Abtak Media Google News

રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ એસો. દ્વારા યોજાયેલ શિક્ષક શીબીરમાં સ્ટુડન્ટસના ગાઇડીંગ લાઇટ બનનાર હજારો શિક્ષકો ટીચર ટોચ છે. ટોર્ચર નહી એ વિષય પર રાષ્ટ્ર સંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના મુખેથી સફળ શિક્ષક બનવાના સોનેરી સુત્રો પામ્યા હતા.

રાષ્ટ્રસંત માર્ગદર્શન આપતાં કહ્યું કે વિઘાર્થીઓને જે શીખવું હોય તે શીખવાડે તે સકસેસફુલ ટીચર પરંતુ ટીચરને આવડતું હોય ને તે વિઘાર્થીને શીખવાડે તે એવરેજ ટીચર થાય છે.

પૂ. રાષ્ટ્રસંતે સર્વે સંચાલકોને સફળતાના આશીર્વાદ આપ્યા હતા. આ અવસરે રાજકોટના સંતાન વિનમ્ર મુનિ મ.સા.ની ઉ૫સ્થિત ટીચર્સમાંથી પોતાના ટીચર્સ સાથે જોડાયેલા સંસ્મરણોને યાદ કરીને આભાર માનતા સર્વને વિનયએ સફળતાનું મુળ છે.

તેના પર માર્ગદર્શન આપ્યું હતું.નવદિક્ષિત સાઘ્વી રત્ના પૂ. પરમ સંબોધિજી મહાસતીજીએ ટેકનીકલી રાઇટકે પ્રેકટીકલી રાઇટ પરનો ફરક સમજાવી એજયુકેશન કરતા બાળકને વિઝનરી બનાવવા પર સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું.

અંતે ઓમકારના મંત્ર નાદથી ટીચર્સ ને ઓરા સ્નાન કરાવીને રાષ્ટ્રસંતે બધા ટીચર્સને આ વીકમાં એક દિવસ વિઘાર્થી સાથે અલ્પાહાર લેવાની સલાહ આપી હતી.

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠએ પ્રાસંગિક વકતવ્ય આપેલ છે. રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ એસો.ના પ્રમુખ અજયભાઇ પટેલ, મોદી સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. રશ્મિકાંતભાઇ મોદી તથા અન્ય સ્કુલના ટ્રસ્ટીઓએ પુસ્તક ગુચ્છ આપી રાષ્ટ્રસંત પુજયનો આભાર વ્યકત કર્યો હતો. બધા ટ્રસ્ટીઓ અને શિક્ષકોને આર્શિવાદ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.