Abtak Media Google News

હજાર વર્ષની ગુલામીમાંથી આત્મવિશ્વાસ સાથે બહાર આવેલ ભારત ઉપર વિશ્વ આખાની મીટ

વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમીલને અમેરિકાની હ્યુસ્ટન યુનિ.માં સ્થાન એ ભારતીય સંસ્કૃતિનું સર્વેચ્ચ સન્માનનું ગૌરવ અપાવ્યું

વડાપ્રધાન ની ઉપસ્થિતિમાં  રોનાલ્ડ રીગન બિલ્ડીંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે યોજાયો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

Advertisement

વડાપ્રધાન મોદીના અમેરિકાના ચાલી રહેલા પ્રવાસ દરમિયાન ગઈકાલે વડાપ્રધાન ની પરિસ્થિતિમાં રોના રેગન બિલ્ડીંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનની જ્યારે હોલમાં એન્ટ્રી થઈ ત્યારે ભારત માતાના જયઘોશ સાથે પ્રથમ ભારતીય રાષ્ટ્રગીત જનધન મન અને ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રગીત નું સમન્વય સર્જાયો હતો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નમસ્તે કહી પોતાના વક્તવ્ય ની શરૂઆત કરી હતી

ખૂબ જ ભાવુક રીતે તેમણે સંબોધન શરૂ કરીને જણાવ્યું હતું કે અહીં આ હોલમાં ભારતના એક સંપૂર્ણ નકશા નો માહોલ ઉભો કર્યો છે હિન્દુસ્તાનના દરેક ખૂણા ના લોકો અહીં હાજર છે અહીં દૂર દૂરથી લોકો આવ્યા છે એવું લાગે છે કે અહીં ઇન્ડિયા ઉમટી પડ્યું છે આ માટે  હું તમને અભિનંદન આપું છું

અમેરિકામાં મને જેટલો પ્રેમ અને સ્નેહ મળી રહ્યો છે, તે ખરેખર અદ્ભુત છે, અને આનો સંપૂર્ણ સ્પ્રે શ્રેય અમેરિકામાં તમારી મહેનત,’ તમારો વહેવાર અને અમેરિકા ના વિકાસમાં તમારા યોગદાનને ફાળે જાય છે, હું અમેરિકામાં રહેનારા ભારતમાતાના પ્રત્યેક સંતાનને ને વંદન કરું છું, હું રાષ્ટ્રપતિનો પણ આભારી છું છેલ્લા ત્રણ દિવસથી સતત અમે સાથે છીએ ઘણા બધા વિષયો પર અમારી મુક્ત મને ચર્ચા થઈ અને મને અનુભવ થયો કે તે ખૂબ જ સરળ અને અનુભવી નેતા છે ભારત અમેરિકા સહયોગને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે વ્યક્તિગત રીતે તેમનો ખૂબ પુરુષાર્થ અને પ્રયાસ રહ્યો છે અને હું જાહેરમાં તેમના આ પ્રયાસોની વ્યક્તિગત સરાહના કરું છું,

. મિત્રો આ ત્રણ દિવસમાં ભારત અને અમેરિકાના પરસ્પર સંયોગની એક નવી અને ગૌરવશાળી યાત્રાનો પ્રારંભ થયો છે આ નવી યાત્રા આ નવી યાત્રા ગ્લોબલ સ્ટ્રેટેજીક ઇસ્યુ ઉપર આપણા ક્ધવર્ઝનની છે આ નવી યાત્રા મેકિંગ ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ,, ટેકનોલોજી ટ્રાન્સફર અને મેન્યુફેક્ચરિંગમાં પરસ્પરના સહયોગની છે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેન માં પરસ્પરના વધતા જતા સહયોગ થી બંને દેશો વિકાસ માટે પરસ્પરના સહયોગ માટે મક્કમ પણે ડગલા ભરી રહ્યા છે.

જનરલ એન્જિનિયરિંગ કંપની નો ભારતમાં ફાઈટર જેટના વિમાન ના સ્પેરપાર્ટ બનાવવાનો નિર્ણય ભારતના સરક્ષણ ક્ષેત્ર માટે માઇલ સ્ટોન સાબિત થશે..

