Abtak Media Google News

આજે સંસદ પર દેશભરની મીટ

દેશના ઈતિહાસમાં અનામતના મુદ્દાએ અનેક સરકારો બનાવી છે અને અનેક સરકારોને ઉથલાવી છે: જેથી, આ માસ્ટર સ્ટ્રોકનો વડાપ્રધાન મોદી કેટલો તેનો લાભ લઈ શકે તે પર ઈતિહાસ રચાશે

સવર્ણોને અનામતના બિલનો કોંગ્રેસ વિરોધ કરે તો હાથ કપાઈ અને ના પાડે તો નાક કપાઈ જેવી સ્થિતિ: જેથી લોકસભામાં આજે ભાજપના બિલને કોંગ્રેસ સમર્થન કરે તેવી સંભાવના

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા સંસદના છેલ્લા એવા શિયાળુ સત્રના છેલ્લા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની આગવી અદાની જેમ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. દેશના ઈતિહાસમાં હંમેશ અનામત મહત્વનો રાજકીય મુદો રહ્યો છે. ત્યારે લાંબા સમયથી સર્વણોના આર્થિક અને શૈક્ષણીક રીતે પછાત લોકોને અનામતનો લાભ આપવાની માંગ ઉઠવા પામી હતી. તાજેતરમાં યોજાયેલી હિન્દી પટ્ટાના ત્રણ રાજયોની ચૂંટણીમાં આ મુદો અસરકારક રહ્યો હતો.અને નારાજ સર્વણોએ ભાજપ વિરોધી મતદાન કર્યું હતુ. જેથી, મોદી સરકારે રાજકીય સર્જીકલ સ્ટ્રાઈક હાથ ઘરીને ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં સર્વણોને ૧૦ ટકા અનામત આપવાની મંજૂરી આપી હતી. આ ખરડો આજે લોકસભામાં રજૂ થનાર છે. ત્યારે લોકસભામાં ઉગ્ર ચર્ચાઓ સાથે અનેક આશ્ર્ચર્યો સર્જાનારા હોય દેશભરના લોકોની મીટ સાંસદ પર રહેનાર છે.

ગઈકાલે મળેલી મોદી સરકારની કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં દેશભરનાં સર્વણોને રાજી રાખવા સર્વણોના આર્થિક અને શૈક્ષણિકરીતે પછાત લોકોને માટે ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સવર્ણોને સરકારી નોકરી તથા શિક્ષણ માટે અનામત આપવાની મોદી સરકારની આ જાહેરાતથી તમામ રાજકીય પાર્ટીઓ ઉંધતી ઝડપાઈ જવા પામી હતી.આજે આ ખરડો લોકસભામાં રજૂ થનારો છે. ત્યારે અનેક આશ્ર્ચર્યજનક ઘટનાઓ જોવા મળે તેવી ચર્ચા દરમ્યાન સંભાવના છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ગુજરાત સહિત અનેક રાજયોમાં સર્વણોને આર્થિક અને શૈક્ષણીક મુંદા પર અનામત આપવાની માંગ કરતું રહે છે. જેથી, કોંગ્રેસ લોકસભામાં આ બિલનો વિરોધ કરે તો હાથ કપાઈ અને ના પાડે તો નાક કપાઈ જેવી સ્થિતિ ઉભી થવા પામે તેમ છે. જયારે સપા, બસપા અને રાજદએ આ અનામતની જોગવાઈથી પછાતોના હિસ્સા પર તરાપ લાગશે તેવો દાવો કરીને તેનો વિરોધ કર્યો છે. જેથી આ પાર્ટીઓ લોકસભામાં જેનો વિરોધ કરે તેવી સંભાવના છે.

જેથી આજે લોકસભામાં આ ખરડો રજૂ થશે ત્યારે ચર્ચા દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ નજીક આવી જાય તેવી અને સપા, બસપા, રાજદ જેવી પાર્ટીઓ એકલી પડી જાય તેવી સંભાવના નિર્માણ થવાની સંભાવના છે.

