Abtak Media Google News

મોરબીના ઝુલતા પુલની માનવ સર્જીત દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જીંદગી હોમાઇ ગઇ હતી.  આવી જ વધુ એક કરુણાંતિકા વડોદરાના હરી લેકઝોન ખાતે બની છે.  હરણી લેક ઝોનમાં બોટમાં 16ની ક્ષમતા સામે 34ને સેફટીના સાધનો વિના બેસાડી તળાવમાં કરેલી સફર કરાવવાની ગુનાહીત બેદરકારીના કારણે 12 વિદ્યાર્તી અને બે શિક્ષિકાએ જીવ ગુમાવવાની દુર્ઘટનાતી ભારે ગમગીની સાથે શોક છવાયો છે. પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો, ભાગીદારો, ડાયરેકટરો અને ઓપરેટરો મળી 18 સામે બોટમાં અમુક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વિના, બોટમાં દોરડા સહિતના જુરીરી સુરક્ષાના સાધનો ન રાખી, જોખમ અંગેની સુચના આપવી કે બોર્ડ ન રાખી ગુનાહીત બેદરકારી દાખવ્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટ સિવાય અન્ય કોણ જવાબદાર છે દુર્ઘટના અંગે કોર્પોરેશન જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

બોટમાં 16ની ક્ષમતા હોવા છતાં 34ને બેસાડયા અને માત્ર દસ વિદ્યાર્થીને જ લાઇફ જેકેટ અપાયા

પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ કરી 14 વિદ્યાર્થી અને બે શિક્ષિકાને બચાવ્યા: મેસર્સ કોટીયા પ્રોજેકટના 18 જવાબદાર સામે ગુનાહીત બેદરકારીનો નોંધાતો ગુનો

વડોદારના વાઘોડિયા રોડના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના ધો.1થી 6ના   83 વિદ્યાર્થીને   બસમાં લઇને શિક્ષિકાઓ હરણી લેક ઝોન ખાતે પહોંચી હતી. માસૂમોના સ્મિત અને કિલકારીઓથી હરણી લેક ઝોન જાણે ઊર્જામય થયો હતો.   વિવિધ રાઇડમાં બેસી બાળકોએ આનંદ લૂંટ્યો હતો.   સાંજે 4 વાગ્યા  બાળકોને બોટિંગની    શરૂઆતના 4 રાઉન્ડ હેમખેમ પાર પડ્યાં હતાં, જ્યારે 5મા રાઉન્ડમાં 25 બાળકો, 4 શિક્ષિકા અને સ્ટાફના 4 લોકો મળી 16ની ક્ષમતાની બોટમાં 31 લોકોને સવારી માટે બેસાડવામાં આવ્યાં હતાં.

Man-Made Carelessness Has Taken The Toll: Fears Of Rising Death Toll
Man-made carelessness has taken the toll: Fears of rising death toll

આટલા બધાને બોટમાં ન બેસાડો. પણ સંચાલકોએ 16ની ક્ષમતા સામે 31 લોકોને બેસાડયા. બોટિંગ પૂરું જ થવા આવ્યું હતું, બોટ કિનારાની નજીક હતી.

બાળકો અને શિક્ષકો મોબાઈલમાં સેલ્ફી અને ફોટો ક્લિક કરી તેમની આનંદ-પ્રમોદની પળોના પ્રવાસને કેદ કરી રહ્યાં હતાં ત્યારે જ અચાનક બોટનું બેલેન્સ ખોરવાયું હતું.

તેને રોકવા અને બચાવવા શિક્ષિકાઓએ મોટા અવાજે આક્રંદભરી બૂમો પાડવાની શરૂ કરી હતી. બેલેન્સ ખોરવતી બોટ અચાનક જ પલટી હતી. 26 બાળકો, 4 શિક્ષકો અને લેકઝોનના સ્ટાફના 4 કર્મચારી પાણીમાં ગરકાવ થયાં હતાં. સેક્ધડો માટે સન્નાટો છવાયા બાદ બચવા પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતાં બાળકો બચાવો- બચાવોની બુમરાણ કરી રહ્યાં હતાં,

