Abtak Media Google News

વાવેતર વિસ્તારનો વધારો અને સારો વરસાદ તેલીબીયા, અનાજ, કઠોર સહિત દેશને આત્મનિર્ભર બનાવી દેશે

સમગ્ર દેશમાં ખુબ જ સારો વરસાદ વરસ્યો છે જેનાથી અનાજના ભંડાળોમાં અનેકગણો વધારો પણ જોવા મળશે. બીજી તરફ વાવેતર એરીયામાં વધારો થતાની સાથે જ સારા વરસાદના પગલે તેલીબીયા, અનાજ, કઠોર સહિત દેશ આત્મનિર્ભર બનશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સારો વરસાદ આવવાની સાથે જ ગ્રામ્ય અર્થતંત્રને ઘણો ફાયદો પહોંચ્યો છે. કોરોના સમયમાં પણ ખરીફ પાક એટલે કે ચોમાસુ પાકને ખુબ સારી અસર પહોંચતા બમ્પર ઉત્પાદન થયું છે. ચોમાસુ પાકમાં સારું ઉત્પાદન થતાની સાથે જ ખેતી ક્ષેત્ર વેગવંતુ બનશે.

Advertisement

સારા વરસાદના પગલે દેશના જીડીપીમાં પણ ઘણો વધારો જોવા મળશે. ગત વર્ષે રવિ પાકમાં ઉત્પાદન ૧૦૧૦ લાખ હેકટરમાં થયું હતું ત્યારે ચાલુ વર્ષે ૧૦૮૨ લાખ હેકટરમાં રવિ પાકનું ઉત્પાદન થયું છે જેમાં ૭ ટકાનો વધારો ગત વર્ષની સરખામણીમાં પણ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ડાંગર, તેલીબીયા અને કઠોળના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.

વાતાવરણમાં અનેકવિધ વખત બદલાવના પગલે અનેકવિધ પાકોને સરકારની પ્રોકયોરમેન્ટ પોલીસીનો લાભ મળશે ત્યારે દેશ માટે ખેડુત સૌથી મહત્વપૂર્ણ કડી છે.

લોકડાઉનના સમયમાં ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એફસીઆઈએ પાકોનું પ્રોકયોરમેન્ટ કરી ખેડુતોને નાણા પણ ચુકવ્યા છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ ખેડુતો રવિ પાકની ઉપજ લઈ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું હતું જેથી કુદરતે પણ જગતના તાત પર પોતાની મહેર વરસાવી ખુબ જ સારો વરસાદ આપ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧માં પાકનું ઉત્પાદન ૨૦ કરોડ ટને પહોંચશે અને રેકોર્ડબ્રેક પણ સાબિત થશે તેવું હાલ સામે આવી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ડાંગરના ઉત્પાદનમાં ૩૫ લાખ હેકટરનો વધારો નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉત્પાદન તેલંગણા, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું છે. ગત ૫ વર્ષની સરખામણીમાં તેલીબીયામાં ૧૯૩ લાખ હેકટર અને કોટનમાં ૧૨૮ લાખ હેકટરનું ઉત્પાદન નોંધાયું છે.

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈએ ખેડુતોને પાકની સાથોસાથ સારા એવા નાણા પણ ચુકવ્યા છે તો બીજી તરફ જે જગ્યાએ અનાજની ખાધ ઉભી થઈ હતી તે ખાધને પુરવામાં પણ એફસીઆઈ અત્યંત કારગત નિવડયું છે ત્યારે ચાલુ વર્ષે એફસીઆઈનો ટાર્ગેટ શું રહેશે ? શિયાળુ પાક કેવો રહેશે તે જાણવું પણ એટલું જ જરૂરી છે.

દેશમાં ચોમાસું અને શિયાળુ પાકનું ઉત્પાદન સારૂ  રહેશે: અસિમ છાબડા

Img 20200626 Wa0008

એફસીઆઇ ગુજરાતમાં જનરલ મેનેજર અસિમ છાબડા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સારા વરસાદનાં કારણે ચોમાસુ અને શીયાળુ પાકનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં થશે. ગુજરાતમાં આ બન્ને પાકો માટેનું પ્રોકયોરમેન્ટ ખુબ ઓછું જોવા મળે છે. વધુમાં તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં ઉત્૫ાદનમાં અનેક ગુણો વધારો નોંધાશે બીજી તરફ સરકાર ઓકટોબર અને નવેમ્બર માસમાં ૧૦૦ થી વધુ મંડી ખોલશે. જેથી ખેડુતોને લાભ મળી રહે અંતમાં તેઓના જણાવ્યા મુજબ હાલ ગુજરાત રાજય પાસે ૬.૫ લાખટનનો અનાજ જથ્થો પડેલો છે. જે રાજયનાં ર૦ ડેપોમાં રાખવામાં આવ્યો છે. જેમાં ઘંઉ, ચણા બાદ તુવેરનો સમાવેશ થાય છે. હાલ એફસીઆઇ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ઉપર ઘ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.