Abtak Media Google News

પશ્ચીમ મધ્ય રેલવે કોટા મંડલના સવાઈ માધોપૂર બયાના જંકશન ખંડના મલારના નિમોડા સ્ટેશન વચ્ચે ફાટક નં. ૧૬૭પર ગુર્જર આંદોલનને કારણે આ માર્ગ પર ચાલતી કેટલીક ટ્રેનને પરિવર્તિત કરવામાં આવી છે.

Advertisement

જેમાં ૧૪ ફેબ્રુ.ઓખાથી ઉપડતી ટ્રેનનં. ૨૨૯૬૯ ઓખા વારાણસી એકસપ્રેસનો રૂટ બદલવામાં આવ્યો છે જે હવે નાગદા મકસી ગ્વાલીયરના રસ્તે દોડશે જયારે ૧૫ ફેબ્રુ.એ ઓખા ગુવાહાટી એકસપ્રેસના રૂટમાં ફેરફાર કરાયો છે. જે હવે અમદાવાદ પાલનપર બાદીકુઈ, ભર્તપૂરના રસ્તે દોડશે.

આ ઉપરાંત ૧૬ ફેબ્રુ.એ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નં. ૧૫૬૬૭ ગાંધીધામ કામાખ્યા એકસપ્રેસનો રૂટ પણ બદલીને હરિદારામનગર, બીના, આગરાકેંટના રસ્તે દોડાવાશે રેલ યાત્રીઓને આ બદલાયેલા રૂટને ધ્યાનમાં રાખી યાત્રાનો પ્રારંભ કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.