આ ક્ષણે બોટનો ડ્રાઇવર, સ્થાનિકોએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું અને શક્ય તેટલાંને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકોને બચાવવા તળાવ બહાર પણ બુમરાણો શરૂ થઇ હતી. આ દરમિયાન કેટલાંક બાળકો અને શિક્ષક કિનારો નજીક હોવાથી નીકળી શક્યાં હતાં અને કેટલાંક શોધ્યાં મળતાં ન હતાં. થોડી જ પળોમાં સાઇરનોની ગુંજથી વિસ્તાર ભયના ઓથારમાં આવ્યો હતો. એક સાથે ફાયરબ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સની કતારો તળાવની બહાર પહોંચી હતી, પરંતુ મોડું થઇ ગયું હતું. નીકળી શક્યાં તે બચી ગયાં હતાં અને બાકીનાની કરુણાંતિકા સર્જાઇ ચૂકી હતી. આ સમયે આશરે 12 બાળકો અને 2 શિક્ષિકા પાણીમાં ડૂબી ગયાં હોવાની પ્રાથમિક જાણ થઇ હતી.

આ જ સમયે પોતાનાં સંતાનોને પ્રવાસથી પરત ફર્યે  શાળામાં લેવા ગયેલા વાલીઓ પણ આક્રંદ કરતાં લેક ઝોન પર પહોંચ્યાં હતાં..   રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું

હતું. ફાયરબ્રિગેડે તળાવમાં ઝંપલાવી મૃતદેહો બહાર કાઢ્યા હતા.  કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પહેલેથી હાજર હતા, જેમણે શાળાના સંચાલક સાથે મળી પ્રવાસમાં આવેલાં બાળકોના વાલીઓનો સંપર્ક કરી કેટલાં વાલી તેમનાં બાળકોને લઈ ગયાં છે, લોકેટલાં બાળકો લાપતા છે તે જાણવા હવે કેટલાં બાળકોબહાર આવી ગયાં કે જેમને વાલીઓ સ્થળ પરથી લઇ ગયા છે અને કેટલાં હોસ્પિટલમાં છે તે જાણવું જરૂરી હતું.

કલાકની જહેમતને અંતે જાણ થઈ હતી કે, 9 બાળકોએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડયો છે.

જ્હાન્વી હોસ્પિટલમાં વાલીઓના આક્રંદથી ગુંજતું કરુણ વાતાવરણ સર્જાયા હતા.

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા તૈયારીઓ ચાલી હતી. પોતાના વ્હાલસોયાને પ્રાણપંખેરું ઊડેલી હાલતમાં જોનાર વાલીઓ ક્યાંક આક્રંદ કરતા હતા તો ક્યાંક ભીની આંખે અવાક બની થંભી ગયા હતા.  ફાયરબ્રિગેડ અને એનડીઆરએફનું લાપતા થયેલાં 3 બાળકોનું તળાવમાંથી  રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું.

કોની સામે ગુનાહીત બેદરકારી અંગેના ગુના નોંધાયા

વડોદરાના હરણી તળાવમાં બોટ ડુબી જવાની દુર્ઘટના અંગે 12 માસુમ વિદ્યાર્થી અને બે શિક્ષિકાના મોત અંગે હરણી પોલીસ મથકમાં વડોદરા કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર રાજેશભાઇ રમણભાઇ ચૌહાણની ફરિયાદ પરથી વડોદરાના નિલરકંઠ બંગ્લોઝમાં  રહેતા બીનીત કોટીયા, હિતેશ કોટીયા, કારેલી બાગના ગોપાલદાસ શાહ,  સ્વામીનારાયાણનગરના વત્સલ શાહ, પુનિતનગરના દિપેન શાહ, ધર્મિલ શાહ, અયોધ્યાપુરીના રશ્મિકાંત પ્રજાપતિ, જતિનકુમાર હરીલાલ દોશી, નેહા ડી.દોશી, વ્રજ વિહાર સોસાયટીના તેજલ આશિષ દોશી, વલ્લભ ટાઉનશીપના ભીમસિંગ કુડીયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ, અંબે સોસાયટીના ધર્મિન ભટાણી, પાર્વતીનગરના નૂતનબેન શાહ, વૈશાલીબેન શાહ, હરણી લેક ઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી, બોટ ઓપરેટર નયન ગોહિલ અને બોટ ઓપરેટર અંકિત સામે ગુનાહીત બેદરકારી દાખવવા અંગેની ફરિયાદ નોંધાવતા હરણી પોલીસ મથકના પી.આઇ. સી.બી.ટંડેલ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.