Abtak Media Google News

ટ્રાફિક પી.આઇ. લગારીયા અને પીએસઆઇ ઠક્કરની ટીમ મહેનત રંગ લાવી

મોરબી ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ લગારીયા તથા પો.સબ.ઇન્સ ડી.બી.ઠક્કર નાઓએ મોરબી શહેરમાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તે માટે જરૂરી આયોજન કરી ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ જીલ્લામાં વાહન અકસ્માતના બનાવોમાં ઘટાડો લાવવા જરૂરી એક્શન પ્લાન બનાવી અકસ્માતના બનાવો નિવારવાને ધ્યાને લઇ કામગીરી હાથ ધરી હાઇવે રોડ ઉપર અકસ્માત સંભવિત વિસ્તારની સંયુક્ત વિઝીટ કરી અનઅધિકૃત કટ બંધ કરાવી રોડની ખામીઓ દુર કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર સાઇડ બોર્ડ, બ્લીન્કર લાઇટ, સ્ટ્રીટ લાઇટ. કેટઆઇ, રમ્બલ સ્ટ્રીપ લગાવવાની કાર્યવાહી લગત વિભાગ સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરાવવામાં આવેલ તેમજ રોડ ઉપર અડચણ રૂપ પાર્ક, રોગ સાઇડ, ઓવર સ્પીડ, શીટ બેલ્ટ, હેલ્મેટ વિગેરે નિયમોનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ રોડ સેફટીના સાધનો જેવા કે તાલપત્રી, રેડીયમ રીફલેકટર, બ્રેક લાઇટ વિગેરે વાહનમાં ફરજીયાત અમલ કરવા સુચના કરવામાં આવેલ.

તદઉપરાત સ્કુલો, કોલેજો, જાહેર સ્થળો, હાઇવે રોડ ઉપર તથા ગામડાઓમાં ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવેલ તેમજ જાહેર સ્થળો ઉપર ટ્રાફિક જાગૃતિને લગતા બેનરો લગાવવા, મેડીકલ ચેકઅપ કેમ્પ, પદયાત્રીઓને રેડીયમ રિફ્લેક્ટર લગાવવા વિગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ તેમજ મોરબી જીલ્લામાં અવાર-નવાર ટ્રાફિક ડ્રાઇવનુ આયોજન કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર વધુ ગતીએ વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટર મોબાઇલ દ્વારા ઇ-ચલણ મેમો આપવામાં આવે છે.

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક શાખા દ્વારા સને-2023 ના વર્ષમાં કુલ- 17809 પાવતિઓ આપી રૂ.76,34,800/- સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ તેમજ એમ.વી.એક્ટ 207 મુજબ કુલ-1606 વાહન ડીટેઇન કરી રૂ.77,99,933/- આર.ટી.ઓ./કોર્ટ દંડ વસુલાત કરાવતા એમ કુલ રૂ.1.54,34,733/- દંડ વસુલાત કરવામાં આવેલ તેમજ રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ આઇ.પી.સી કલમ-279 મુજબ કુલ-153 ગુના તથા અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ આઇ.પી.સી કલમ-283 મુજબ કુલ-211 ગુના રજીસ્ટર કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર વધુ ગતીએ વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટર મોબાઇલ દ્વારા કુલ-223 ઇ-ચલણ મેમો આપવામાં આવેલ છે.

આમ, છેલ્લા છ માસથી સતત પ્રયત્નશલ રહી ટ્રાફિક નિયમોનુ પાલન કરાવી ટ્રાફિક નિયમો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાવેલ, જેના પરિણામે મોરબી જીલ્લામાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે- 06/2023 સુધીમાં ફેટલ અકસ્માતમાં 29 ગુનાનો ઘટાડો થયેલ તથા ફૂલ અકસ્માતમાં 23 ગુનાનો ઘટાડો થવા પામેલ છે અને જયારે મૃત્યુની સંખ્યામાં કુલ-35 ઘટાડો લાવી લોકોની અમુલ્ય જિંદગી બચાવી વાહન અકસ્માત બનાવોમાં ઘટાડો લાવવામાં સફળતા મેળવેલ છે. આગામી સમયમાં પણ સતત પ્રયત્નશીલ રહી અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.