Abtak Media Google News
  • રૂ.900 કરોડ ખર્ચે નિર્માણ પામેલ અદભુત મંદિરનું સાંજે લોકાર્પણ : અખાતી દેશમાં વસતા હિન્દૂઓમાં દિવાળી જેવો માહોલ : ભારત અને યુએઇ વચ્ચેના ગાઢ  સંબંધોનું સાક્ષી બનશે આ મંદિર
  • મંદિરમાં યુએઇના સાત આમીરાત અબુ ધાબી, અજમાન, દુબઈ, ફુજૈરાહ, રાસ અલ ખૈમાહ, શારજાહ અને ઉમ્મ અલ ક્વેનનું પ્રતિનિધિત્વ કરતા 7 શિખર આકર્ષણનું કેન્દ્ર
Modi Will Open A Temple Of 'Global Brotherhood' In Abu Dhabi On The 'Footsteps' Of The Prime Minister.
Modi will open a temple of ‘global brotherhood’ in Abu Dhabi on the ‘footsteps’ of the Prime Minister.

પ્રમુખ સ્વામીના ‘પગલાં’ ઉપર અબુધાબીમાં ‘વૈશ્વિક બંધુત્વ’નું મંદિર આજે સાંજે વડાપ્રધાન મોદી ખુલ્લું મુકવાના છે. આ મંદિર થકી સ્વામિનારાયણ મંદિરનો વસુધૈવ કુટુંબકમનો ભાવ સદીઓ સુધી ગુંજતો રહેવાનો છે.આ ઉપરાંત ભારત અને યુએઇના ગાઢ સબંધનું સાક્ષી આ મંદિર બનવાનું છે. યુએઈમાં વસતા હિંદુઓ માટે આજે દિવાળી જેવો માહોલ છવાયો છે.

Advertisement

અબુધાબીમાં વર્ષો પૂર્વે પ્રમુખ સ્વામીએ હિન્દૂ મંદિરનું સ્વપ્ન જોયું હતું. આજે તે સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. 20 એપ્રિલ 2019ના રોજ મહંત સ્વામી મહારાજ અને પીએમ મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. લગભગ 5 વર્ષ પછી 14 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજે પીએમ મોદી અને મહંત સ્વામી મહારાજ આ મંદિરનું ઉદઘાટન કરવાના છે.

આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરમાં યુએઇના સાત આમીરાત અબુ ધાબી, અજમાન, દુબઈ, ફુજૈરાહ, રાસ અલ ખૈમાહ, શારજાહ અને ઉમ્મ અલ ક્વેનનું પ્રતિનિધિત્વ કરતા 7 શિખર આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાંભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી, ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી, કાર્તિકેયજી, ભગવાન રાધા-કૃષ્ણ, શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજ (ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી), ભગવાન જગન્નાથ, ભગવાન તિરુપતિ બાલાજી, ભગવાન અયપ્પાજી બીરાજમાન હશે.

મંદિરમાં બનેલા હોલમાં એક સાથે ત્રણ હજાર લોકો બેસી શકે છે. વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ઉદઘાટનનાં દિવસે એટલે કે આજે મંદિરમાં 2 હજાર-5 હજાર ભક્તો આવવાની આશા છે.

વડાપ્રધાને ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં કર્યું સંબોધન

યુએઇ ભારતીયોના પરસેવાની સુગંધથી મહેકે છે : મોદી

Modi Will Open A Temple Of 'Global Brotherhood' In Abu Dhabi On The 'Footsteps' Of The Prime Minister.
Modi will open a temple of ‘global brotherhood’ in Abu Dhabi on the ‘footsteps’ of the Prime Minister.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મહત્ત્વની મુલાકાત કરી હતી. ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘અહલાન’ અરબી ભાષાનો શબ્દ છે, જ્યારે તેનો અર્થ સ્વાગત થાય છે. ભારતીય સમુદાયના 65 હજાર લોકોને સંબોધતા પીએમ મોદીએ સંબોધતા કહ્યું હતું કે આ યાદ મારી જિંદગીમાં મારી સાથે હંમેશાં રહેશે. આજે અહીં હું મારા પરિવારના સભ્યોને મળવા આવ્યો છું.

