Abtak Media Google News

શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલને ડેવલપ કરવાની વિહિપ અગ્રણીની માંગ

મોરબી : મોરબી હળવદ હાઇવે પર વધુ વાહનોની અવરજવર હોવાથી અકસ્માતનું જોખમ ઉભું થયું છે. ત્યારે એક સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી હળવદ હાઇવેને ફોર ટ્રેક બનાવી ઉમિયા સર્કલને ડેવલપ કરવાની માંગ ઉઠાવી છે.

મોરબી જિલ્લાના વિહિપના મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબી હળવદ હાઇવે પર હજારો વાહનોની અવરજવર રહે છે.  ખાસ કરીને મોરબીથી માંડલ સુધીનો રોડ સીરામીક ઝોન હોવાથી ભારે વાહનોની વધુ અવરજવર રહે છે. ઉપરાંત અમદાવાદ જવાનો પણ આ મુખ્યમાર્ગ હોવાથી આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ રસ્તો ઉબડ ખાબડ હાલતમાં હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ રોડ ફોરટ્રેક કરવો અનિવાર્ય છે.

વધુમાં મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે દરરોજ ભારે ટ્રાફિક સર્જાઈ છે. ત્યારે આ સર્કલને ડેવલપ કરવું જરૂરી છે. ઉમિયા સર્કલ પાસેના ઉબડ ખાબડ રોડને પદ્ધતિસર કરી ફુટપાથ તોડી પાડી ત્યાંના મજૂરોને અન્યત્ર સ્થાન આપી મચ્છુ ડેમની કેનાલને પાઈપલાઈનમાં કન્વર્ટ કરી યોગ્ય રીતે કામગીરી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.