Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. B.Sc Sem – 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની મોરબી જિલ્લા પ્રથમ ક્રમાંકે છે.

સફળતા ના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ ૩ માં નવયુગની વિદ્યાર્થિનીઓએ સ્થાન જાળવી રાખ્યું છે. મોરબી જિલ્લા પ્રથમ આદ્રોજા માનસી ૯૨.૧૮%, તૃતીય પંડ્યા પ્રેક્ષા ૯૦.૦૦%, ચતુર્થ વડાવિયા રાધિકા ૮૯.૪૫% મેળવી કોલેજની યશોગાથાને આગળ ધપાવી છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલશ્રી ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.