Abtak Media Google News

સાલ -૨૦૦૯ સુધી કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ચૂંટણીઓ જીતશું તો બે રૂપિયે કિલો ઘઉં કે એક રૂપિયે કિલો ચોખા કે રોજગાર યોજનાઓના વચનો આપતી હતી. ગઉઅ એ આ વખતે પોતાના ચૂટણી ઢંઢેરામાં લોકસભા-૨૦૧૯ માં સરકાર રચ્યા બાદ વર્ષ ૨૦૨૪ સુધીમાં ૫૦,૦૦૦ નવી સ્ટાર્ટ અપ કંપનીઓ શરૂ કરવાની, ૧૦૦ ઇનોવેશન ઝોન સ્થાપવાની, અને ૫૦ લાખ રુપિયા સુધીની મોગેજ ફ્રી લોન આપવાના વચનો આપ્યા હતા. બન્ને પાર્ટી વચ્ચેની વિચારધારા અને વિકાસ ધારા વચ્ચેનું અંતર તેમના વચનો પરથી માપી શકાય છે. જનતાને કદાચ નવો ક્ધસેપ્ટ ગમ્યો છે તેથી જ આજે મોદીજી PM હાઉસમાં છે. હવે જનતાએ મોકલ્યા છે તેથી વચનો પુરા કરવા જ પડશે. તેથી જ સરકાર આગામી બજેટમાં કદાચ સ્ટાર્ટ અપ કંપનીઓ માટે વિશેષ જોગવાઇઓ જાહેર કરશે. કારણકે ચૂંટણી પહેલાનાં ૨૦૧૯ના વચગાળાનાં બજેટમાં સરકાર આવી કોઇ ખાસ જાહેરાતો કરી શકી નહોતી.

Advertisement

મોદીજીનું વચન એવું કહે છે કે સીડ સ્ટાર્ટ અપ ફંડ રૂપે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઉભું કરવામાં આવશે. જે આવી સ્ટાર્ટ અપ કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે વપરાશે.  આ ઉપરાંત સ્ટાટ અપ કંપનીઓને ૨૫ કરોડ રૂપિયા સુધીના ટેક્ષ બેનીફીટ કે જેને એન્જ્લ ટેક્ષ નામ અપાયું છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી. ફેબ્રઆરી-૧૯ થી એપ્રિલ-૧૯ સુધીમાં આવી ૩૪૨ સ્ટાર્ટ અપ કંપનીઓને એન્જલ ટેક્ષ અંતર્ગત રાહત અપાઇ હોવાનું સરકારના ચોપડે બોલે છે.

આંકડા જોઇએ તો વર્ષ-૨૦૧૮ માં જ ૧૨૦૦ થી વધારે સ્ટાર્ટ અપ કંપનીઓ શરૂ થઇ છે જેમાં આઠ યુનિકંપનીઓનો પણ સમાવેશ થાય છે. NASSCOM નાં રેકર્ડ પ્રમાણે દેશમાં હવે કુલ ૭૨૦૦ જેટલી સ્ટાર્ટ અપ કંપનીઓ છે. જેને સીડ સ્ટેજ ફંડીગ કહી શકાય એવા શરૂઆતના સરકારી ભંડોળમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ-૨૦૧૭ માં આવું ફંડીગ ૧૯૧૦ લાખ ડોલર હતું જે વર્ષ-૨૦૧૮ ઓક્ટોબરમાં ઘટીને ૧૫૧૦ લાખ ડોલરે પહંચ્યું હતું.

આમેય તે બારત જ નહી વિશ્વ ભરમાં સ્ટાર્ટ અપ કંપનીઓનો સક્સેસ રેટ ઓછો હોય છે. ભારતમાં પણ એવું કહેવાય છે કે ૦.૧% જેટલો છે. એટલે કે નવી શરૂ થયેલી ૧૦૦૦ સ્ટાર્ટ અપ કંપની માંથી માંડ એકાદ લાંબા ગાળે સફળ થતી હોય છે. પરંતું બજારને કાંઇક નવી દિશા આપવી હોય ત્યારે આટલા નીચા સક્સેસ રેટ સાથે પણ પ્રયત્નો ચાલુ રાખવા પડતા હોય છે. આ સેક્ટરમાં સફળ તે જ થઇ શકે છે જે સતત પોતાના બિઝનેસમાં અને ઓફરોમાં કાંઇક નવા ફેરફારો કરતા રહે છે .

નવી પેઢીમાં એન્ટરપ્રિનિયોર થવાનો ક્રેઝ છે. ખાસ કરીને બિઝનેસ માઇન્ડેડ ગજરાતીઓમાં આ ક્રેઝ વધારે પ્રચલિત થાય તે પણ સ્વાભાવિક છે. તેથી જ ગુજરાતમાં સ્ટાર્ટ અપનો ક્ધસેપ્ટ ચાલી શકે છે. પણ APP આધારિત બિઝનેસનાં નવા યુગમાં   જે કંપની સાચા અર્થમાં સમાજની પરેશાની દૂર કરીને નવી સુવિધા આપશે તે અને આવી સુવિધા અંતે ઓછા ખર્ચ વાળી હશે તે જ લાંબા ગાળે બજારમાં ટકી રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટાર્ટ અપનો ક્ધસેપ્ટ વૄક્ષારોપણ જેટલો માવજત વાળો છે.

છોડ લગાવ્યા બાદ તેને સતત પાણી સિંચતા રહેવું પડે છે, ખાતર આપતા રહેવું પડે છે, ઢોર ઢાંખર કે કુદરતી આફતોથી બચાવતા રહેવું પડે છે ઉપરાંત જ્યારે ફળ આવે ત્યારે ફળ કોઇ બીજું તોડી ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે.

આપણે ત્યાં કોઇ એક કંપનીની સફળતા સામે રાતોરાત ૧૦૦ નવી કંપનીઓની સ્પર્ધા શરૂ થાય છે.  વૈશ્વિક બજારમાં ટ્રાવેલ, ટ્રાન્સ્પોર્ટેશન, હોસ્પિટાલિટી, એજ્યુકેશન તથા સર્વિસ સેક્ટરમાં એક વર્ષમાં ૪૦૦ જેટલી કંપનીઓએ  એક્સપાન્સન પ્લાનનો અમલ કર્યો છે. ઓલા, ઉબર, ઝોમેટો, કે એજ્યુટેક  જેવી કંપનીઓ આગામી વર્ષોમાં ભારતમાં કેવું કાઠું કાઢે છે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.