Abtak Media Google News

ગત શનીવારના રોજ મોડી સાંજના સમયે સુરેન્દ્રનગર સબજેલમા કેદીઓ માટે “મહેલ” જેવી સુવિધા હોવાની વાતનો ખુલાશો અહિના કેદીઓ દ્વારા જ વિડીયો વાઇરલ કરીને કરાયો હતો ત્યારે સુરેન્દ્રનગર સબજેલના કેદીઓ તથા જેલ પ્રશાસન વચ્ચે આંતરીક વિખવાદના લીધે જેલ તંત્રની પોલ ઉઘાડી પડી ગઇ હતી ત્યારે કેદીઓ દ્વારા વાઇરલ કરેલ વિડીયો મામલે સમગ્ર જીલ્લામા આવેલી લીંમડી, ધ્રાંગધ્રા તથા સુરેન્દ્રનગરની સબજેલોમા તપાસ હાથ ધરી વારંવાર ઝડતી કરાઇ હતી જે ઝડતી દરમિયાન જુદા-જુદા સમય અંતરે સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા સબજેલમાથી કુલ પાંચ જેટલા મોબાઇલ અને ચાજઁર મળી આવ્યા હતા ત્યારે જીલ્લાની તમામ પોલીસ તથા બ્રાન્ચ આ સબજેલોમાથી પ્રતિબંધીત ચીજ-વસ્તુઓને પકડી પાડવા માટે મથામણ શરુ કરી દેવાઇ હતી જે હાલના સમયમા પણ ચાલુ જ છે.

Advertisement

હવે આ મામલો છેક ગાંધીનગર ગૃહ સુધી પહોચતા હવે ગાંધીનગરથી રાજ્યની તમામ જેલોમા તપાસ હાથ ધરવાના આદેશો છુટ્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લામા આવેલી ત્રણેય જેલો પર સ્થાનિક જીલ્લા પોલીસની મહેનત શરુ હોવા છતા પણ હવે રાજકોટ રેન્જ આઇ.જીની સ્પેશીયલ સ્ક્વોડ પણ સબજેલોની ઝડતીમા ઉતારી દીધી છે. રેન્જ આઇ.જીની આ સ્પેશીયલ સ્ક્વોડ ટીમ દ્વારા સુરેન્દ્રનગરની સબજેલમા તપાસ હાથ ધરી હતી પરંતુ ત્યા કશુ મળ્યુ ન હતુ.

જ્યારે D.G સ્ક્વોડે ખાસ કરીને હંમેશા ચચાઁમા રહેતી બદનામ ધ્રાંગધ્રા ની સબજેલ પર ચાપતિ નજર રાખી રાત્રીના 8:00 કલાકે જેલ તંત્ર દ્વારા ચાલતી પોલમપોલ ખુલ્લી પાડતા કલાકો સુધી તપાસ હાથ ધરી હતી જેમાથી ધ્રાંગધ્રાની સબજેલમા બેરેક નંબર 6માથી એક મોબાઇલ તથા સબજેલના પટણાંગનના જમીનમા દાટેલા બે મોબાઇલ શોધી કાઢ્યા હતા એટલુ ડ નહિ પરંતુ જેલમા દોરી પર સુકાતા એક પેન્ટમાથી ચાજઁર પણ મળી આવ્યુ હતુ. D.G સ્ક્વોડની આ ટીમ દ્વારા ધ્રાંગધ્રા જેલમા 2 કલાકના સચઁ ઓપરેશન બાદ કુલ 3 મોબાઇલ તથા 2 ચાજઁર ઝડપી પાડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.