Abtak Media Google News

નાના દહીંસરા ગામના આ ક્રિકેટરે અનેક રાષ્ટ્કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે

મોરબી : મોરબીના નાના દહીંસરા ગામનો ક્રિકેટર તુલસી મકવાણા આગામી ૨ જૂને મુંબઇ ખાતે ક્રિકેટ પર્ફોમન્સ પોઇન્ટના સિલેક્શનમાં ભાગ લેશે. અનેક ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરનાર મોરબી તાલુકાના ક્રિકેટરની આ સિલેકશનમાં પણ પસંદગી થાય અને તે નવા વિક્રમો સર્જે તેવી ગ્રામજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Advertisement

મધ્યપ્રદેશમા રૂરલ ક્રિકેટ ફાઉન્ડેસન તરફથી અને જયપુરમા  સરદાર વલભભાઈ પટેલ ટી૨૦ નેશનલ ચેમ્પીયનશિપ રમ્યા બાદ મોરબીના નાના દહીસરા ગામનો મકવાણા તુલસી હીરાભાઈ આગામી તા.૨ના રોજ મુંબઈ ખાતે એમ.સી. ક્રિકેટ પર્ફોમન્સ પોઇન્ટના ક્રિકેટ સિલેક્શન આયોજનમા પોતાનું ટેસ્ટ સિલેક્શન આપવા જશે.

તુલસી મકવાણા અગાઉ હરિયાણા પાવર ક્રિકેટ એકેડમી ચેમ્પિયનશિપ ૨૦૧૧, ઓલ ઇન્ડિયા ટી ૨૦ જુનિયર ક્રિકેટ ૨૦૧૪, લાઈવ ડીડી સ્પોર્ટ ક્રિકેટ પ્રીમિયર લીગ ૨૦૧૪, સૌરાષ્ટ્ર ચેમ્પિયન લીગ ૨૦૧૫, આંબેડકર નેશનલ ગેમ્સ ૨૦૧૫-૧૬, રૂરલ ક્રિકેટ ફાઉન્ડેશન ટી.૨૦ ૨૦૧૮, જીનિયસ સ્પોર્ટ એકેડમી સમર કપ ૨૦૧૦, ઇન્ડિયન ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ફેડરેશન ૨૦૧૮માં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચુક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.