લોકસભામાં ચર્ચા દરમ્યાન ભાજપે રજૂ કરેલા ખરડાને કોંગ્રેસ સમર્થન આપે તેવી સંભાવના છે. ત્યારે સંસદના ઈતિહાસમાં જવલ્લે જ જોવા મળતી ઘટના આજે જોવા મળે તેવી સંભાવના છે. જોકે, આ બિલ રજૂ થશય તે પહેલા આસામમાં સીટીઝનશીપ બિલ પર ચર્ચા થવાની હોય વિરોધ પક્ષો આ મુદા પર ઉગ્ર વિરોધ દર્શાવીને સંસદની કાર્યવાહીને ઠપ્પ કરીને આ બિલને રજૂ થવા ન દેવાનો રાજકીય વ્યૂહ અપનાવે તેવી સંભાવના છે.

જો કે, આ નિર્ણય દ્વારા મોદી સરકારે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે. કોંગ્રેસ આ બિલનો વિરોધ કરે તો જે સર્વણો વિરોધી છે તેવું પરવાર કરવાની ભાજપને તક મળી જાય જો કોંગ્રેસ આ બિલનું સમર્થન કરે તોસપા, અને બસપા જેવા પક્ષો પોતાની પછાતોની વોટબેંક છીનવાઈ જવાની બીકમાં કોંગ્રેસને ગઠ્ઠબંધનમાં જોડણ કરશે ઉપરાંત તાજેતરમાં એસસી, એસટી બિલને સમર્થન આપીને મોદી સરકારે સર્વણોની નારાજગી વ્હોરી લીધી હતી ત્રણ રાજયોની ચૂંટણીમાં સર્વણોની નારાજગી પણ ભાજપને મળેલી પછડાટ પાછળનું એક કારણ મનાય છે.

જેથી આ બિલ દ્વારા સર્વણોને રાજી આ રાખી શકાશે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સહિતના સર્વણોના ચાલતા મોદી અને ભાજપ સરકાર સામે આંદોલન આપમેળે ઠરી જાય તેવી સંભાવના છે.

અનામતનો ઈતિહાસ જોઈએ તો દેશની આઝાદી સમયે સર્વણો અને પછાતો વચ્ચે સામાજીક, શૈક્ષણીક અને આર્થિક સહિતના તમામ મુદે મોટી ખાઈ હતી. જેથી આ ખાઈને બુરવા બંધારણના ઘડવૈયા, ડો. બાબા સાહેબ આંબેડકરે ૧૦ વર્ષ માટે વિવિધ વર્ગો માટે અનામત રાખવાની જોગવાઈ કરી હતી. જેથી શરૂ થયેલી આ અનામત પ્રથા ધીમેધીમે રાજકીય પાર્ટીઓ માટે મતો મેળવવાનું મોટુ સાધન બની ગયું હતુ. સ્વ.વી.પી.સિંહે મંડલ પંચની વર્ષોથી ફાઈલોમાં પડેલી ભલામણોને અમલમાં મૂકવાની માંગ કરીને સ્વ. રાજીવ ગાંધીને રાજકીય મ્હાત આપી હતી. જે બાદ સત્તામાં આવેલા વી.પી. સિંહે મંડલપંથની ભલામણોને અમલમાં મૂકીને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ૨૭ ટકા અનામત આપવાનો અમલ શરૂ કર્યો હતો. જેની સામે દેશભરમાં સર્વણોએ હિંસક તોફાનો કર્યા હતા. જે બાદ, વી.પી.સિંહની સરકાર ઉથલી જવા પામી હતી. આમ, દેશના ઈતિહાસમાં અનામતના મુદાએ અનેક સરકારો બનાવી છે અને અનેક સરકારોને ઉથલાવી નાખી છે. જેથી સર્વણોને અનામતની જોગવાઈ મોદી સરકારને કેટલો લાભદાયક થાય તેમ છે તે સમય જ કહી શકે તેમ છે.

