Abtak Media Google News

વડાપ્રધાનના વિકાસ અભિગમ અને ગરીબ અને આદિવાસીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસોથી પૂર્વમાં ભાજપ વધુ મજબૂત બન્યું

ભારતના અર્થતંત્રને પાંચ અમેરિકન ડોલરનું કદ આપવાની સાથે સાથે આર્થિક મહાસત્તા તરફ લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદને હવે દેશના તમામ રાજ્યો અને તમામ લોકો વિકાસ વાદના હિમાયતી બન્યા છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2024માં ભાજપના મુકાબ લે કોઈ નહીં હોય  આજે ગૃહ મંત્રી અમિતભાઈ શાહે એક ઇન્ટરવ્યૂમાં ખાસ કરીને પૂર્વતર રાજ્યમાં ભાજપના વધી રહેલા સમર્થન અને પૂર્વતર રાજ્યોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના અભિયાનને સંપૂર્ણપણે સાર્થક ગણાવી વિશ્વાસ વ્યક્તિ કર્યો હતો કે માત્ર ઉત્તર પૂર્વમાં જ નહીં 2024માં ભાજપના મુકાબ લે કોઈ નહીં આવે ત્રિપુરા મા ભાજપનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ છે

Advertisement

ઉત્તર પૂર્વ રાજ્યોમાં અત્યાર સુધી કોઈએ પરિસ્થિતિ બદલવા નો પર્યાસ જ કર્યો નહોતો અમિત સાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપૂર્વ અને શેષ ભારતના લોકો વચ્ચેની મનની ખાય પુરવા નું અસરકારક કામ કર્યું છ, અમિત શાહ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ભાજપના વિકાસવાદ થી માત્ર માત્ર ઉત્તર પૂર્વ રાજ્યો નહીં સમગ્ર ભારતના તમામ રાજ્યોને સંતોષ ચરક રીતે વિકાસની અનુભૂતિ થઈ રહી છે પૂર્વ તરફ રાજ્યોમાં અત્યાર સુધી હિંસા અને ભયનો માહોલ હતો તેના બદલે ભાજપ એ લોકોને વિકાસની અનુભૂતિ કરાવી છે અત્યારે ત્રિપુરાને સમૃદ્ધ બનાવવાનો સમય ચાલી રહ્યો છે સમગ્ર ઉત્તર પૂર્વ ને બદલવાના પ્રયાસો સફળ થયા છે શાંતિ અને અહિંસા વાતાવરણમાં યુવાનોને બંદૂકના બદલે કામ આપવામાં સફળતા મળી છે

અમિત શાહ એ જણાવ્યું હતું કે અત્યાર સુધી પૂર્વતર રાજ્યોમાં સ્થાનિક ઓળખના નામે લોકોને ડરાવવામાં આવતા હતા પરંતુ ભાજપે પૂર્વ તરફ રાજ્યોની ઓળખને વધુ અદભુત બનાવી છે આજે દેશના તમામ રાજ્યોમાં યોજાતા રમત મહોત્સવમાં પૂર્વતર રાજ્યોના ખેલાડીઓને મહાન સન્માન આપવામાં આવી રહે છે ભાજપે જનજાતિ અને ખાસ કરીને ગરીબોના વિકાસ માટે જે કામ કર્યું છે તેનાથી આદિવાસી સમાજ અને સમાજના પછાત વર્ગને પોતિકા પળાનો અહેસાસ થાય છે કોંગ્રેસે અત્યાર સુધી જે કામ નથી કર્યું તે ભાજપ સારી રીતે સંતોષજનક રીતે કરી રહ્યું છે

અમિતભાઈ શાહે રાજકારણમાં પરિવાર વાત અંગે પોતાનો પ્રતિભાવ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ભાજપ પરિવારવાદમાં માનતો નથી હા યોગ્ય પ્રતિભાશાળી યુવાઓને નેતૃત્વ આપવામાં ક્યારેય પાછી પાની કરતો નથી આદિવાસી ઉત્કર્ષમાં અત્યાર સુધી રાજકીય પક્ષોએ વાતો કરી ભાજપે આદિવાસીઓને ગલે લગાડી પ્રથમ વખત રાષ્ટ્ર ભાવનાની અભિભૂતિ કરાવી આઝાદી બાદ પહેલી વખત રાષ્ટ્રપતિ પદ અને વિશ્વામુંડા જયંતિની ઉજવણીથી લઈ 1857 થી આજ દિન સુધી સ્વતંત્ર સંગ્રામમાં બલિદાન આપનાર આદિવાસી શહીદોને સન્માન દેશભરમાં એકલવ્ય સ્કૂલોમાં વધારો કોંગ્રેસે અત્યાર સુધી જે નક્કી કર્યું તે ભાજપ પોતાની રાષ્ટ્રભાવના સમજીને કરી રહી છે

અદાણી અંગેના આક્ષેપોનો જવાબ આપતા વિપક્ષને સામો સવાલ કર્યો હતો કે આક્ષેપો કરનારા કોર્ટમાં કેમ જતા નથી તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે અને તે માત્ર પૂર્વ તરફ જ નહીં સમગ્ર દેશના ખૂણે ખૂણે સર્વસ્વીપૂજક બનતું જાય છે 2024 માં ભાજપના મુકાબ લે કોઈ નહીં હોય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.