Abtak Media Google News

ક્લાઈમેટ ચેન્જએ અત્યારની મુખ્ય સમસ્યા બની છે. ખાસ કરીને આ સમસ્યા પાછળ વિકસિત દેશો સૌથી વધુ કારણભૂત છે. કારણકે તેઓએ વિકસિત બનવા માટે પર્યાવરણનો આડેધડ ગેરઉપયોગ કર્યો છે. પણ હવે આવા દેશો વિકસિત હોય પર્યાવરણને બચાવવાની પહેલ કરી રહ્યા છે.  આ વાસ્તવિકતાને વડાપ્રધાન મોદીએ કોઈ પણ સેહશરમ વગર ઉજાગર કરી છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું છે કે વિકાસશીલ દેશોએ ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યામાં ભલે યોગદાન ન આપ્યું હોય પણ તેનું સમાધાન શોધવામાં વિકાસશીલ દેશો યોગદાન જરૂર આપશે.

ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યામાં ભલે યોગદાન ન આપ્યું હોય પણ તેનું સમાધાન શોધવામાં વિકાસશીલ દેશો યોગદાન જરૂર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસશીલ દેશોને જરૂરી ક્લાયમેટ ફાઇનાન્સિંગ અને ટેક્નોલોજી ટ્રાન્સફર સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે એ નોંધવું જોઈએ કે તેઓએ આબોહવાની સમસ્યા સર્જવામાં યોગદાન આપ્યું નથી પરંતુ હજુ પણ ઉકેલનો ભાગ બનવા તૈયાર છે. તેઓએ જણાવ્યું હતું કે તેમણે હંમેશા કહ્યું છે કે જળવાયુ પરિવર્તન એ એક સામૂહિક પડકાર છે જેનો સામનો કરવા માટે સંકલિત વૈશ્વિક પ્રતિભાવની જરૂર છે.

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આબોહવા ધિરાણ પરની પ્રગતિને આબોહવા ક્રિયા પર વધતી મહત્વાકાંક્ષાઓને અનુરૂપ જોવી જોઈએ.  તેમણે કહ્યું કે ભારત આશાવાદી છે કે આ બેઠક અસરકારક આબોહવા કાર્યવાહીમાં નવી ગતિ લાવશે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે કોપ 28 પરિષદ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ અને પેરિસ કરારના લક્ષ્યોને આગળ વધારવામાં અસરકારક આબોહવા કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સહયોગને નવી ગતિ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને યુએઇ હરિયાળા અને વધુ સમૃદ્ધ ભવિષ્યને આકાર આપવા માટે ભાગીદારો તરીકે એકસાથે ઊભા છે અને અમે ક્લાઇમેટ એક્શન પર વૈશ્વિક ચર્ચાને પ્રભાવિત કરવાના અમારા સંયુક્ત પ્રયાસોમાં સંકલ્પબદ્ધ છીએ.  ભારત-યુએઇ સંબંધો પર, તેમણે કહ્યું કે, ભવિષ્યના વિઝન દ્વારા સંચાલિત, આબોહવા ક્રિયામાં તેમની ભાગીદારી વધુ મજબૂત બની રહી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે વિશ્વ આખું ક્લાઈમેટ ચેન્જના કારણે પીડાઈ રહ્યું છે. જેના કારણે વિશ્વભરમાં વાતાવરણમાં અનેક ફેરફારો સર્જાયા છે. ઠંડીના સમયમાં ગરમી, વરસાદમાં અનિયમિતતા, ઠંડા પ્રદેશમાં બરફનું વધુ પ્રમાણમાં ઓગળવું સહિતની અનેક સમસ્યાઓ અત્યારે ઉદભવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.