ગરબા પર 18% GSTનો મોરબી આમ આદમી પાર્ટીનો વિરોધ

અબતક,ઋષી મહેતા, મોરબી

સરકાર દ્વારા ગરબા પર 18%જીએસટી લગાવતા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા બાપા સીતારામ ચોક ખાતે ધરણા યોજી અને રાસગરબા રમીને સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ગરબા પર જીએસટી લગાવવાના નિર્ણયને પાછો ખેંચવા માંગ કરી હતી.સરકાર દ્વારા દૂધ પ્રોડક્ટસ પર જીએસટી નાખ્યા બાદ હિન્દૂ ધર્મની અસ્મિતા, સંસ્કૃતિ અને પરંપરાના અપમાન સમાન દેવીઓ ના નવરાત્રી પર્વ પરના સાંસ્કૃતિ કાર્યકામો પર 18% જીએસટી લગાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચડી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવેલ છે જે બદલ “આપ” લોકસભા ઇન્ચાર્જ રાજેશ પીંડોરીયા, લોક સભા સચિવ, સંજય બાપટ અને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં ધરણાં સાથે રાસ ગરબા કરી પ્રદર્શન રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સરકાર સામે નારા લગાવી ગરબા પર જીએસટી પાછો લેવા માંગ કરવામાં આવી હતી.