Abtak Media Google News

સાર્ક સંમેલન યોજવા માટે તમામ સભ્ય રાષ્ટ્રોની સહમતિ હોવી જોઇએ તે બાદ જ સ્થળ અને તારીખ નકકી થઇ શકે છે: વિદેશ મંત્રાલય

પાકિસ્તાનમાં સત્તા પરિવતન થયા બાદ વડાપ્રધાન ઇમરાન ખાન ભારત સાથે સંબંધો સુધારવા તાજેતરમાં શીખોના ધર્મસ્થાન કરતારપુર સાહિબ જવા માટે કોરીડોર ખોલવાની જાહેરાત કરી હતી. જે બાદ પાકિસ્તાની સરકારે આગામી વર્ષે સાર્ક સંમેલન પાકિસ્તાનમાં યોજવાની તૈયારી દર્શાવીને તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ આપ્યું હતું. જેનો ભારતના વિદેશ મંત્રાલયે ઇન્કાર કરી દીધો હતો.

Advertisement

આ અંગે ભારતના વિદેશી મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૦૧૬માં અટકી પડેલી સાર્કની પ્રક્રિયા પુન:જીવીત કરવાની પાકિસ્તાને શરુઆત કરી છે. પરંતુ, આ માટે પાકિસ્તાન એકલું જ નિર્ણય લઇ શકતું નથી. સાર્કના બધા રાષ્ટ્રો દ્વારા સંમેલનની તારીખ અને સ્થાન નકકી થયા બાદ તેની વિવિધત જાહેરાત કરવામાં આવે છે અને પછી જ દરેક રાષ્ટ્રોના વડાને ઔપચારિક આમંત્રણો મોકલવામાં આવે છે.

વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સાર્ક પ્રક્રિયાનો અભિન્ન અંગ છે સાર્ક સંમેલનની તારીખ બધા સભ્ય રાષ્ટ્રોની સંમીતીથી નકકી થવી જોઇએ તે થઇ નથી. તે પહેલા જ પાકિસ્તાનની સરકારે પોતાની જાતે આગામી સાર્ક સંમેલન પોતાને જયાં યોજવાની અને તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ પાઠવ્યું છે જે હાલમાં વધારે પડતું અગાઉનું હોય વડાપ્રધાન મોદીએ આ આમંત્રણને ઠુકરાવીને તેમાં ઉપસ્થિત રહેવાનો ઇન્કાર કરી દીધો છે.Download 30અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કરતારપુર કોરીડોરના ઉદધાટન પ્રસંગે વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય પત્રકારો સાથેની વાતચીતમાં સાર્ક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે આવતા વર્ષે બાંગ્લાદેશમાં ચૂંટણી થવાની હોય શ્રીલંકા રાજકીય સંકટમાં અટવાયેલું છે અફઘાનિસ્તાન, બુટાન, નેપાળ જેવા સભ્ય દેશોને બાદ આ બન્ને દેશો સાર્ક સંમેલન યોજવાની માગે સંમતિ આપે તેવી બહુ ઓછી સંભાવના છે. જેથી પાકિસ્તાનનું સાર્ક સંમેલન યોજવાની તૈયારી હાલમાં ઉતાવળી હોવાનું વિદેશી બાબતોના નિષ્ણાતોએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે ૨૦૧૪માં નેપાળના કાંઠમંઠુમાં યોજાયેલ સાર્ક સંમેલનમાં ભાગ લીધો હતો. ૨૦૧૬માં પાકિસ્તાનમાં યોજાયેલા સાર્ક સંમેલનમાં ઉરીના સૈન્ય કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં પાછળ પાકિસ્તાની સરકારનો હાથ હોવાની વિગતો ખુલતા  મોદીએ આ સંમેલનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે બાંગ્લાદેશ ભૂતાન અને અફઘાનિસ્તાને પણ સાર્ક સંમેલનમાં ભાગ લેવાનો ઇન્કાર કરતા આ સંમેલન રદ કરવું પડયું હતું. જે બાદ આજદીન સાર્ક સંમેલન પુર્ન:જીવીત થઇ શકયું નથી.

પાકિસ્તાનના વિદેશી મંત્રાલયના પ્રવકતાએ આ અંગે જણાવ્યું હતું કે નવનિયુકત વડાપ્રધાન ઇમરાન ખાને ભારત સાથે સંબંધે સુધારવા ભારત એક ડગલુ ભરશે તો બે પગલા ભરવાની જાહેરાત કરી હતી અને સંવાદ દ્વારા બન્ને દેશો વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવા માટેની તૈયારી દર્શાવી હતી. જેથી મુછિત  અવસ્થામાં રહેલા સાર્ક સંમેલનને યોજવાની તથા જેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ પાઠવાની ખાન સરકારે તૈયારી દર્શાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.