Abtak Media Google News

મોરબીમાં નશીલા માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આવતો હોવાની મોરબી એસઓજી પોલીસને ચોક્કસ બાતમીને આધારે મોરબી-માળીયા હાઈવે પર વોચ ગોઠવીને એક આરોપીને નશીલા મેફેડ્રોન ડ્રગ્સના રૂ.૧૦લાખના જથ્થા સાથે ઝડપી આરોપી વિરુધ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી

મોરબી પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં એસઓજીની ટીમને ચાર્ટર મુજબની કામગીરી કરવા એનડીપીએસના એટલે કે નશીલા માદક દ્રવ્યના કેસો શોધવા સૂચના કરેલ જે અન્વયે મોરબી સીપીઆઇ પી.એચ.લગધીરકા, પીઆઇ પી.જી.પનારા તથા એસઓજી સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમિયાન પો.કોન્સ.ભાવેશભાઈ મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળેલ કે એક શખ્સ સામખીયાળી બાજુથી મોરબી-માળીયા ને.હા.રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચે માદક પદાર્થ લઈને આવવાનો છે.

મળેલ ચોક્કસ બાતમીને આધારે એસઓજી સ્ટાફ વોચમાં હોય તે દરમિયાન વર્ણન મુજબનો આરોપી દેવીલાલ મગારામ સેવર ઉ.વ.૨૪ રહે. ખરા મહેચાન તા.સેણદ્રી જી. બાડમેર,(રાજસ્થાન)ને નશીલા માદક દ્રવ્ય મેફેડ્રોન ડ્રગ્સના ૧૦૦ ગ્રામ જથ્થો કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-, મોબાઇલ-૧ રૂ.૫,૦૦૦/-, રોકડા રૂ.૪,૫૮૦/- કુલ ૧૦,૦૯,૫૮૦/-ના મુદામાલ સાથે ઝડપી આરોપી વિરુધ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી

આ સમગ્ર કામગીરીમાં સીપીઆઈ પી.એચ.લગધીરકા, પીઆઈ પી.જી.પનારા, એએસઆઈ રણજીતભાઇ બાવડા, પો.હેડ કોન્સ. રસિકભાઈ કડીવાર, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, પો.કોન્સ.સતીશભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા તથા ડ્રા.પો.કોન્સ. અશ્વિનભાઈ લોખીલ દ્વારા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.