Abtak Media Google News

મુખ્યમંત્રી,મંત્રીઓ,ધારાસભ્યો,ચુંટાયેલ હોદ્દેદારો અને સંગઠનના લોકો પીડીતોનો સહારો બન્યા

નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જ મોરબીમાં આવેલ ઝુલતો પુલ તુટવાના હચમચાવનાર સમાચાર ખુબ જ દુખદાયી છે,લોકો બ્રિજ પર મજા માણ્વા ગયા હતા અને આ અવસર દુર્ઘટનામાં પલટી ગયો.તમામ મૃતક આત્માને પરમ કૃપાળુ પરમાત્માં શાંતિ આપે અને મૃતકોના પરીવારજનો પર આવી પડેલી આ અણધારી આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે પ્રાર્થના કરી છે.

Advertisement

આ અત્યંત કરુણ અને દુ:ખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, કરૂણ દુર્ઘટના બાબતે ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકારે યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધેલ,મૃતકોના પરીવારજનોને કેન્દ્ર સરકારે રૂ.2 લાખ અને ગુજરાત સરકારે રૂ.4 લાખની સહાય જાહેર કરી છે.આ ઉપરાંત ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને ગુજરાત સરકારે રૂ.50-50 હજારની સહાયની જાહેરાત તાત્કાલિક અસર કરી અને 24 કલાકમાં મૃતકો અને ઇજાગ્રસ્તોના ખાતામાં આ સહાય જમા કરવા આદેશ કર્યા છે.

સંવેદનશીલ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં તથા વિવિધ વિભાગના મંત્રીઓ, ધારાસભ્યો,અધિકારીઓ સહિત સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ બચાવ કામગીરી સરાહનીય છે. આ તકે ભુપત બોદરે મોરબી પુલ તુટવાની કરૂણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ આપી હતી અને ઇજાગ્રસ્તોને વહેલી તકે સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.