Abtak Media Google News

મોરબી બ્રહ્મણોના ઇષ્ટદેવ  પરશુરામ દાદાની અખાત્રીજના દીને જન્મજયંતિ ધામ ધૂમથી કેક કાપી ઉજવનાર છે ત્યારે ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના તમામ આગેવાનોની હાજરીમાં ભૂદેવો રાસ ગરબે ઘૂમ્યા હતા અને રાત્રીના બાર વાગ્યે કેક કાપી અને ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિની ઉજવણી કરી હતી આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ, પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા, જગદીશભાઈ ઓઝા સહીત સમસ્ત બ્રહ્મસમાજ પાંખના કિશોરભાઈ શુક્લ, કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઈ જોશી સહિતના મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ અને પત્રકાર એશોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોશી, ભાસ્કરભાઈ જોશી, હીમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટ, ઋષિભાઈ મહેતા, સુરેશભાઈ ગૌસ્વામી હાજર રહ્યા હતાં આ સાથે યોજાનાર ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ

ભાવભેર યોજાય એ માટે બ્રહ્મબંધુને વધુમાં વધુ હાજર રહેવા બ્રહ્મ બંધુઓને આહવાન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.