Abtak Media Google News

જમ્મુ-કાશ્મીર સરહદે દરરોજ સરેરાશ ૮ વખત સીઝફાયર ભંગ કરતું પાકિસ્તાન

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર કરારનો જાન્યુ-૧-૨૦૧૮ સુધી ૮૫૦૦ વખત ભંગ કર્યો હોવાનો ગૃહ મંત્રાલયે આર.ટી.આઇ. અંતર્ગત માંગવામાં આવેલ માહિતીમાં જણાવ્યું હતું. જમ્મુના કાર્યકર રમણ શર્માએ આર.ટી.આઇ. માહિતી મારફત જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગનાં સુરક્ષા મહાનિર્દેશક પાસેથી ઓગષ્ટ-૧૮-૨૦૨૦ ના રોજ માહીતીમાં જણાવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર સરહદીય વિસ્તારમાં રહેતા લોકો સાથે સંલગ્ન પરિસ્થિતિની માહીતીમાં ૨૦૧૮થી દરરોજ સરેરાશ પાકિસ્તાન દ્વારા ૮ વખત ઓછામાં ઓછા સીઝફાયર ભંગ કરવામાં આવે છે. જાન્યુ-૧-૨૦૧૮ અને જુલાઇ૨૦૨૦ વચ્ચેના સમયગાળા દરમિયાન કુલ ૮૫૭૧ સીઝફાયરના નિયમ ભંગની ઘટનાઓ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં કરી છે. ઓછામાં ઓછા ૧૧૯ ભારતીયો કે જેમાં ૬૩ નાગરીકો અને ૫૬ સુરક્ષા કર્મીઓએ આ સમયગાળા દરમિયાન તેમના જાન ગુમાવ્યા છે. જયારે ૩૦૮ નાગરીકો અને ૩૦૦ જવાનોને સામાન્યથી ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ પરિસ્થિતિ ૨૦૧૦ ની તુલનામાં  આર.ટી.આઇ. જવાબમાં સરકારે પાકિસ્તાન દ્વારા ૨૦૧૯માં પ૦ ગણી અને જુલાઇ-૨૦૨૦ સુધીમાં ૬૦ ગણી વધારી દીધી છે. જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૧૦માં ૭૦ આવી ઘટના જયારે ૨૦૧૯માં ૩૪૭૯ અને જુલાઇ-૨૦૨૦ સુધીમાં ૨૯૫૨ વાર યુઘ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જાન્યુ-૨૦૧૦ થી જુલાઇ-૨૦૨૦ સુધીમાં પાકિસ્તાને ૧૧૫૭૨ વખત સરદહ પર સુલેહ ભંગ કરી સીમા પારથી ગોળીબાર કરી જમ્મુ-કાશ્મીરમાં ર૪૦ ભારતીયોમાં ૧૨૨ નાગરીકો, ૧૧૮ સુરક્ષા જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ૬૭૩ નાગરીકો અને ૫૯૪ સુરક્ષા જવાનોના ઘાયલ કર્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે ર૦૧૦માં ૭૦ વખતસીમા પારથી પાકિસ્તાને બોમ્બ મારો કર્યો હતો જેમાં બે નાગરીકો અને પ જવાનો શહિદ થયા હતા. પાકિસ્તાને ૨૦૧૦ માં ૩૪૭૯ વાર યુઘ્ધ વિરામનો ભંગ કરી ૧૮ નાગરીકો અને ૧૯ જવાનોનો આ વર્ષે ના જુલાઇ મહિના સુધીમાં શહીદ કર્યા હતા. ૨૯૫૨ ઘટનાઓમાં વધુ ૧પ નાગરીકો અને જવાનોના ભોગ લેવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.