Abtak Media Google News

મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા જુગારના અલગ અલગ દરોડામાં કુલ ૧૦ જુગારીને કુલ રૂ.૨૪,૩૦૦/-ની રોકડ રકમ સાથે ઝડપી લીધેલ હતા. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Img 20230812 Wa0021

જુગારના પ્રથમ પ્રથમ દરોડામાં  મોરબીની કારીયા સોસાયટીમા રામદેવપીરના મંદીર પાસે ખુલ્લી જગ્યામા જુગાર રમતા જયેશભાઇ ગાંડુભાઇ ડાભી રહે.આનંદનગર નવા સેવા સદનની પાછળ મોરબી-૨, મુકેશભાઇ નરશીભાઇ ભલસોડ રહે.વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી, રવીભાઇ યોગેશભાઇ ગોસ્વામી રહે.વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી, મનદીપભાઇ રાજુભાઇ બાબરીયા રહે.સોમૈયા સોસાયટી બ્લોક નં. ૨૮ મોરબીને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.૧૩,૮૦૦/-ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

જયારે જુગારના બીજા દરોડામાં 

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ખુલ્લા ચોકમા જાહેરમાં જુગાર રમતા નિજામ સલીમભાઇ મોવર રહે.મોરબી મચ્છીપીઠ, દેવરાજભાઇ મનસુખભાઇ કુંઢીયા રહે.મોરબી લીલાપર રોડ સરકારીઆવાસ યોજના મકાનનં.બી.-૯, સમીરભાઇ આરીફભાઇ કાશમાણી રહે.મોરબી રણછોડનગર શાંતીવન સ્કુલની પાછળ નીધીપાર્ક, કારૂભાઇ નાથાભાઇ દેલવાણીયા રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મુળરહે.સરવડ તા.માળીયા(મી), અલ્તાફશા કરીમશા શાહમદાર રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મકાન બી.૨૧, અજયભાઇ હંસરાજભાઇ વિકાણી રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ યોજના ના મકાનમાંને જુગારના પટ્ટમાંથી રૂ.૧૦,૬૦૦/-ની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.