Abtak Media Google News

મોરબી સમાચાર

મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ-ધ્રાંગધા હાઇવે પર સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલ માંથી માદક પદાર્થ પોશડોડાના ૩ કિલોથી વધારેના જથ્થા સાથે રાજસ્થાની હોટલ માલિકને ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની અટક કરી હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.Screenshot 15

Advertisement

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય. તે દરમિયાન એસઓજી ટીમને બાતમી મળેલ કે, હળવદથી ધ્રાંગધા જતા રોડ ઉપર સુખપર ગામની સીમમાં આવેલ બાબા રામદેવ નામની હોટલના સંચાલક ઠાકરારામ લીછમનારામ ચૌધરી રાજસ્થાન વાળો પોતાના કબજા ભોગવટા વાળી બાબા રામદેવ હોટલમાં ગે.કા.રીતે માદક પદાર્થ પોશડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.

Screenshot 16

જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઠાકરારામ લીછમનારામ ચૌધરી ઉવ.૪૫ રહે.હાલ બાબા રામદેવ હોટલ સુખપર ગામની સીમ હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ તા. હળવદ જી.મોરબી, મુળરહે. શીણધરી જુના બસ સ્ટેશનની બાજુમાં તા.ગુડામાલાની જી.બાલોતરા રાજસ્થાન પાસેથી પોશડોડાનો જથ્થો ૩ કિલો ૩૩૧ ગ્રામ કિ.રૂ.૯,૯૯૩/-, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.,૧૦૦૦/- મળી કુલ રૂપીયા ૧૦,૯૯૩/-ના મુદામાલ સાથે મળી આવતા આરોપીની અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી),૧૫(બી) મુજબ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરી છે.

ઋષિ મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.