Abtak Media Google News

 

Advertisement

મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી રાત્રીના સમયે પ્લાસ્ટીક બળવાની એકદમ તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.Screenshot 24 1

આ બાબતે ગામના જાગૃત લોકો દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સ્થાનિક મોરબી કચેરીના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેથી અંતે ઘુંટુ ગામની વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાં તપાસ કરતા અહીં જીપીસીબીના નિયમોનો ઉલાળીયો કરીને પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

Screenshot 25 2

આ સમગ્ર ઘટનાક્રમના વિડીયો અને ફોટો યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા ત્યારબાદ જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને માત્ર નોટીસ આપીને સંતોષ માની લીધો હતો.

Screenshot 26 2

આ અંગે સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાથી વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ બીજા જ દિવસે એટલે કે ગઈકાલે ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન આર. બી. બારડ અને સભ્ય સચિવ ડી. એમ. ઠાકરને રૂબરૂ મળીને ફોટો વિડિયો અને તમામ લીટરેચર આ બંને અધિકારીઓને સોંપીને લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ ચેરમેન બારડે આ પેપરમીલ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો જેથી આ અંગે સંતોષકારક કાર્યવાહી થશે તેવી ગામના યુવાનોમાં આશા સેવાઈ રહી છે.

ઋષિ મેહતા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.