સાત સમંદર પારથી તમારા દેશની માટીની ખુશ્બુ લઈને આવ્યું છે. તમારા માટે હું 140 કરોડ દેશવાસીઓનો સંદેશ લઈને આવ્યું છું અને એ સંદેશ છે કે ભારતને તમારા પર ગૌરવ છે અને તમે દેશનું ગૌરવ છે. અહીં ભારતીયોના પરસેવાની સુગંધ છે. વડા પ્રધાન મોદીએ સંબોધન પૂર્વે એક વાક્ય અરબી ભાષામાં બોલ્યા હતા. પીએમ મોદીએ ભારત-યુએઈ વચ્ચેની દોસ્તીના જિંદાબાદના નારાથી શરુઆત થઈ હતી. તેમણે કહ્યું હતું કે આજે અબુ ધાબીમાં એક નવો ઈતિહાસ રચાયો છે. આજે અહીં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છો, પરંતુ બધા દિલથી જોડાયેલા છે. અહીંના ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક લોકોના દિલની ધડકન, દરેક શ્વાસ અને દરેક શ્વાસ કહે છે ભારત-યુએઈ દોસ્તી જિંદાબાદ. પીએમ મોદીએ કહ્યું હતું કે આવો યાદોને એકઠી કરીએ, જે જીવનભર મારી અને તમારી સાથે રહે.પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને યુએઈ બંને સાથે મળીને આગળ વધ્યા છે,

જ્યારે યુએઈ પણ ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારત અને યુએઈ બંને દેશ ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ બિઝનેસ ડૂઇંગ મુદ્દે સહકાર આપી રહ્યા છે. દેશની નાણાકીય વ્યવસ્થાના વિસ્તારની સાથે બંને દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં મજબૂત બની રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે હું 2015માં યુએઈની મારી પ્રથમ મુલાકાત યાદ છે ત્યારે સત્તામાં પણ નવોનવો આવ્યો હતો. ત્રણ દાયકા પછી ભારતના પીએમની આ પ્રથમ મુલાકાત હતી. એ વખતે દુનિયા મારા માટે નવી હતી. તે સમયે તત્કાલિન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિ શેખ ઝાયદ અને તેમના પાંચ ભાઈએ એરપોર્ટ પર મારું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

ભારત અને યુએઇ વચ્ચે મહત્વના 8 કરારો થયા

Modi Will Open A Temple Of 'Global Brotherhood' In Abu Dhabi On The 'Footsteps' Of The Prime Minister.
Modi will open a temple of ‘global brotherhood’ in Abu Dhabi on the ‘footsteps’ of the Prime Minister.

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર બંને દેશના નેતાઓએ આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી પ્રથમ દ્વિપક્ષીય રોકાણ કરાર છે. ભારત તરફથી જણાવાયું  કે આ કરાર બંને દેશોમાં રોકાણને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. બંને દેશો વચ્ચે 2016 થી રોકાણ કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

મે 2022 માં, યુએઇ સાથે ભારતનો વ્યાપક આર્થિક કરાર અમલમાં આવ્યો હતો.બંને પક્ષોએ “ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પર ભારત અને યુએઈ વચ્ચે આંતર-સરકારી ફ્રેમવર્ક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા જે પ્રાદેશિક જોડાણને આગળ વધારવામાં સહકારને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, તેઓએ ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી ઇલેક્ટ્રિકલ ઇન્ટરકનેક્શન અને વેપાર આધારિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા. બંને નેતાઓની વાતચીત દરમિયાન ઊર્જા ભાગીદારીને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂકાયો હતો. આ ઉપરાંત ડિજિટલ પબ્લિક ઈન્ફ્રા, ફાઈનાન્સિયલ પેમેન્ટ સહિતના પાંચ કરાર કરવામાં આવ્યા હતા.

રોકાણ મંત્રી મોહમ્મદ હસન અલસુવૈદીએ ભારતીય વડા પ્રધાનની મુલાકાતના પ્રસંગે જણાવ્યું હતું કે એપ્રિલ 2022 થી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન યુએઇ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ 84.5 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. વર્ષ 2027 સુધીમાં તે વધીને 100 અબજ ડોલર થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે યુએઇ ભારતમાં સાતમું સૌથી મોટું રોકાણકાર છે. યુએઈના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝાયોદીના જણાવ્યા અનુસાર, 2022ના આંકડા અનુસાર, બંને દેશો વચ્ચે બિન-તેલ વેપાર 51.4 બિલિયન ડૉલરે પહોંચી ગયો હતો. , જે 2021ની સરખામણીમાં 15 ટકા અને 2019ની સરખામણીમાં 24% વધુ છે.

જેટલી લકિર ખેંચશો એટલી જમીન તમારી : મોદીએ યુએઇના રાષ્ટ્રપતિનો કિસ્સો કહ્યો

વડાપ્રધાન મોદી અલહાન મોદી કાર્યક્રમને સંબોધી રહ્યા હતા ત્યારે તેઓએ એક જૂનો કિસ્સો સંભળાવ્યો હતો. તેઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સમક્ષ 2015માં જ્યારે એક મંદિરનો પ્રસ્તાવ રખાયો તો તેમણે તુરંત કહ્યું, મંજૂર છે અને કહ્યું જે જમીન પર લકીર ખેંચશો, તે તમને આપી દઈશ. ભારત-યુએઈની મિત્રતા જેટલી જમીન પર મજબૂત છેતેટલી સ્પેસમાં પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.