મારા આ પ્રવાસ દરમિયાન માઇક્રોન, ગુગલ ,એપ્લાઇડ મટીરીયલ જેવી કંપનીઓએ ભારતમાં રોકાણની જાહેરાત કરી છે.

માઇક્રોન દ્વારા ભારતમાં સેમિક્ધડક્ટર ના ઉત્પાદન માટે 2.5 બિલિયન ડોલર ના રોકાણની જાહેરાત કરી છે. જેનાથી ભારત વર્લ્ડ સેમિક્ધડક્ટર ચેન થી જોડાશે. એપ્લાઇડ મટીરીયલ કંપની દ્વારા ભારતમાં સેમી કંડકટર ઇક્વિપમેન્ટ માટે 400 મિલિયન ડોલર નું રોકાણ ભારતમાં સેમિક્ધડક્ટર ઉત્પાદન માટેની ઇકો સિસ્ટમ એટલે કે આર્થિક વ્યવસ્થા માહોલ ઉભો કરશે..

બોઈંગ કંપનીએ પણ પણ ભારતમાં 100 મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે એમારું ફેસીલીટી ,પાયલોટ તાલીમ પ્રોજેક્ટ માટે બોઈંગ કંપની આ દિશામાં ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.

ભારત અમેરિકા વચ્ચે અવકાશી સહયોગ જે સમજૂતી થઈ છે તેનાથી અંતરીક્ષ ક્ષેત્રે વિશાળ તકો માટેના નવા દરવાજા ખુલશે.

નાસાનું આર્ટિમિસ્ટ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મુનથી લઈ મંગળ સુધીના મિશન માટે ખૂબ જ વિરાટ છે આ પ્રોજેક્ટમાં ભારત જોડાશે

“તસુ શત ક્ષજ્ઞ હશળશિ’ં મિત્રો આ તમામ સંધિ સમજૂતીઓ માત્ર કેટલીક નીતિઓને આગળ વધારવા પૂરતી સીમિત નથી આપ આ ભારત અને અમેરિકાના કરોડો લોકોના ભાગ્યને નવી ઊંચાઈઓ સર કરાવવા માટેનું કામ છે.

ભારત આ વર્ષે જ અહીં નવી એલચી કચેરી ખોલવા જઈ રહ્યું છે આટલું જ નહીં આ ઉપરાંત અમેરિકાના બે નવા શહેરોમાં પણ ભારતીય કોન્સોલેટ ખોલવામાં આવશે.

મને ખબર છે કે તમારા આમંત્રણો શરૂ થઈ જશે કે અમારે ત્યાં આવો.. અમારે ત્યાં આવો.. અમદાવાદ અને બેંગ્લોરમાં પણ અમેરિકાના નવા કોન્સોલેટ સેન્ટર ખોલવામાં આવશે. મિત્રો તમારામાંથી ઘણા લોકોને એચ બી વન વિઝા રીન્યુ કરવાની સમસ્યા છે. હવે તે પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે

હવે તમારે વબ1 વિઝા રીન્યુ કરવા માટે અમેરિકાથી બહાર નહીં જવું પડે. અમેરિકામાં રહીને પણ આ બીજા રીન્યુ થઈ જશે. આ માટે આ વર્ષે જ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે હાલો સૌથી મોટો ફાયદો આઇટી પ્રોફેશનલ ને થશે. આ નિર્ણયના અનુભવોના આધારે ભવિષ્યમાં એલ કેટેગરીના વિઝા માટે પણ નિર્ણય લેવાશે.

