Abtak Media Google News

મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલી બેલડીને છ જિલ્લામાંથી હદપાર કરી

મોરબી તાલુકા વિસ્તારમાં શરીર સબંધી ગુન્હા આચરતા બે ઇસમોને પાસા હેઠળ કાર્યવાહી કરી છે. સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારના બે રીઢા ગુનેગારોને પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ અન્વયે મસ્જીદ શેરી, સંધીવાસ, જેતપરમાં રહેતા ઇમ્તીયાઝભાઇ અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા અને ફિરોજભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ ઉર્ફે કાનો કેડાને અગાઉ શરીર સંબધી ગુન્હાઓમાં સંડોવાયેલ હોય જેઓને આજરોજ પાસા એકટ હેઠળ અટકાયત કરી ઇમ્તીયાઝભાઇ અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા નામનાં આરોપીને જીલ્લા જેલ,પોરબંદર તથા ફિરોજભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ ઉર્ફે કાનો પૈડાને મધ્યસ્થ જેલ, વડોદરા  ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા રહેતા ઇમરાનભાઇ મામદભાઇ પલેજા તથા અલીભાઇ દાઉદભાઇ પલેજા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ. ડિવિઝન મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરી મોરબીનાએ હદપારી મંજુર કરી બંને ઇસમોને મોરબી જીલ્લા, રાજકોટ શહેર,રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી બંને ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓની હદ બહાર મોકલી આપવા તજવિજ હાથ ધરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.