Abtak Media Google News

આજે શિક્ષણ વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્ર્વમાં વિસ્તરી ચુક્યું છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપે છે, કારણ કે રાષ્ટ્રની સામાજીક, સામાજીક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી તેના શિરે છે. તે છાત્રો માટે ફ્રેડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા ભજવે છે. આજનું શિક્ષણ આમ જોઇએ તો શૈક્ષણિક વ્યવસાય જ છે. ઉપરાંત કમનસીબે હવે શિક્ષકના વેસમાં અમુક હેવાનો પણ મળી રહ્યા છે.

 

વિદ્યારૂપી અમૂલ્ય ધન મેળવવા માટે એક સારા ગુરૂ કે શિક્ષકની જરૂર પડે છે. આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં પણ ‘ગુરૂ બીના જ્ઞાન નહીં’ ની વાત કરી છે. આજના શિક્ષકમાં શક્તિ, પવિત્રતા, પ્રેમ, જ્ઞાન, શાંતિ અને આનંદ જેવા ગુણો હશે તો જ તે બાળકોનો આદર્શ બની શકશે. વિદ્યાર્થીઓ પણ પ્રેરણાં આપનાર શિક્ષકને વધુ યાદ રાખે છે. વેદમાં પણ એક જગ્યાએ શિક્ષકને ગાતુવિદ્ કહ્યો છે, ગાતુ એટલે માર્ગ, ગમન અને વિદ્ એટલે તેને ખોળનાર. નવી ટેકનોલોજીમાં આજનો શિક્ષક ક્રિએટીવીટી, આધ્યાત્મિક સાથે ઇમોશનલ અને જ્ઞાની હોવો જોઇએ. દ્રશ્ય શ્રાવ્ય કે ઇન્ફરર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી છાત્રોને જ્ઞાન સભર કરી શકે છે.

 

ગુજરાતમાં શિક્ષણના ધામમાં શિક્ષકો હેવાન બની રહ્યાં છે. સાબરકાંઠામાં સ્કૂલના શિક્ષકે ચોકીદારની દિકરીની છેડતી કરવાની ઘટના બની હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીના પિતાને 10 હજાર આપી મામલો દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. સ્કૂલના શિક્ષક પર દારૂ પીને સ્કૂલમાં રોકાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ત્યારે આ શિક્ષક સામે પોક્સોની ફરિયાદ કરવામાં આવી છે. બીજી બાજુ આણંદમાં પણ શિક્ષકે ધોરણ પાંચની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી હોવાની ઘટના સામે આવી છે.

 

આણંદની સેન્ટ મેરી સ્કૂલના શિક્ષકની કરતૂત સામે આવી છે. શિક્ષકે ધોરણ પાંચની વિદ્યાર્થીનીના હાથ પર બચકુ ભર્યું છે. પરીક્ષામાં વિદ્યાર્થીનીને ઓછા માર્ક્સ આવતાં બ્લેકમેલ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બાબત વિદ્યાર્થીનીની માતાને જાણ થતાં જ શિક્ષકનો ભાંડો ફૂટી ગયો છે. આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ વડોદરાના પાદરામાં પણ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પાદરાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય સામે ગંભીર આક્ષેપ થયાં હતાં. વિદ્યાર્થીનીને શૌચાલયમાં લઈ જઈને અશ્લિલ વીડિયો બતાવવાનો તેની પર આરોપ લગાવવામાં આવ્યો છે. આચાર્યની આ કરતૂત સામે આવતાં ગામલોકોએ હોબાળો મચાવ્યો હતો. આમ આવા શિક્ષકોના વેશમાં રહેલા હેવાનો સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરી રહ્યા છે. તેવામાં હવે શિક્ષણ જગતે પણ આવા હેવાનોથી અંતર જાળવવું જરૂરી બન્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.