Abtak Media Google News
  • ખાણખનીજ, દારૂ અને ગેરકાયદે ધંધામાં પોલીસની સંડોવણીને લઇ સ્ટેટ મોનીટરીંગ સેલ હરકતમાં
  • ભાવેશ પરબતભાઈ ધ્રાંગા ઉર્ફે પૂટી મુન્નો રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ ભરત મિયાત્રા અને હોટલ માલિક શ્રવણસિંહ મારવાડીની ધરપકડ,ડીઝલનો જથ્થો ,બે ટેન્કર થાર જીપ,કાર સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ખાન ખનીજ, દારૂ ,ડીઝલ અને લોખંડના સળિયા સહિત ગેરકાયદે ધંધા માં સ્થાનિક પોલીસની સંડોવની હોવાનું  સ્ટેટ મોનિટરિંગ સેલને ધ્યાને આવતા મોરબી નજીક વીરપરડા ગામે આવેલી હોટલમાં પોલીસની મીઠી નજર હેઠળ ડીઝલના ગેરકાયદે ચાલતા કાળા કારોબાર પર એસએમસી એ દરોડો પાળી ડીઝલ ટેન્કર, બે કાર સહિત લાખો નો મુદ્દામાલ કબજે કરી. ભરત મિયાત્રા ,હોટલ માલિક અને સંચાલક સહિત ત્રણની ધરપકડ કરી છે .

વધુ વિગત મુજબ પોલીસ કોન્સ્ટેબલભરત મિયાત્રા તાલુકાના વીરપરડા ગામે ઓમ બન્ના હોટલમાં  ગેરકાયદે ડીઝલ ચોરીના કૌભાંડ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જખઈના સમગ્ર ઓપરેશનમાં ભાવેશ પરબતભાઈ ધ્રાંગા ઉર્ફે પૂટી મુન્નો રાઠોડ (રહે.નાગડાવાસ) તેમજ ભરત મિયાત્રા પોલીસ કોન્સ્ટેબલ મોરબી તથા હોટલ માલિક શ્રવણસિંહ મારવાડીની સંડોવણી સામે આવી છે. તપાસ હજુ ચાલુ હોય તેથી હાલ હજુ સમગ્ર બનાવ મામલે એફઆઈઆર નોંધવા તજવીજ હાથ ધરી છે. જખઈ ની ટીમે ગેરકાયદે ના ડીઝલ જથ્થો અને ટેન્કર તેમજ એક સ્વિફ્ટ કાર અને નંબર વિનાની મહિન્દ્રા થાર કબજે કરી છે.

હાલ ઓમ બન્ના હોટેલ કોની માલિકીની છે તેમજ અન્ય કોની કોની સંડોવણી છે અને આ ડીઝલ ક્યા ક્યા વહેંચવામાં આવતું હતું તેવા અનેક સવાલોના જવાબ મેળવવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરીને ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.આ દરોડાની જાણ થતા જ મોરબી એલસીબી અને મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસમાં જોડાઈ હતી.

ચોટીલા વિદેશી દારૂ પહોંચે તે પૂર્વે માલવણ ચોકડી પાસેથી શરાબનો જથ્થો ઝડપાયો

એસ.એમ.સી.એ. દરોડો પાડી કારમાંથી   678 બોટલ દારૂ મળી રૂ. 12.26 લાખનો મુદામાલ કબ્જે

Morbi: Smc Cracks Down On Diesel Black Business In Veerpardani Hotel Under Watchful Eye Of Police
Morbi: SMC cracks down on diesel black business in Veerpardani hotel under watchful eye of police

