Abtak Media Google News

આજે રોકડા કાલે ઉધાર નહિ, આજે ઉધાર કાલે રોકડા

જીએસઆરટીસીએ મુસાફરોની સુવિધામાં કર્યો વધારો, ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પણ ભાડું ચૂકવી શકાશે

એક જમાનો હતો કે એસ.ટી. તંત્ર ખોટમાં ચાલતું તંત્ર હતું ત્યારે આજે એસ.ટી.ની ગાડી ફૂલ ઝડપે ચાલી રહી હોય તેમ હવે એસ.ટી.માં પણ બાકીમાં ટિકિટ અપાશે. એક ટાઇમે તો એસ.ટી. પાસે ટાયર લેવાના પણ પૈસા ન હતા. જ્યારે આજના જમાનામાં તે બદલાયું છે અને એસ.ટી. પણ હવે નફાની દિશામાં આગળ વધ્યું છે. એટલે કે આજે રોકડા કાલે ઉધાર નહીં પરંતુ આજે ઉધાર કાલે રોકડા જેવો ઘાટ સર્જાયો છે. જીએસઆરટીસીએ મુસાફરોની સુવિૂધામાં વધારો કર્યો છે અને ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પણ ભાડું ચૂકવી શકાશે.

ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમ પણ બદલાતા જમાના સાથે કદમ મિલાવી રહ્યું છે અને હવે એસટીની પ્રિમિયમ બસ સર્વિસ પણ ડિજીટલ બની ગઈ છે. અને એસ.ટી.ની વોલ્વો તથા એ.સી. મશિન મારફતે ડેબિટ-ક્રેડિટકાર્ડ અથવા કયુઆર કોડ વડે ભાડાની ચૂકવણી કરી ટિકીટ મેળવી મુસાફરી કરી શકશે. રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા પણ પ્રિમિયમ બસ સર્વિસમાં ડિજીટીલ સુવિધાનો પ્રારંભ કરી દેવાયો છે અને રાજકોટ એસટી વિભાગને હાલમાં જ 50 જેટલા પીએએસ મશિનોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકાર ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમએ ડિજિટલ પહેલ દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કર્યો છે. જે અંતર્ગત હવે મુસાફરો એસટી બસનું ભાડું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકશે. જીએસઆરટીસીએ નિગમની 65 વોલ્વો અને એસી કેટેગરીની પ્રીમિયમ બસોમાં પ્રાયોગિક ધોરણે ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ક્યુઆર કોડ સાથે પીઓએસ મશીન દ્વારા ટિકિટિંગની સુવિધા શરૂ કરી છે.

રાજ્યના વિવિધ 95 સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસટી નિગમ પ્રાયોગિક ધોરણે પ્રીમિયમ બસોમાં સ્વાઇપ મશીન દ્વારા મુસાફરોને ટિકિટ આપે છે, જેમાં મુસાફર તેના ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા પીઓએસ મશીનમાંથી ક્યુઆર કોડ દ્વારા ટિકિટ મેળવી શકશે.

 કેસરિયો કોઇ ભગવાકરણ નહિં,પસંદગીને પહેલ : અરવિંદભાઇ રૈયાણી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર… એસ.ટી.ની નવી બસોમાં કેસરી રંગ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આજે મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે સરકારી બસના ત્રણ કલર છે. નવી બસોમાં ઓરેન્જ, કેસરી, ભગવો રંગ કરવાનો તંત્રએ નિર્ણય કરેલ છે. કેસરી કલરની બસ રંગવામાં ભગવા કરણની વાત નથી. સામાન્ય રીતે કેસરી, કેસરીયોએ દેશપ્રેમ અને શુભ સંકેતનો રંગ ગણવામાં આવે છે. લોકોને કેસરી રંગ વધુ ગમતો હોવાથી એસટીનો બસો કેસરી કરવાનો નિર્ણય લીધો છે. અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓને આપેલી સાઇકલનો રંગ પણ કેસરી રાખવામાં આવ્યો છે કારણ કે સરકાર એવું ઇચ્છે છે કે ભણવા માટે આપેલી સાઇકલનો બીજે ક્યાય ઉપયોગ ન થાય. કેસરી રંગ લોકોની પસંદગીનો રંગ હોય આથી કેસરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. લોકોને કેસરી રંગની પસંદગી માટે કોઇ ગેરસમજણ ન લેવાની અપિલ કરીને તેમણે જણાવ્યું હતું કે કેસરીયો કોઇ ભગવા કરણ માટે નહિં પણ લોકોની પસંદગીનો કલર હોય એટલે તેને અગ્રતા આપવામાં આવી છે. એસટીની બસો પણ લોકોની પ્રથમ પસંદ એવી કેસરી રંગે રંગાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.