Abtak Media Google News

પતિની નજર સામે પત્ની ટ્રકના ટાયર નિચે આવી જતા દંપતી ખંડિત

રાજકોટ મોરબી રોડ પર ટંકારા રજીસ્ટર કચેરી સામે ટ્રકે બાઈકને ઠોકર મારતાં બાઈક પાછળ બેઠેલ મહિલાનું ટ્રકના ટાયર નીચે આવી જતા ધટના સ્થળે પતિની નજર સામે પત્નીનું કમકમાટી ભર્યું મોત થતા દંપતી ખંડિત રહી ગયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત પ્રમાણે, ટંકારા કલ્યાણપર રોડ ઉપર ખારા વિસ્તારમાં રહેતા શિવાનીબેન શનિભાઈ ચૌહાણ ઉ.વ.૨૪ તેના પતી સાથે બાઈક પર સવાર થઈને હોસ્પિટલ કામ અર્થે મોરબી ગયા હતા ત્યારે ધરે જતી વખતે ખિજડીયા ચોકડીથી નજીક રજીસ્ટર કચેરી સામે મોરબી તરફથી આવતા હેવી ટ્રક નંબર જીજે ૩૬ વિ ૦૦૨૨ આગળ જતા બાઈક નંબર જીજે ૩૬ ક્યુ ૪૧૪૯ સાથે ધડાકાભેર અથડાતા બાઈક પર સવાર શનિભાઈ અને શિવાનીબેન રોડ પર ફંગોળાઈ ગયા હતા ત્યારે ટ્રકનુ ટાયર શિવાનીબેન ઉપર ફરી વળતા નવોઢા દંપતી ખંડિત થયું હતું અને પતિની નજર સામે પત્નીનુ મોત નીપજ્યું હતું મરણ જનારને લગ્ન ગાળો દોઢ વર્ષનો છે સંતાન મા કાઈ નથી આ ચૌહાણ પરીવાર મજુરી કામ અર્થે ટંકારા આવ્યો હતો અને અહી વર્ષોથી સ્થાઈ થયો છે ત્યારે આ અકસ્માતથી ચૌહાણ પરીવાર કલ્પાંત ભર્યા દ્રશ્યો દવાખાને સર્જાયા હતા.

અકસ્માતની મરણચીસ સાંભળી અહિના સેવાભાવી ઈરફાન ડાડા, ઈશાભાઈ માડકીયા, સિકદંરભાઈ, કાદરભાઈ, કલુભાઈ સહિતના દોડીને મરણ જનાર તથા ધાયલને ટંકારા હોસ્પિટલ ખસેડયા હતા બનાવની નોંધ કરી ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.