Abtak Media Google News

પ્રદેશ ભાજપ લીગલ સેલનાં નવનિયુકત સહક્ન્વીનર  અનિલભાઈનું સન્માન કરાયું

ગુજરાત પ્રદેશના  લીગલ સેલના   સહ સંયોજક   અનીલભાઇ દેસાઈ મોરબી  મુલાકાતે આવ્યા હતા તેને આવકારવા માટે તથા તેના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોરબી જિલ્લના વકીલો હાજર રહ્યા હતા.

મોરબી  જીલ્લા તમામ બાર  જેવા કે, મોરબી બાર, વાંકાનેર બાર ,હળવદ બાર ,ટંકારા બાર, આ તમામ બારના સીનીયર એડવોકેટ તથા જુનીયર એડવોકેટ ખાસ ઊપસ્થિત રહ્યા હતા  તેમજ  ગુજરાત લીગલ સેલ સહ સંયોજક અનીલભાઇ દેસાઈ નું તમામ સીનીયર એડવોકેટ ખાસ સન્માન તેમજ ગુજરાત લીગલ સેલ ના સહ સંયોજક અનીલભાઇ દેસાઈ એ આગામી તા. 09/07/2022 શનીવારે સાજે 6-00 કલાકે રાજકોટ કાલાવડ રોડ, સ્વામી નારાયણ મંદિર, સૌરાષ્ટ્ર તથા કચ્છ ના તમામ એડવોકેટ નું  બીજેપી, લીગલ સેલ દ્વારા એક ભવ્ય ફંક્શન રાખેલ હોય તેમા ખાસ હાજર સી. આર. પાટીલ હાજર રહેવાના હોય મોરબી જિલ્લાના તમામ બાર ના એડવોકેટ  બહોળી સંખ્યા મા હાજર રહેવા ખાસ આમંત્રણ અનીલભાઇ દેસાઈએ પાઠવાયું હતું તેમજ મોરબી બાર પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, તથા મોરબી બાર ભુતપુર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા મોરબી લીગલ સેલ સંયોજક મનીષભાઈ જોશી એ મોરબી માથી 4 થી 5 બસ તથા 50 પ્રાઈવેટ વાહન સાથે હાજર રહેવા વિશ્વાસ વ્યકત કરેલ હતો.

તેમજ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ લીગલ સેલ ના સહ સંયોજક અનીલભાઇ દેસાઈ,મોરબી બાર પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, વાંકાનેર બારના પ્રમુખ  અનીરૂધ્ઘસિહ ,રાજકોટ બારના સભ્ય રીસીપ કલોલા, મોરબી બાર સીનીયર એડવોકેટ એમ.વાય. ચાનીયા,મોરબી બાર સીનીયર એડવોકેટ જગદીશ ભાઈ ઓઝા,મોરબી બાર સીનીયર એડવોકેટ એચ. એમ. ભોરણીયા,મોરબી જિલ્લામાં લીગલ સેલ પ્રમુખ મનીષ જોશી સહિતના વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.