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવડનાં દસાડા તાલુકાના  બજાણા માલવણ રેલવે   ફાટક પાસે  કારમાંથી રૂ. 2 લાખના વિદેશી દારૂ સાથે ત્રણની ધરપકડ કરી રૂ. 12.26 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા  ચાર શખ્સોની ધરપકડ કરી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમા કાર સહિત 12 લાખ 26 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બજાણા-માલવણ રેલ્વે ફાટક પાસે ક્રેટા કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા.  દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે લોખંડનું કટીંગ ઝડપી પાડ્યું હતુ. જે ઘટના હજુ સમી નથી, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એ.વી.પટેલ સહિતના સ્ટાફ દ્વારા બજાણા પોલીસ મથક હદ વિસ્તારના બજાણા-માલવણ ફાટક પાસે ક્રેટા કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂ-678 બોટલ કિં.રૂ.2 લાખ 6 હજાર, ક્રેટા કાર કિં.રૂપિયા 10 લાખ મોબાઈલ નંગ-4, કિંમત રૂ.20,000 મળી કુલ રૂ.12 લાખ 26 હજારના મુદ્દામાલ સાથે   ત્રણ શખ્સો માંગીલાલ લીંબારામ બીસ્નોઈ (કારચાલક) રહે.રાજસ્થાન ,  દિનેશકુમાર ભગરાજ બીસ્નોઈ, રહે.રાજસ્થાન , કૈલાશ હરીરામ બીસ્નોઈ રહે.રાજસ્થાનવાળાને ઝડપીપાડયાં હતાં. જ્યારે દિનેશકુમાર અને કૈલાશ કારચાલક માંગીલાલ સાથે મદદમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું .

જ્યારે ઝડપાયેલ આરોપીનોની વધુ પુછપરછ કરતાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ચોટીલા લઈ જવામાં આવી રહ્યો હોવાનું અને અન્ય ચાર શખ્સો રમેશ કાલુરામ બીસ્નોઈ, રહે.રાજસ્થાન (દારૂની લાઈન ચલાવનાર મુખ્ય શખ્સ), રાજુ પરખાભાઈ રબારી રહે.રાજસ્થાન (દારૂની લાઈન ચલાવનાર મુખ્ય આરોપીનો ભાગીદાર), ઝડપાયેલ કારનો માલીક અને ચોટીલા ખાતે દારૂ લેવા આવનાર અજાણ્યો શખ્સ સામેલ હોવાનું બહાર આવ્યું હતું આથી એસએમસી ટીમે ઝડપાયેલ ત્રણ શખ્સો અને હાજર મળી ન આવેલ ચાર શખ્સો મળી કુલ 7 શખ્સો સામે બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અવાર-નવાર માલવણ હાઈવે પરથી સ્થાનીક પોલીસની અંધારામાં રાખી એસએમસીની ટીમે ઈંગ્લીશ દારૂ સાથે શખ્સો ઝડપી પાડયા છે ત્યારે ફરી એકવાર માલવણ હાઈવે પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂ ઝડપાતા સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉત્પન્ન થયા છે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની કામગીરી સામે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે

આરઆર સેલને વિખેરી નખાયા બાદ એસસીબી-એસઓજીની કાર્યવાહી ઘટી કે ભારણ વધ્યું?

ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે ધંધા પર અગાઉ રેન્જ આઇજીની વડપણ હેઠળ ચાલતી આરઆર સેલ સીધી જ રેઇડ કરી નાખતી હતી પણ રાજ્યભરમાંથી જયારે આરઆર સેલને વિખેરી નખાયા બાદ હવે આ જવાબદારી સીધી જ રૂરલ એલસીબી અને એસઓજીની માથે આવી ગઈ છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકીને કાર્યવાહી કરી શકે તો પછી સ્થાનિક એસસીબી-એસઓજી કેમ ઉણી ઉતરી તે પણ સવાલ ઉઠી રહ્યો છે. શું એલસીબી-એસઓજી પર કામનું ભારણ વધી ગયું છે? કે પછી જાણી જોઈને કાળા કારોબાર સામે આંખ આડા કાન કરી દેવામાં આવે છે? તેવો પણ સવાલ ઉઠ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.