Abtak Media Google News

પોલીસ કમિશનર અગ્રવાલના હસ્તે થશે કાર્યક્રમનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રવારા મેયર બંગલા સામે રેસકોર્ષ રીંગરોડ ઉપર  મોદી સંકલ્પો અમલીકરણ આહવાન યજ્ઞનું આયોજન હાથ ધરાયું છે.કોરોના સમયમાં નિયમોમાં ચુસ્ત પાલન સાથે આ સેવા કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમનો પ્રારંભ શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલના હસ્તે થશે.

આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૭૦મો જન્મદિવસ મોદી સંકલ્પો અમલીકરણ, સ્વાયત, સ્વનિર્ભર  ભારત, સ્વચ્છ ભારત, તમાકુ મુક્ત ભારતના સર્વાંગી અમલીકરણ માટે આમ જનતાને જાગૃત કરી આહવાન યજ્ઞમા જોડાવાના લેખીત સોગંદનામા લેવાશે. કોરોના યુઘ્ધમા માનવજિંદગી બચાવવા ટેસ્ટ ઇઝ બેસ્ટ, છ ગજ દૂરી, ફરજિયાત માસ્ક જિંદગી બચાવ દોરી, સલામતી માટે ઘર સલામત, સૌનો સાથ સૌૈનો વિકાસના સુત્રો શહેરની આમ જનતાના હૈયા સ્થાપિત કરવાના ઉમદા હેતુથી તા.૧૭ના વ્હેલી સવારના ૬:૩૦ કલાકથી રેષકોર્સ રીંગરોડ, મેયરના બંગલા સામે મોદીજી લાંબુ જીવો-દેશને આબાદ કરવા જીવો પ્રસંગની ઉજવણી માટે રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો છે. કાર્યક્રમમાં કોરોના સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરવામા આવનાર છે.

કાર્યક્રમના પ્રયોજકો રમાબેન માવાણી (માજી સાંસદ) મો.નં.૭૦૧૬૧૩૧૮૭૨, રામજીભાઇ માવાણી મો નં ૯૪૨૬૨૦૧૬૧૧, મનોજભાઇ પટેલ, દિપાબેન કોરાટ, મનોજભાઇ કોટડીયા, દિલીપકુમાર જૈના, સાજીદભાઇ ખેતાણી દ્વારા આમ જનતાને આ કાર્યક્રમમાં સહયોગી બનવા અપીલ કરવામા આવી છે.

કાર્યક્રમ સ્થળે આમ જનતાને તુલસીના રોપા, ચકલીના માળા, કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામા આવશે. એન-૯૫ માસ્ક માત્ર ૩૦ની કિંમતે વેચાણ કરવામા આવશે.

કાર્યક્રમમા જોડાવા, સહયોગી થવા અને લોકોને વિતરણ માટે વસ્તુઓ મુકવા માંગતા નાગરિકોને ઉપર જણાવેલ નંબર પર સંપર્ક કરવા માજી સાંસદ રમાબેન માવાણીની યાદીમા જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.