યુનેસ્કોમાં દુનિયા આખી ના મહાનુભાવો યોગમાં જોડાઈ છે. તમને ગૌરવ થાય છે ત્યારે અહીંની સુપર માર્કેટમાં મેડ ઇન ઇન્ડિયા ની પ્રોડક્ટ દેખાય છે, દુનિયાની મોટામાં મોટી કંપનીઓમાં ભારતીયોને પદ ભાર અને નેતૃત્વ અપાતા જોઈને પણ તમને ગૌરવ થાય છે, અને તમે ગૌરવ અનુભવ છો

ભારતનો પોતાનો ’આત્મવિશ્વાસ’140 કરોડ ભારતવાસીઓનો ’આત્મવિશ્વાસ” સેકડો વર્ષોની ગુલામી એ આત્મવિશ્વાસ અમારી પાસેથી જુટવી લીધો હતો, આજે જે નવું ભારત આપણી સામે છે, એમાં એ આત્મવિશ્વાસ પુન:સ્થાપિત થયો  … પાછો આવ્યો છે.! આ એ જ ભારત છે.. જેને પોતાનું લક્ષ્ય ની ખબર છે દિશા ની ખબર છે,  હા આ એ જ ભારત છે કે જેને પોતાના નિર્ણયો અને સંકલ્પમાં કોઈ દ્વિધા નથી…

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં જે રીતે ડિજિટલ ક્રાંતિ આવી છે તે “અદભુત અને અભૂતપૂર્વ છે’, હવે એ શક્ય બન્યું છે કે તમે ક્યાંક નાના ગામડામાં જઈને નાની દુકાને કોઈ ખરીદી કરવા જાવ ત્યારે તમને બારકોડેડ બોર્ડ દેખાય, તમે રોકડા નાણા આપો તો વેપારી તમને કહે કે ભાઈ કે મોબાઇલમાં કોઈ ડિજિટલ એપ નથી કે શું? આ પરિવર્તન ભારતમાં થયું છે.. તમને અચરજ લાગશે. કે આજે ભારતમાં કોઈપણ વ્યક્તિ ક્યાંયથી પણ કોઈ પણ સમયે 24 કલાક બેન્કિંગ સવલત ભોગવે છે. ભારતમાં સન્ડે હોય કે મંડે બેન્કિંગ વ્યવહારમાં ક્યારેય રજા નડતી નથી.

ભારત લોકતંત્રની જનેતા છે અને અમેરિકા આધુનિક લોકશાહી નું “ચેમ્પિયન” છે. આજે દુનિયા આ બે મહાન લોકશાહી દેશો ને વધુ થતાં જોઈ રહી છે. અમેરિકા આજે આપણું સૌથી મોટો વેપારી ભાગીદાર છે. અને મોટો નિકાસકાર છે હજુ તો ભારતનું સંપૂર્ણ અને સાચું સામર્થ્ય જગતની સામે આવવું બાકી છે.

તમને ખબર છે ભારતમાં એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે.! આમાંથી ઘણા મિત્રો અમેરિકા યુનિવર્સિટીમાં મોટા મોટા હોદા પર સેવા આપે છે રિસર્ચ અને નિષ્ણાત એકેડેમી તરીકે સેવા આપો છો. તમે તમારી માતૃ સંસ્થાઓ ને ભારતના શૈક્ષણિક સંસાધનો સંકુલો પ્રતિષ્ઠાનો સાથે જોડવાનો પ્રયાસ કરો જેનું ખૂબ સારું પરિણામ આવશે તમારા પ્રયાસો નકામા નહીં જાય.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે અને આનંદ થશે કે લજ્ઞજ્ઞલહય આર્ટિફિશિયલ જેન્સ રિસર્ચ સેન્ટર ભારતની સૌથી વધુ ભાષાઓ પર કામ કરશે. જેનાથી અંગ્રેજી માતૃભાષા ન હોય તેવા ભારતીય બાળકોને વિશાળ તક અને શિક્ષણની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

બીજા સારા સમાચાર આપું કે ભારત સરકાર ના સહયોગ દ્વારા યુનિવર્સિટી ઓફ યૂસ્ટનમાં તમિલ સ્ટડી ઝેરની સ્થાપના કરવામાં આવશે. આનાથી વિશ્વની સૌથી પ્રાચીન તામિલ ભાષા અને તામિલ  સંસ્કૃતિ વિકાસ થશે જ્યારે ભાષાની વાત નીકળે ત્યારે છાતી કાઢીને કહેજો કે માનવ જાતની સૌથી પૌરાણિક ભાષા તામિલ છે અને તે અમારા ભારતની છે. ભારત પાસે દુનિયાની સૌથી પ્રથમ અને પ્રાચીન ભાષા હોવાનો ગર્વ છે.

