર ખેડૂતોના મનમાં એવુ ઠસાવવા માંગે છે તેની આવક બમણી થવાની છે. પણ વાસ્તવિકતા જોજનો દૂર છે. આજે દેશના અનેક રાજ્યામાં ખેડૂતોની હાલત ઘણી ખરાબ છે અને જગતનો તાત આપઘાત કરવા માટે મજબૂર બની રહ્યો છે.

ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની મશ્કરી કરવામાં આવે એનાથી મોટી શરમજનક કઇ બાબત હોઇ શકે તેમ જણાવી ડો.દિનેશ ચોવટિયાએ ખેડૂતો સાથે રાજરમત બંધ કરવી જોઇએ તેવી માંગણી પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.