ખનન મુદ્દે સીબીઆઈ દ્વારા જયારે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સીબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અખીલેશ યાદવ જયારે યુપીના મુખ્યમંત્રી હતા. ત્યારે તેઓએ સીએમ ઓફિસથી એક જ દિવસમાં ખનનના ૧૩ પ્રોજેકટોને મંજૂરી આપી દીધી હતી અને તેઓએ ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. જેના બાદ હમીરપુરના ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ ચંદ્રકલાએ ખનન પ્રોજેકટોને પણ મંજૂરીની મહોર મારી હતી. આ દરમિયાન સીબીઆઈની નજરે આવેલા અખીલેશ યાદવને સમર્થન આપવા બસપા, કોંગ્રેસ અને આપ પણ સાથે આવી છે અને તેઓએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, મોદી સરકાર રાજનૈતિક ફાયદો ઉઠાવવા સીબીઆઈનો દૂરઉપયોગ કરી રહ્યાં છે. જેને લઈ સંસદમાં પણ સમાજવાદી પાર્ટીના સાંસદો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો.

બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ અખીલેશ યાદવને ફોન કરી ભરોસો અપાવ્યો હતો કે, બસપા તેમની સાથે છે. બસપા અને સપા વચ્ચે જે જુગલબંધી વધી રહી છે તેને લઈ બન્ને પક્ષો વચ્ચે મહા ગઠબંધન થવાની પણ ઝલક જોવા મળી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની જે ઔપચારીક જાહેરાત બાકી છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ખનન ગોટાળામાં ફસાયેલા અખીલેશ યાદવે અને બસપા ૨૫ વર્ષ બાદ એક સાથે સામે આવી અને ગઠબંધન કર્યાનું એલાન કર્યું હતું. જેથી બન્ને પક્ષો સાથે મળી સીબીઆઈ અને કેન્દ્ર સરકાર ઉપર ઘણા ખરા આરોપો લગાવ્યા હતા.

ત્યારે સીબીઆઈની તપાસ બાદ અખીલેશ યાદવે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર ઉપર સીબીઆઈનો રાજનૈતિક દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો અને તેમનું કહેવું છે કે, ભાજપ સરકાર સપા અને બસપા વચ્ચે જે મહાગઠબંધન થવા જઈ રહ્યું છે તેને રોકવા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બન્ને પક્ષોએ સંસદમાં અને સંસદ બહાર પોતાની એક જુટતા દેખાડી હતી અને પરિચય આપી દીધો હતો કે માત્ર હવે ઔપચારીક જાહેરાત જ બાકી રહી છે મહા ગઠબંધનને લઈ.

સપા અને બસપા વચ્ચે થતાં મહાગઠબંધનને કોંગ્રેસ અને આપનું પણ સમર્થન મળ્યું છે. ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે સંસદ ભવનના પરિસરમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર માત્ર એ જ વાત ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે કે, જે કેન્દ્રની એજન્સીઓ છે તેનો ઉપયોગ પોતાના વિરોધીઓને કમજોર કરવા કઈ રીતે કરી શકાય.

લોકસભાની ચૂંટણી પહેલા વિજયના વધામણા આપતા રશિયાના પ્રમુખ

ભારતમાં મે માસમાં યોજાનારી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભારતના પાડોશી દેશ અને મિત્ર દેશ રશિયાના પ્રેસીડેન્ટ વાલ્દમીર પુતિને નરેન્દ્ર મોદીને આડકતરી રીતે ચૂંટણી જીતવાના વધામણા કર્યા છે. કારણ કે, ૨૦૧૯ના સપ્ટેમ્બર માસમાં વ્લાડીવોસ્ટોક ખાતે જે ઈસ્ટન ઈકોનોમીક ફોરમની જે બેઠક યોજાવાની છે તેમાં મુખ્ય મહેમાન તરીકે રશિયાના પ્રેસીડેન્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રીત કર્યા છે. સાથો સાથ તેઓએ મોદીના વિકાસલક્ષી કામો તથા તેમને મળેલી સફળતાઓને પણ બિરદાવી હતી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તેને જીતનો વિશ્ર્વાસ પણ દાખવ્યો હતો. વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસીડેન્ટ વાલ્દમીર પુતિને ટેલીફોનીક વાતચીત કરતા અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી અને બન્ને દેશો વચ્ચે જે દ્વિપક્ષીય વાટાઘાટો માટે જે મંત્રણા કરવામાં આવી હતી તેમાં આતંકવાદ તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની પણ ચર્ચા કરાઈ હતી.