મિત્રો મને એ વાતનો આનંદ છે, કે અમેરિકાએ ભારતની સૌ થી વધુ પ્રાચીન વિરાસત એન્ટીક ધરોહરો પ્રાચીન પ્રતિમાઓ જે અહીંથી ચોરાઈ ગઈ હતી તેને પાછી આપવાનો નિર્ણય  લેવાયો છે,

વર્ષો પહેલા ભારતની આ વિરાસત કાયદેસર અને રીતે અલગ અલગ રસ્તાઓથી અહીં આવી પહોંચી છે તે પરત કરવા બદલ અમેરિકા સરકારનો વિશેષ આભારી બન્યો..

ભારત અમેરિકાના સંબંધો માત્ર વેપારના જ નહીં ભાવનાત્મક રૂપે પણ મજબૂત થઈ રહ્યું છે.. ભારત અમેરિકાના આ પરસ્પર સંયોગી સંબંધો 21મી સદીની દુનિયાને ફરીથી વધુ સારી બનાવવા માટે છે આ ભાગીદારીમાં તમારા સૌની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ ભૂમિકા અદા કરવામાં તમે કોઈ પ્રકારની કસર નહીં છોડો.તમારા પ્રત્યેનો ભરોસો અને વિશ્વાસ મારા દિલમાં અગાઉ પણ હતો, આજે છે અને આવતીકાલે પણ રહેવાનો જ છે.

વતનથી દૂર દિલમાં ધડકનની અવાજ મોદીએ સાંભળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનથી 24 જૂન સુધી 4 દિવસના યુએસ પ્રવાસ પર છે. એવામાં એમને વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરતી વખતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે પીએમે એમના ભાષણમાં કહ્યું કે, ‘ઇં1ઇ વિઝા રિન્યૂ કરવા માટે કોઈને યુએસની બહાર જવું પડશે નહીં અને યુએસના વધુ બે શહેરોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે.’પીએમ મોદીએ કહ્યું હતું કે, ’અમેરિકા બેંગ્લોર અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલશે. નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે.

તેની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ દૂતાવાસ ચાર વાણિજ્ય દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં કરવામાં આવેલ ગતિવિધિઓનું સંચાલન કરશે. વડા પ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે ભારતીય મૂળના સભ્યોએ હવે ઇં-1ઇ વિઝા માટે યુએસ છોડવું પડશે નહીં. તેમણે કહ્યું કે, ’હવે નક્કી કરવામાં આવ્યું છે કે ઇં-1ઇ વિઝા રિન્યુઅલ માત્ર યુએસમાં જ થઈ શકે છે.’ નવા વિઝા નિયમો ભારતીયો માટે યુએસમાં રહેવું અને કામ કરવાનું સરળ બનાવશે.

દુનિયા નાટુ નાટુના ધૂન પર નાચવા લાગે છે: મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ડિજિટલ ક્રાંતિ અભૂતપૂર્વ છે. ભારત તેની ક્ષમતાને પ્રદર્શનમાં પરિવર્તિત કરી રહ્યું છે. ભારતમાં રોકાણ કરવાની આ યોગ્ય તક છે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયા નાટુ નાટુના ધૂન પર નાચવા લાગે છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસમાં આ એક નવી અને ગૌરવપૂર્ણ યાત્રા હતી. આ સંબોધનની સાથે જ વડાપ્રધાન મોદીનો અમેરિકન પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા સારા ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યા છે.તેમણે કહ્યું કે જો બિડેન એક સંકલ્પબદ્ધ અનુભવી નેતા છે. છેલ્લા ત્રણ દિવસમાં મને ઘણો પ્રેમ અને સ્નેહ મળ્યો. તેઓ ભારત-યુએસ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે, હું આ પ્રયાસ માટે બિડેનની પ્રશંસા કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.