બન્ને દેશોના વડાઓએ આંતરીક મૈત્રી દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે લડવાનો ભરોસો પણ દાખવ્યો હતો. આ ટેલીફોનીક વાતચીત બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય જોડાણ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને નિવારવા અને તેનો ઉકેલ લાવવા કરવામાં આવી હતી. જયારે બન્ને દેશોના વડાઓએ નવા વર્ષની શુભકામનાઓ પણ એકબીજાને પાઠવી હતી.

સિટીજનશીપ બિલથી પૂર્વોત્તર રાજ્યોમાં હિન્દુઓ સુરક્ષિત થશે

સંસદનું શિયાળુ સત્ર રાફેલ સહિતના વિવિધ મદાઓ પર પ્રારંભથી જ તોફાની રહેવા પામ્યું છે. તેમાં પણ સીટીઝનશીપનાં ખરડાને લોકસભામાં રજૂ કરાતા વિપક્ષોએ તેમાં સુધારા કરવાની માંગ કરી રહ્યા છે. આજે પણ લોકસભામાં આ બિલ પર ચર્ચા થવાની છે. ત્યારે કોંગ્રેસ, ટીએમસી, સીપીઆઈ ‘એમ’ અને સમાજવાદી પાર્ટીનીસાથે એનહીએમાં સહયોગી બે પાર્ટીઓ આસામગણ પરિષદ અને શિવસેના તેનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે આ મુદે ભાજપના રવૈયાથી નારાજ એવા આસામ ગણ પરિષદે ભાજપ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી દીધી હતી.

આસામ સહિતના પૂર્વોત્તર રાજયોમાં દાયકાઓની થતી બાંગ્લાદેશી મુસ્લિમોની ઘુસણખોરી અને ધર્માતંરણની પ્રવૃત્તિના કારણે હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે. જેથી, આ સીટીઝનશીપ બીલ લાવીને મોદી સરકાર પૂર્વોત્તર રાજયોમાં હિન્દુઓને સુરક્ષીત કરવા માંગે છે. પાંચ રાજકીય પાર્ટીઓ પોતાની વોટબેંકને બચાવવા માટે આ બિલમાં સુધારા કરવાની માંગ કરી રહ્યા છે. જેથી લોકસભામાં આજે આ બિલ પર થનારી ચર્ચા તોફાની થવાની સંભાવના છે.

સીટીઝનશીપમાં બિલમાં પાડોશી દેશોનાં ધાર્મિક લઘુમતીઓ હિન્દુ, જૈન, શીખ, પારસી અને ઈસાઈઓ જેવા શરણાર્થીઓ ભારતમાં છ વર્ષેથી રહેતા હોય તેઓને ભારતનું નાગરીકતા આપવાની ભાજપે જોગવાઈ કરી છે. અગાઉ આ જોગવાઈ ૧૧ વર્ષની હતી. આસામમાં ભાજપની સોનોવાલ સરકારમાં રહેલા આસામ ગણ પરિષદ એ મુદા પર આ આ બિલનો વિરોધ કરી રહ્યા છે કે આસામમાં રહેતા બાંગ્લાદેશી હિન્દુઓને આ કાયદાથી ભારતીય નાગરીકતા મળવાની સંભાવના છે.

જેથી આસામના મૂળ નાગરીકોના અસ્તિત્વ પર સંકટ પેદા થવાની સંભાવના છે. જયારે શિવસેના આ બિલ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ બનાવીને પસાર કરવામા આવે તેવી માંગ કરીને વિરોધ કરી રહ્યું છે.

આર્થિક અને શિક્ષીત પછાત વર્ગો માટે સરકારનું રાહત પેકેજ

યુનિયન કેબીનેટ દ્વારા ૧૦ ટકાનું રાહત પેકેજ આર્થિક અને શિક્ષીત પછાત વર્ગો માટે આપવામાં આવ્યું છે. આ પેકેજમાં જે આર્થિક રીતે પછાત વર્ગો છે અને જેને ઉચ્ચસ્તરીય અભ્યાસ માટે જવુ છે તેને પણ આ રાહતપેકેજ મદદરૂપ થશે. ત્યારે મુખ્યત્વે આ રાહત પેકેજનો લાભ કોને મળશે અને તેની શું લાયકાત રહેશે તે વિશે માહિતી આપતા યુનિયન કેબીનેટે જણાવ્યું હતું કે,

      જેમની વાર્ષિક આવક રૂ.આઠ લાખથી ઓછી હોય

      તે વ્યકિત કે જેમની પાસે પાંચ અકેરથી ઓછી ખેતીની જમીન હોય

      જેમની પાસે એક હજાર સ્કેવર ફીટથી નાનુ ઘર હોય

      તે વ્યકિત જેની પાસે ૧૦૦ યાર્ડથી ઓછો રહેણાંક પ્લોટ હોય કે જે મ્યુનિસિપાલીટીની હદમાં આવતો હોય

      તે વ્યકિત જેમની પાસે ૨૦૦ યાર્ડથી ઓછો રહેણાંક પ્લોટ હોય જે  મ્યુનિસિપાલીટી વિસ્તારમાં ન આવતો હોય

      તે વ્યકિત જેમને આ યોજનાનો લાભ એક વખત લઈ લીધો હોય તેમને બીજી વખત આ રાહત પેકેજ નો લાભ નહી મળી શકે

આગામી વર્ષમાં જીડીપીનો દર ૭ ટકાની સાથે વિશ્ર્વની ટોચ ઉપર રહેશે

આવનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકાર માટે સારા સમાચાર એ છે કે, ભારત દેશનો જીડીપી ૬.૭ ટકાથી વધી ૨૦૧૯માં ૭.૨ ટકા રહેવાની શકયતા દેખાઈ રહી છે. ટાર્ગેટ અનુસાર ૨૦૧૯માં જીડીપીનો દર ૭.૪ ટકા રાખવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ સેન્ટ્રલ સ્ટેસ્ટીક ઓફિસ દ્વારા ઘોષીત કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતનો જીડીપી દર ૭.૨ ટકા રહેવાના એંધાણ થઈ રહ્યાં છે જે સરકાર માટે ખૂબજ સારા સમાચાર માનવામાં આવી રહ્યાં છે અને જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તે રિઝર્વ બેંકના આંકડાથી સહેજ ઓછો છે. ૭.૨ ટકાના જીડીપી દરથી ભારતની આર્થિક સ્થિતિ ખૂબજ સુધરશે અને ચાઈના કરતા ભારતની આર્થિક વ્યવસ્થામાં પણ ઘણો ખરો સુધારો આવશે.

૭.૨ ટકાનો દર જે ૨૦૧૯માં રહેવાનું જે એંધાણ થઈ રહ્યું છે તે ખરા અર્થમાં ભારતની આર્થિક વ્યવસ્થાને વેગ આપશે તેમ ઈકોનોમીક અફેર્સના સેક્રેટરી એસ.સી. ગર્ગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે મેન્યુફેકચરીંગ ક્ષેત્રની વાત કરવામાં આવે તો તે ક્ષેત્ર ૨૦૧૮-૧૯માં ૮.૩ ટકા રહેવાના એંધાણ થઈ રહ્યાં છે જે ૨૦૧૭-૧૮માં ૫.૭ ટકા રહ્યું હતું. એટલે કે, મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ચાલુ વર્ષમાં ૩.૮ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જયારે ક્ધસ્ટ્રકશન ક્ષેત્રની વાત કરવામાં આવે તો ગયા વર્ષની સરખામણીમાં ૨૦૧૯માં તેનો દર ૮.૯ ટકાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.